ગુરુવાર, 14 નવેમ્બર 2024
  1. ગુજરાત સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી રાષ્ટ્રીય સમાચાર
Written By
Last Modified: સોમવાર, 15 જુલાઈ 2024 (11:11 IST)

"અંબાનીના લગ્નમાં બોમ્બ" ની પોસ્ટ, મુંબઈ પોલીસ એલર્ટ, સોશિયલ મીડિયા યૂઝરની શોધ

આખી દુનિયામાં હાલ અંબાની પરિવારમાં થયેલ અનંત અંબાની અને રાધિકા મર્ચન્ટના લગ્નની ચર્ચા છે.  જોકે આ લગ્નના કાર્યક્રમ વચ્ચે સોશિયલ મીડિયા સાઈટ  X પર એક યુઝર દ્વારા અંબાનીના લગ્નમાં બોમ્બ પોસ્ટ કરવા પર મુંબઈ પોલીસ એલર્ટ મોડમાં આવી ગઈ છે. પોલીસ આ પોસ્ટ સંબંધિત સોશિયલ મીડિયા યુઝરની શોધ કરી રહી છે.  આવો જાણીએ આ મામલા વિશે...  
 
શુ છે સમગ્ર મામલો ?
અંબાની પરિવારમાં લગ્ન સમારંભ દરમિયાન સોશિયલ મીડિયા પર એક યુઝર @ FFSFIR એ કમેંટ કરતા અંબાનીના લગ્નમાં બમ શબ્દનો પ્રયોગ કર્યો છે. ત્યારબાદ કોઈ યુઝરે મુંબઈ પોલીસને ટૈગ કરતા આ વાતની સૂચના આપી.  આ મામલાને લઈને મુંબઈ પોલીસ એલર્ટ મોડમાં આવી ગઈ છે. પોલીસ આ પોસ્ટ સંબંધિત સોશિયલ મીડિયા યુઝરની શોધ કરી રહી છે.