અમર જવાન જ્યોતિ નુ રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક પર પ્રગટી રહેલી જ્યોતમાં થયો વિલય, હવે અહી યાદ કરવામં આવશે વીર જવાનો
દિલ્હીમાં ઈંડિયા ગેટ (India Gate) છેલ્લા 50 વર્ષથી પ્રગટી રહેલ અમર જવાન જ્યોતિ (Amar Jawan Jyoti) નો શુક્રવારે રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક (National War Memorial)પર પ્રગટી રહેલી જ્યોતિમાં વિલય કરવામાં આવ્યો. એયર માર્શલ બાલભદ્ર રાધાકૃષ્ણનની અધ્યક્ષતામાં આ કાર્યક્રમ થયો. અમર જવાન જ્યોતિની સ્થાપના 1971ના ભારત-પાકિસ્તાન યુદ્ધ (India-Pakistan War)દરમિયાન લડેલા ભારતીય સૈનિકોની યાદમાં કરવામાં આવી હતી. જેઓ 1971 તેઓ ભારત-પાકિસ્તાન યુદ્ધમાં શહીદ થયા હતા. આ યુદ્ધમાં ભારતે પાકિસ્તાનને હરાવ્યું હતું (Pakistan)ત્યારબાદ જ બાંગ્લાદેશ (Bangladesh)ની રચના થઈ હતી. હવે જ્યોતિ વિલય થયા બદ અહી દેશના વીરોને યાદ કરવામાં આવશે.
આર્મી અધિકારીઓએ જણાવ્યું કે અમર જવાન જ્યોતિને આજે બપોરે નેશનલ વોર મેમોરિયલમાં સળગતી જ્યોતમાં વિલીન કરવામાં આવશે, જે ઈન્ડિયા ગેટની બીજી બાજુથી માત્ર 400 મીટર દૂર સ્થિત છે. તેની પાછળનો તર્ક એ છે કે બે જગ્યાએ જ્યોત (મશાલ) જાળવવી ખૂબ મુશ્કેલ બની રહી છે. સેનાના સૂત્રોનું એમ પણ કહેવું છે કે હવે જ્યારે દેશના શહીદો માટે રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક બનાવવામાં આવ્યું છે તો પછી અમર જવાન જ્યોતિ પર અલગ જ્યોત શા માટે પ્રગટાવવામાં આવે.
સેનાના સૂત્રોનું એમ પણ કહેવું છે કે તમામ શહીદોના નામ નેશનલ વોર મેમોરિયલમાં છે, શહીદોના પરિવારના સભ્યો અહીં આવે છે. 25 ફેબ્રુઆરી 2019ના રોજ વડાપ્રધાન દ્વારા વોર મેમોરિયલનું ઉદ્દઘાટન કરવામાં આવ્યું હતું. તે 40 એકર જમીન પર 176 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યું છે.
ઉલ્લેખનીય છે કે, ઈન્ડિયા ગેટનું નિર્માણ બ્રિટિશ સરકાર દ્વારા પ્રથમ વિશ્વ યુદ્ધમાં શહીદ થયેલા ભારતીય સૈનિકોની યાદમાં કરવામાં આવ્યું હતું. આ પછી 1972માં પાકિસ્તાન સાથેના 1971ના યુદ્ધમાં શહીદ થયેલા ભારતીય જવાનોની યાદમાં અમર જવાન જ્યોતિ પ્રગટાવવામાં આવી હતી.