રવિવાર, 10 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: શુક્રવાર, 11 નવેમ્બર 2022 (14:22 IST)

રાજીવ ગાંધીની હત્યાના 6 દોષી જેલથી આવશે બહાર, સુપ્રીમ કોર્ટએ આદેશ આપ્યો

10 things about Rajeev Gandhi
સુપ્રીમ કોર્ટએ પૂર્વ પ્રધાનમંત્રી રાજીવ ગાંધીની હત્યા કેસમાં ઉમ્રકેદની સજા કાપી રહ્યા નલિની અને આરપી રવિચંદ્રન સાથે છ આરોપીઓને મુક્ત કરવાનો આદેશ આપ્યો છે. તેનાથી પહેલા મે મહીનામાં સુપ્રીમ કોર્ટએ મોતની સજા મેળવતા દોષી પેરારિવલનને પણ મુક્ત્ય કરવાના આદેશ આપ્યા હતા. 
 
શુક્રવારે મોટો નિર્ણય સંભળાતા સુપ્રીમ કોર્ટએ દેશના પૂર્વ વડા રાજીવ ગાંધીની હત્યા કરતા બધા 6 દોષીઓને મુક્ત કરવાના આદેશ આપ્યા. આ દોષીઓમાં નલિની અને આર પી રવિચંદ્રન પણ શામેલ છે જેણે રાજીવ ગાંધીની હત્યાની કાવતરું રચ્યો હતો. 
 
રાજીવ ગાંધીની હત્યાના તમામ છ દોષિતો પર ચુકાદો સંભળાવતી વખતે, સર્વોચ્ચ અદાલતે અવલોકન કર્યું હતું કે જેલમાં બંધ દોષિતો એસ નલિની, જયકુમાર, આરપી રવિચંદ્રન, રોબર્ટ પિયાસ, સુતેન્દ્રરાજા અને શ્રીહરન સારા વર્તન માટે જેલમાંથી મુક્ત થયા છે.