સોમવાર, 25 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: નવી દિલ્હી , સોમવાર, 17 ડિસેમ્બર 2018 (13:13 IST)

1984 સિખ રમખાણ - શપથ પહેલા કમલનાથને CM પદ પરથી હટાવવાની માંગ

. અકાલી દળે 1984ના સિખ વિરોધી રમખાણ મામલે કોંગ્રેસ નેતા સજ્જ્ન કુમારને દોષી ઠેરવવાના દિલ્હી હાઈકોર્ટના નિર્ણયનુ સ્વાગત કર્યુ છે અને કમલનાથને મધ્યપ્રદેશના મુખ્યમંત્રી બનાવવા મામલે કોંગ્રેસના નિર્ણયને સિખ વિરોધી બતાવ્યો છે.  અકાલી દળ અના લોકસભા સભ્ય પ્રેમ સિંહ ચંદૂમાજરાએ સોમવારે હાઈકોર્ટના નિર્ણય પર પ્રતિક્રિયા અપતા કહ્યુ - કોંગ્રેસ સિખ સમાજને આ જવાબ આપે કે કમલનાથને કેવી રીતે મુખ્યમંત્રી બનાવી દીધા જ્યારે કે તેમના સાથી સિખ રમખાણ મામલે ઉમંરકેદની સજા સંભળાવવામાં આવી છે.  હુ સમજુ છુ કે જો કોંગ્રેસે તેમને મુખ્યમંત્રી પદ પરથી નહી હટાવ્યા તો તેમને સિખ સમાજનો ગુસ્સો વહોરવો પડશે. 
 
અકાલી દળે કર્યુ હાઈકોર્ટના નિર્ણયનુ સ્વાગત 
 
સંસદ ભવન પરિસરમાં ચંદૂમાજરાએ કહ્યુ કે તે અકાલીદળ તરફથી સજ્જનકુમાર પર હાઈકોર્ટના નિર્ણયનુ સ્વાગત કરે છે. જો કે આ નિર્ણય મોડા આવ્યા પણ સારો આવ્યો છે. તેમણે સિખ રમખાણ મામલે નિર્ણયમાં મોડુ કરવા બદલ કોંગ્રેસને જવાબદાર ઠેરવતા કહ્યુ કે ભલે કોંગેસે સત્તા શક્તિથી આ સત્યને દબાવી રાખ્યુ હોય પણ છેવટે જીત સત્યની જ થાય છે.  ચંદુમાજરાએ સિખ રમખાણ મામલે કોર્ટની પ્રક્રિયામાં તેજી લાવવાનો શ્રેય મોદી સરકારને આપતા કહ્યુ કે સરકાર દ્વારા ગઠિત વિશેષ તપાસદળની ભલામણ પર બંધ કરવામાં આવેલ કેટલાક મહત્વપૂર્ણ મામલાની સુનાવણી ફરીથી શરૂ થવાને કારણે આ મામલે રમખાણ પીડિતોને ન્યાય મળવો શક્ય થયો છે. 
 
સજ્જન કુમારને ઉમરકેદની સજા 
 
ઉલ્લેખનીય છે કે દિલ્હી હાઈકોર્ટે સોમવારે કોંગ્રેસ નેતા સજ્જન કુમારને 1984ના સિખ વિરોધી રમખાણ મામલે હત્યાનુ ષડયંત્ર રચવના દોષી ઠેરવતા ઉમંરકેદની સજા સંભળાવી. કોર્ટે કુમારને અપરાધિક ષડયંત્ર રચવા, શત્રુતા વધારવા, સાંપ્રદાયિક સદ્દભાવ વિરુદ્ધ કૃત્ય કરવા માટે દોષી ઠેરવ્યા.