બુધવાર, 13 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: શુક્રવાર, 30 નવેમ્બર 2018 (11:22 IST)

દેશભરના ખેડૂતોએ દિલ્હીના રામલીલા મેદાનમાં ડેરો જમાવ્યો, આજે સંસદ તરફ કૂચ કરશે

અખિલ ભારતીય ખેડૂત સંઘર્ષ સમન્વય સમિતિ (એઆઈકેએસસીસી)ના બેનર હેઠળ દિલ્હી પહોચેલા દેશભરના હજારો ખેડૂતોએ ગુરૂવારે ખેડૂત મુક્તિ માર્ચ કાઢ્યો. દિલ્હીની હાર દિષાઓથી કાઢવામાં આવેલ માર્ચની દિશા રામલીલા મેદાન રહી.  અહી આખી રાત રોકાયા પછી લગભગ 200 સંગઠનો સાથે જોડાયેલ ખેડૂત શુક્રવરે એટલે કે આજે સવારે સંસદ તરફ કૂચ કરશે.   બીજી બાજુ દિલ્હી પોલીસે ખેડૂતોને નવી દિલ્હીમાં પ્રવેશની અનુમતી આપી નથી. મોડી રાત સુધી ખેડૂત નેતાઓ સાથે વાતચીત ચાલી રહી હતી. 
 
આંદોલનમાં ભેગી થઇ રહેલી ભીડને જોતા દિલ્હી પોલીસે સુરક્ષાના કારણોસર કડક બંદોબસ્ત કર્યો છે. પોલીસે શુક્રવારે રામલીલા મેદાનથી સંસદ માર્ગ સુધી ખેડૂત માર્ચ માર્ગમાં સુરક્ષા અને ટ્રાફિક ના સર્જાય તેના માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. તમિલનાડૂથી આવેલા ખેડૂતોના એક સંગઠને તો ધમકી આપી છે કે જો અમને સંસદ સુધી માર્ચ કાઢવા દેવામાં આવી નહીં તો અમે નગ્ન થઇને માર્ચ કરીશું.
 
સમિતિના મહાસચિવ અવીક શાહા અને સ્વરાજ ઇન્ડિયાના સંયોજક યોગેન્દ્ર યાદવની આગેવાનીમાં દક્ષિણ પશ્ચિમી દિલ્હીના બિજવાસનથી સવારે શરૂ થયેલી ખેડૂત મુક્તિ યાત્રા લગભગ 25 કિલોમીટરની પદયાત્રા કરીને સાંજે રામલીલા મેદાન પહોંચશે.