શુક્રવાર, 22 નવેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી રાષ્ટ્રીય સમાચાર
Written By
Last Modified: સોમવાર, 10 એપ્રિલ 2023 (09:14 IST)

7th pay commission: DA વિશે આવ્યા મોટા સમાચાર, આ દિવસે મોંઘવારી ભથ્થું મળશે 50%

કેંદ્રીય કર્મચારીઓ માટે સારા સમાચાર આવી રહ્યા છે કેંદ્ર સરકાર મોંઘવારી ભથ્થામાં બંપર વધારો કરી રહી છે. જે પછી કર્મચારીઓને મળતા ડીએ 42 ટકાથી વધીને 50 ટકા થઈ જશે. દર મહિને કેન્દ્રીય કર્મચારીઓનો પગાર વધશે. 
 
લગભગ 9000 રૂપિયાનો સીધો વધારો થશે. સરકાર દ્વારા મોંઘવારી ભથ્થામાં વર્ષમાં બે વખત વધારો કરવામાં આવે છે. માત્ર માર્ચમાં સરકારે કર્મચારીઓના ડીએમાં 4 ટકાનો વધારો કર્યો છે. તમને જણાવી દઈએ કે સરકાર ક્યારે DA વધારવા જઈ રહી છે.

તમને જણાવી દઈએ કે સરકારે માર્ચ મહિનામાં કેન્દ્રીય કર્મચારીઓના ડીએમાં 4 ટકાનો વધારો કર્યો છે, ત્યારબાદ મોંઘવારી ભથ્થું વધીને 42 ટકા થઈ ગયું છે. આ વધારો જાન્યુઆરી 2023થી અમલમાં આવ્યો છે. હવે આગામી મોંઘવારી ભથ્થું જુલાઈ 2023થી જાહેર કરવામાં આવનાર છે. આગામી વધારો પણ 4 ટકા થવાની ધારણા છે.