બુધવાર, 13 નવેમ્બર 2024
  1. ગુજરાતી સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી રાષ્ટ્રીય સમાચાર
Written By
Last Modified: ગુરુવાર, 16 મે 2024 (16:07 IST)

ડાયાબિટીસ, ઈન્ફેક્શન, એલર્જી જેવી અનેક બીમારીઓની 41 દવાઓ સસ્તી થશે

Medicine: ડાયાબિટીસ, ઈન્ફેક્શન, એલર્જી જેવી અનેક બીમારીઓની 41 દવાઓ સસ્તી થશે, NPPAના નિર્ણયથી મળશે રાહત
 
ભારત સરકારે અમુક રોગોની સારવારમાં વપરાતી દવાઓના ભાવમાં રાહત આપવાનો નિર્ણય કર્યો છે. કેન્દ્ર સરકારે 41 દવાઓ અને 6 ફોર્મ્યુલેશનની કિંમતો નક્કી કરી છે.
 
41 દવાઓ અને 6 ફોર્મ્યુલેશનની કિંમતો નક્કી કરવામાં આવી છે.
આ પછી સુગર, પેઈન, હાર્ટ, લીવર, એન્ટાસીડ, ઈન્ફેક્શન, એલર્જી, મલ્ટીવિટામીન, એન્ટીબાયોટીક્સની કિંમતો નક્કી કરવામાં આવી છે, જેના કારણે 41 દવાઓ સસ્તી થશે અને તમારે આ દવાઓ માટે વધુ ખર્ચ કરવો પડશે નહીં.
 
NPPAની બેઠકમાં લેવાયો નિર્ણય
નેશનલ ફાર્માસ્યુટિકલ પ્રાઇસિંગ ઓથોરિટી ઓફ ઈન્ડિયા એટલે કે NPPAની 143મી બેઠકમાં આ નિર્ણય લેવાયા છે અને આ માટે ગેઝેટ નોટિફિકેશન જાહેર કર્યુ છે. NPPA એ એક સરકારી નિયમનકારી એજન્સી છે જે ભારતમાં ફાર્માસ્યુટિકલ દવાઓના ભાવને નિયંત્રિત કરે છે.
 
સામાન્ય રીતે, ચેપ અને એલર્જી સિવાય, આ મલ્ટીવિટામિન્સ અને એન્ટિબાયોટિક્સની કિંમતો ઉંચી હોય છે જેના કારણે સામાન્ય સારવારનો ખર્ચ પણ ઊંચો થઈ જાય છે. આથી સામાન્ય લોકોને આ 41 દવાઓ સસ્તી થવાથી રાહત મળશે.