૧૨૫ યુનિટ વીજળી મફત… બિહાર ચૂંટણી પહેલા સીએમ નીતિશ કુમારની મોટી જાહેરાત
બિહારમાં વિધાનસભા ચૂંટણી પહેલા સીએમ નીતિશ કુમારે એક મોટી જાહેરાત કરી છે. સીએમ નીતીશે ૧૨૫ યુનિટ વીજળી મફત આપવાની જાહેરાત કરી છે. આ નિર્ણય ૧ ઓગસ્ટ, ૨૦૨૫ થી અમલમાં આવશે. મુખ્યમંત્રીના આ નિર્ણયથી રાજ્યના ૧ કરોડ ૩૭ લાખ પરિવારોને લાભ મળશે.