નમસ્કાર મિત્રો... સમાચાર જરા હટકેમાં આપનુ સ્વાગત છે.. 15મી ઓગસ્ટ અને 71માં સ્વતંત્રતા દિવસના અવસર પર દેશભરમાં સરકારી સંસ્થાઓ અને અન્ય સ્થાનો પર તિરંગો લહેરાવવામાં આવ્યો. પણ મિત્રો અંબાલાના એક સરકારી શાળામાં કંઈક સ્પેશયલ જ રીતે તિરંગો લહેરાવવામાં આવ્યો.. જેને જાણીને તમે ચોંકી જશો.. કારણ કે અંબાલાના આ સરકારી શાળામાં કોઈ વ્યક્તિએ નહી પણ એક વાંદરાએ આ કામ પુરૂ કર્યુ.
જી હા મિત્રો.. આ વાત સત્ય છે કે અંબાલાના આ સરકારી શાળામાં પ્રિસિપલ કે કોઈ મુખ્ય અતિથિના સ્થાન પર એક વાંદરાએ ત્રિરંગો લહેરાવ્યો. આ દરમિયાન શાળાના મેદાનમાં બધા વિદ્યાર્થી અને શિક્ષક ઉભા જોતા જ રહી ગયા અને શાળાની અગાસી પર રાષ્ટ્રધ્વજના દંડા પર ઝૂલતા એક વાંદરાએ ત્રિરંગો લહેરાવી પણ દીધો.. આ દરમિયાન એ વાંદરા સાથે એક સાથી વાંદરો પણ ત્યા બેસેલો હતો. સોશિયલ મીડિયા પર આ વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. પણ એ કહેવુ મુશ્કેલ છે કે આ વીડિયો ક્યારનો છે... તો તમે પણ જુઓ આ વાંદરાનું કારસ્તાન... અમારી યુટયુબ ચેનલ પર .. અને હા આ વીડિયોને શેર કરવાનુ ભૂલશો નહી.. સાથે જ સબસ્ક્રાઈબ કરો અમારી યૂટ્યુબ ચેનલ જેથી તમને રોજ જોવા મળશે આવા જ અજબ ગજબના વાયરલ વીડિયો...