ગુરુવાર, 14 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. નરેન્દ્ર મોદી
Written By

નરેન્દ્ર મોદીના કેટલા છોકરા છે?

મોદીજીનો જીવન સંઘર્ષથી ભરેલુ હતુ. તેમના પરિવારની પરિસ્થિતિ સારી નહોતી. ગરીબીના એ જમાનામાં આપણા પ્રધાનમંત્રીએ ખૂબ સંઘર્ષ કર્યો હતો. તેમણે રેલવે સ્ટેશન પર ચા પણ વેચી હતી. મોદીજી પોતાના પિતાના આજ્ઞાકારી હતા તેથી તેમની મદદ કરવા માટે અને ઘરની પરિસ્થિતિને સુધારવા માટે તેઓ પોતાના પિતાજી સાથે ચા પણ વેચતા હતી.
 
શાળાકીય શિક્ષણ પછી તેઓ ઘરેથી હિમાલય ભાગી ગયા હતા અને ત્યા તેઓ સાધુ સાથે થોડા મહિના રહ્યા હતા.
જ્યારે તેમને પાસે બિલકુલ પૈસા બચ્યા નહી ત્યારે તેઓ બે મહિના પછી ઘરે આવ્યા.
ત્યારે જ તેમણે સંન્યાસી થવાનો વિચાર આવ્યો હતો.
modi
હિમાલયમાંથી પરત ફર્યા પછી નરેન્દ્રએ પોતાના ભાઈ સાથે રાજ્ય પરિવહન ઓફિસ પાસે ચા નો સ્ટોલ ચલાવવો શરૂ કર્યો. તેઓ પોતાના દેખાવને લઈને હંમેશા સચેત રહેતા. તેમને પ્રેસવાળા કપડા અને વાળ ઓળેલા રાખીને રહેવુ ગમતુ હતુ. તેઓ તેમની માતાના ખૂબ જ નિકટ છે. તેઓ કોઈપણ નિર્ણય લેતા પહેલા પોતાની માતાના આશીર્વાદ લેવાનુ ભૂલતા નથી. તેઓ શુદ્ધ શાકાહારી છે. મોદીએ કહે છે, માંની મમતા, માતાના આશીર્વાદથી જીવન જીવવાની જડીબુટ્ટી મળે છે.
 
13 વર્ષની ઉમરમાં નરેન્દ્ર મોદીની સગાઈ જશોદા બેન ચમનલાલની સાથે કરાઈ અને જ્યારે તેનો લગ્ન થયું તે માત્ર 17 વર્ષના હતા તેમના લગ્ન થયાં પણ એ બન્ને ક્યારે સાથે નહી રહ્યા. લગ્નના થોડા વર્ષ પછી નરેન્દ્ર મોદી ઘરનું ત્યાગ કર્યું.
 
નરેંદ્ર મોદીની પોતાના  કોઈ સંતાન કે છોકરા નથી. તેમણે દેશ પ્રત્યે પ્રેમ હોવાના કારણે તેમણે પોતાનો  પરિવાર છોડી દીધો હતો અને દેશ સેવામાં લાગી ગયા હતા. તે ભારતની જનતાને જ પોતાનો  પરિવાર માને છે.