બુધવાર, 18 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ સમાચાર
  3. ફિલ્મ સમીક્ષા
Written By
Last Modified: ગુરુવાર, 5 ડિસેમ્બર 2024 (11:43 IST)

Pushpa 2 Review: વર્ષની સૌથી જોરદાર એંટરટેનર ફિલ્મ, વાઈલ્ડ ફાયર નીકળ્યા અલ્લુ અર્જુન

Pushpa 2 Review: પહેલી એંટ્રી પર ઈતના બબાલ નહી કરતા જીતના દૂસરે એંટ્રી પર કરતા હૈ, આ પુષ્પા 2 નો જ ડાયલોગ છે અને આવી જ આ ફિલ્મ પણ છે. પુષ્પા ફ્લાવર નહી ફાયર થા. આ વખતે બોલ્યો મેં વાઈલ્ડ ફાયર હુ અને ખરેખર તે વાઈલ્ડ ફાયર નીકળ્યો.  પુષ્પા 2 માં એક વસ્તુ ઠુંસી ઠુંસીને ભરી છે અને એ છે એંટરટેનમેંટ, એંટરટેનમેંટ અને એંટરટેનમેંટ.  આ ફિલ્મને જોવા તમારા મગજને પુષ્પાની વાઈલ્ડ ફાયરમાં નાખી દો અને ગભર આશો નહી. પુષ્પા ભાઉ તમારા મગજને કશુ નહી થવા દે.  3 કલાક 20 મિનિટ પછી મગજ એકદમ  કડક થઈને નીકળશે.  તમારે લૉજિક નથી લગાવવાનુ, બસ એંટરટેન થવાનુ છે અને સિનેમા જો લોજિક લગાવવાની તક આપ્યા વગર તમને લગભગ સાઢા 3 કલાક એંટરટેન કરે તો એ કમાલનુ સિનેમા હોય છે અને આવુ સિનેમા તેથી પણ જરૂરી છે કે જેથી સિનેમા જીવંત રહે અને ફલતુ ફુલતુ રહે. 
 
 
સ્ટોરી - હવે પુષ્પા લાલ ચંદનનો મોટો સ્મગલર બની ચુક્યો છે અને તે સમગ્ર સિંડિકેટનો હેડ છે. પણ જેમ માણસ આગળ વધે છે તેમ તેના દુશ્મન પણ વધે છે.  આ જ જીંદગીમાં થાય છે અને આ જ ફિલ્મમાં, પુષ્પા પોતાની પત્નીની દરેક વાત માને છે. જ્યારે પત્ની કહે છે કે  CM ને મળવા  જાવ તો ફોટો પડાવી લેજો અને જ્યારે સીએમ એક સ્મગલર સાથે ફોટો નથી પડાવતો તો પુષ્પા  CM ને જ બદલવાની પ્લાનિંગ કરી નાખે છે. પુષ્પાને આ માટે 5000 કરોડનુ લાલ ચંદન વિદેશ સ્મગલ કરે છે, શુ થશે અને પુષ્પાનુ દુશ્મન પોલીસવાળા ભંવર સિંહ શેખાવત શુ કરશે. થિયેટરમાં જઈને જુઓ મજા આવશે. 
 
કેવી છે ફિલ્મ 
આ સંપૂર્ણ રીતે mass એંટરટેનર છે. દરેક ફ્રેમ એંટરટેનિંગ છે. લોજિક વિશે તમે વિચારતા નથી જે પુષ્પા કરે છે તેના પર તમને વિશ્વાસ થઈ જાય છે. એક પછી એક કમાલના સીન આવે છે. અનેક વાર સીટી તાળીઓ વાળા સીન આવે છે. પુષ્પાનો સ્વૈગ ગઝબનો છે. પુષ્પા sorry બોલી દે છે પણ પુષ્પા ઝુકતા નહી..  અને પછી જે થય છે તેને બબાલ કહે છે.  આ એવી ફિલ્મ છે જેને જોવા માટે લોકો થિયેટર જોવા જવા મજબૂર થઈ જશે.  ફિલ્મની લંબાઈ ખૂંચતી નથી પણ લાગે છે કે વધુ કશુ પણ હોત તો મજા આવત.  આ સિનેમા હોલમાં જોવામા આવનારો એક્સપીરિયંસ છે. જઈને  જુઓ કારણ કે આવી ફિલ્મોથી જ સિનેમા જીવંત છે. ફિલ્મમાં mass અને class બંને હશે અને ફિલ્મ ચાલશે અને આ mass છે. 
 
અભિનય 
અલ્લુ અર્જુનનુ કામ બબાલ છે. તે તમને વિશ્વાસ અપાવી દે છે કે જે કરી રહ્યો છે તે થઈ શકે છે અને પુષ્પા કરી શકે છે. તેનો સ્વૈગ કમાલનો છે. તે દરેક ફ્રેમમાં છવાયેલા છે. 5 વર્ષની તેમની મહેનત સ્પષ્ટ દેખાય છે. અલ્લુ અર્જુને હીરોગીરી અને હીરોપંતીના મતલબ બદલી નાખ્યા છે.  તેમણે હવે લાઈન મોટી કરી નાખી છે.  તેનુ કામ ખૂબ જ જોરદાર છે અને હવે કોઈ હીરોએ તેમનો સ્વેગ મેચ કરવા માટે કશુ ખૂબ મોટો જ કરવુ પડશે.  રશ્મિકા મંદાનાનુ કામ પણ કમાલનુ છે. અલ્લુ અર્જુન જેવા હીરો સામે હીરોઈનને કરવા માટે કશુ હોતુ નથી પણ રશ્મિકાએ પોતાની છાપ છોડી છે.  ફહાદ ફાસિલે પણ જોરદાર કામ કર્યુ છે. હીરોની હીરોગીરી ત્યારે જ બહાર નીકળે છે જ્યારે વિલેન જોરદાર હોય અને અહી પોલીસવાળાના પાત્રમા ફહાદે પોતાનો જીવ નાખ્યો છે.  જગદીશ પ્રતાપ ભંડારીનુ કામ સારુ છે. જગતપ બાબૂએ પણ સારુ કામ કર્યુ છે. સૌરભ સચદેવાએ પણ કમાલનુ કામ કર્યુ છે.  
 
ડાયરેક્શન અને રાઈટિંગ 
સુકુમારની રાઈટિંગ અને ડાયરેક્શન બંને શાનદાર છે. તેમણે કે જ ચેજ પર ફોકસ કર્યો. સ્વેગ અને એંટરટેનમેંટ અને તે તેમા સફળ રહ્યા. તેઓ જે બનાવવા માંગતા હતા તેમાથી તેમણે ધ્યાન બિલકુલ ભટકાવ્યુ નથી. આ જ તેમની સફળતા છે. એક પછી એક કમાલના સીન નાખ્યા જેથી એક સીન જોઈને દર્શકો હેરન થાય અને શ્વાસ લે એ પહેલા જ બીજો કમાલનો સીન આવી જાય. 
 
મ્યુઝિક 
બસ આ જ ફિલ્મની કમજોર કડી છે. ગીતો ખૂબ બકવાસ છે. સામીને છોડીને કોઈપણ ગીત સહન થતુ નથી. બેકગ્રાઉંડ સ્કોર સારો છે. 
 
ટૂંકમાં આ ફિલ્મ જુઓ અને વર્ષને ધમાકેદાર રીતે અલવિદા કહો.. મજા આવશે.