ગુરુવાર, 14 નવેમ્બર 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. ફિલ્મ સમીક્ષા
Written By
Last Modified: શુક્રવાર, 26 જુલાઈ 2019 (18:29 IST)

Judgementall Hai Kya Movie Review: ફિલ્મ જોવા જતા પહેલ એકવાર રિવ્યુ જરૂર વાચો

કલાકાર - કંગના રાણાવત, રાજકુમાર રાવ, હસૈન દલાલ, અમાયરા દ્સ્તૂર, જિમી શેરગિલ, સતીશ કૌશિક વગેરે 
લેખક -  કનિકા ઢિલ્લો 
નિર્દેશક -પ્રકાશ કોવેલામુદી 
નિર્માતા - એકતા કપૂર, શોભા કપૂર અને શૈલેશ આર સિંહ 
રેટિંગ 2.5/5 
 
ફિલ્મની નિર્માતા એકતા કપૂર જાણીતા અભિનેતા જીતેન્દ્દ્રની પુત્રી છે. નિર્દેશક પ્રકાશ કોવેલામુદી જાણીતા નિર્દેશક કે રાઘવેન્દ્ર રાવના પુત્ર છે. અને ફિલ્મના મુખ્ય કલાકાર કંગના રાનાવત હિન્દી સિનેમામાં વંશવાદનો સૌથી મુખર વિરોધી સ્વર છે. જોએ ક કંગનાની અસલી ઓળખ દેશમાં પ્રયોગાત્મક સિનેમાના સૌથી મોટા કલાકારના રૂપમાં થવી જોઈએ.  તે આયુષ્યમાન ખુરાનાની લીગની અભિનેત્રી છે અને પોતાની દરેક ફિલ્મમાં કંઈક અલગ કરવાની કોશિશ તે પૂરી મહેનતથી કરે છે.  રાજકુમાર રાવની સાથે મળીને આ વખતે તેણે એક સાઈકો થ્રિલર બનાવવાની કોશિશ કરી છે. ફિલ્મ સાથે પરેશાની એ છે કે આ હિન્દી સિનેમાના પરંપરાગત દર્શકોની સમજથી વધુ બૌદ્ધિક છે.
 
એક દુર્ઘટનામાં માર્યા ગયેલા માતા પિતાના મોત માટે ખુદને જવાબદાર સમજી બેસેલી બોબી મોટી થઈને ડબિંગ આર્ટિસ્ટ બને છે.  સાઉથની ફિલ્મોનુ ડબિંગ કરતી વખતે તે ખુદને પણ એ જ માનવા માંડે છે જે પાત્રનુ તે ડબિંગ કરી રહી હોય છે.  હિન્દુ ફિલ્મોમાં અભિનેત્રી બનવાની તેની ચાહત છે અને આ ચાહતને તે પુર્ણ કરે છે આ પાત્રોનુ રૂપ ઘરીને. વારસામાં મળેલ તેના બંગલામાં એક ભાડુઆત પોતાની પત્ની સાથે આવે છે. બોબીને તેના ઈરાદા પર શક છે. એક વધુ મોત થાય છે. પછી સ્ટોરી બે વર્ષના બ્રેક પછી લંડન પહોંચી જાય છે.  ત્યા બોબીને આ પાત્ર પોતાની દૂરની બહેનના પતિના રૂપમાં મળે છે. 
 
લંડન સ્કુલ ઓફ ઈકોનોમિક્સમાંથી અભ્યાસ કરનારી કનિકા ઢિલ્લો ફિલ્મ જજમેંટલ હૈ ક્યા ની પટકથાની લેખક છે. શાહરૂખ ખાનની રો વનથી લઈને અભિષેક બચ્ચનની મનમર્જીયા સુધી કનિકાની કલમમાંથી હ ંમેશા એવા પાત્ર નીકળ્ય છે જે સામાન્ય રૂપે હિન્દી સિનેમાંમાં જોવા મળતા નથી. નવા પાત્ર બનાવતી વખતે હિન્દી દર્શકોની ભાવનાઓ સાથે તેમનુ જોડાણ ન થઈ શકવાની પરેશાની કનિકાની બીજી પટકથાઓ જેવી રહે છે  એવી જ અહી પણ છે. 
 
અભિનેત્રીના માપદંડ પર બેશક કંગના રાણાવત ખુદને કે નવી ઉંચાઈ પર લઈ જવાનો પ્રયત્ન પોતાની દરેક ફિલ્મમાં કરે છે. એક બેલોસ બિંદાસ અને બહાદુર અભિનેત્રી બનવાનુ તેમનુ સપનુ છે. પણ રીલ અને રીયલ લાઈફમાં ફરક ન કરી શકવો તેમના વ્યક્તિત્વ પર દરેક વખતે અસર નાખે છે. જજમેંટરલ હૈ ક્યા ની  બોબી દંડને બદલે માનસિક ચિકિત્સાલયમાં જવાને મહત્વ આપે છે.  દવાઓની ગોળીઓ રમે છે પણ તેનુ મગજ ચાચા ચૌધરી કરતા પણ વધુ તેજ ચાલે છે.  અને આ પાત્રને કંગનાએ ખૂબ જ યોગ્ય રીતે ભજવ્યુ છે. 
 
 
રાજકુમાર રાવને પણ કેશવ અને શ્રવણની વચ્ચે ઝૂલતુ સારુ પાત્ર મળ્યુ છે. કાચમાં દેખાનારા પ્રતિબિંબના સહારે રાવણનુ બિંબ બનાવનારા સીનમાં તેમનો અભિનય ચરમ પર દેખાય છે.  ફિલ્મ કંગના માટે  બની છે તેથી રાજકુમાર રાવના પાત્રન જેટ્લો વિસ્તાર મળવો જોઈતો હતો એટલો ફિલ્મમા છે નહી.  હુસૈન દલાલને પ્રભાવિત કરવાનુ કામ કર્યુ છે અને અમાયરા દસ્તૂર સતીશ કૌશિક અને બ્રજેશ કલા પણ પોત પોતાના નાના પાત્રમાં પોતાની છાપ છોડવામાં સફળ રહ્યા છે. 
 
સાઈકો થ્રિલરના રૂપમા બનેલી જજમેંટર હૈ ક્યા માં સંગીતને કોઈ ખાસ સ્કોપ નથી અને જે પણ સંગીત ફિલ્મની સ્ટોરી દરમિયાન સંભળાય છે તે પોતાની છાપ છોડી નથી શક્યુ. ફિલ્મની ફોટોગ્રાફી સામાન્ય છે અને સંપાદન ચુસ્ત હોતુ તો ફિલ્મની બે કલાકની લંબાઈ થોડી વધુ ઘટાડી શકાતી હતી.