રવિવાર, 10 નવેમ્બર 2024
  1. ધર્મ
  2. તહેવારો
  3. નાતાલ (મેરી ક્રિસમસ)
Written By
Last Modified: શનિવાર, 25 ડિસેમ્બર 2021 (08:21 IST)

બાઈબલના આ પવિત્ર ઉપદેશનુ પાલન કરશો તો હંમેશા ખુશ રહેશો

જે કોઈ દાન આપે તે સિધાઈથી સાત દાન આપે.
જે કોઈ દયા કરે તે હશી-ખુશીની સાથે દયા કરે.
પ્રેમમાં કોઈ કષ્ટ ન થવું જોઈએ.
બુરાઈથી ધૃણા કરવી જોઈએ.
એકબીજાની સાથે ભાઈચારાનો પ્રેમ કરવો જોઈએ.
એકબીજાનો આદર કરવામાં હોડ કરવી જોઈએ.
પ્રયત્ન કરવામાં આળસ ન કરવી જોઈએ.
આશામાં પ્રસન્ન રહો. દુ:ખમાં સ્થિર રહો.
સજ્જનોની સહાયતા કરો. અતિથિયોની સેવા કરો.
હેરાન કરનારને આશીર્વાદ આપો.
હસનારની સાથે હસો અને રડનારાઓની સાથે રડો.
ખરાબને બદલે ખરાબ ન કરો.
સારા કામ કરો અને બધાની સાથે મેળ રાખો.
કોઈથી પણ બદલો ન લેશો.
તમારો શત્રુ ભુખ્યો હોય તો તેને જમાડો.
તરસ્યો હોય તો પાણી પીવડાવો.
બુરાઈને પોતાની પર હાવી ન થવા દો.
ભલાઈથી બુરાઈને જીતો.