બુધવાર, 13 નવેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. વિધાનસભા ચૂંટણી 2023
  3. મધ્યપ્રદેશ વિધાનસભા ચૂંટણી 2023
Written By
Last Modified: રવિવાર, 3 ડિસેમ્બર 2023 (10:43 IST)

Assembly Election Results 2023: મઘ્યપ્રદેશની એ 10 VVIP સીટો, જેના પર છે સૌની નજર

Madhya Pradesh Election Result
Hot Seat of Madhya Pradesh Assembly - મઘ્યપ્રદેશ વિધાનસભા ચૂંટણીના પરિણામો આવી રહ્યા છે. આ વખતે મઘ્યપ્રદેશમાં મુખ્ય દળ બીજ્પી અને કોંગ્રેસ વચ્ચે કાંટાની ટક્કર જોવા મળી રહી છે. આખા દેશની નજર વિશેષરૂપે મઘ્યપ્રદેશના ચૂંટણી પરિણામો પર છે. આવો જાણીએ  મઘ્યપ્રદેશની એ 10 VVIP સીટો જેની હાર-જીત પર ટકી છે આખા દેશની નજર. જાણો મઘ્યપ્રદેશની હોટ સીટ વિશે 
 
ઈન્દોર -1  વિધાનસભા સીટ પરથી આ વખતે દિગ્ગજ નેતા કૈલાશ વિજયવર્ગીય ચૂંટણી લડી રહ્યા છે. કૈલાશ વિજયવર્ગીય છ વાર ધારાસભ્ય રહી ચુક્યા છે અને તે 10 વર્ષ પછી ચૂંટણી લડી રહ્યા છે. તેમના વિરુદ્ધ કોંગ્રેસના સંજય શુક્લા છે. 
 
બુઘની - મઘ્યપ્રદેશના ચાર વખતના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ બુઘનીથી ચૂંટણી મેદાનમાં છે. 2018 વિધાનસભા ચૂંટણ્જીમાં શિવરાજ સિંહ ચૌહાણ વિરુદ્ધ પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ અને પૂર્વ મુખ્યમંત્રી સુભાષ યાદવના પુત્ર અરુણ યાદવે તાલ ઠોકી હતી. શિવરાજ સિંહ ચૌહાણે અરુણ યાદવને લગભગ 58000 વોટોથી હરાવ્યુ હતુ. 2023માં શુ કોગ્રેસ શિવરાજના ગઢમાં સેંઘ લગાવી શકશે કહેવુ મુશ્કેલ છે. આ વખતે પણ કોંગ્રેસના અરુણ યાદવ મેદાનમાં છે. 
 
છિંદવાડા - મઘ્યપ્રદેશની છિંદવાડા વિધાનસભા સીટ પર થી કોંગ્રેસના નેતા કમલનાથ મેદાનમાં છે. છિંદવાડા મપ્રના કોગ્રેસના સીએમ પદના દાવેદાર કમલનાથનો ગઢ છે. અગાઉની ચૂંટણીમાં પણ જીલ્લાની બધી સાત સીટો પર કોંગ્રેસનો કબજો રહ્યો હતો. આ વખતે જ્યારે કમલનાથ પોતે ચૂંટણી લડી રહી છે. તો રાજનૈતિક વિશ્લેષક આ ચૂંટણીને જુદા નજરિયાથી જોઈ રહ્યા છે. 2018માં અહીથી દીપક સક્સેનાએ જીત મેળવી હતી. તેના મુકાબલામાં ભાજપાના ઉમેદવાર ચૌધરી ચંદ્રભાન સિંહને હારનો સામનો કરવો પડ્યો હતો. કોંગ્રેસ ઉમેદવારને 2018ના ચૂંટણીમાં એક લાખથી વધુ વોટ મળ્યા હતા. બીજી બાજુ ભાજપા 89 હજાર વોટ સાથે બીજા સ્થાન પર રહી હતી. કમલનાથને ભાજપાના વિવેક બંટી સાહુ  ટક્કર આપી રહ્યા છે. 
 
નરસિહપુર - ભાજપે નરસિંહપુર બેઠક પરથી કેન્દ્રીય મંત્રી પ્રહલાદસિંહ પટેલને મેદાનમાં ઉતાર્યા છે. તેઓ પાર્ટીનો મોટો OBC ચહેરો છે. આ બેઠક પર પટેલ પરિવારનું વર્ચસ્વ છે, પરંતુ તેઓ અહીંથી પહેલીવાર ચૂંટણી લડી રહ્યા છે. 2018 માં, તેમના ભાઈ જાલમસિંહ પટેલ લગભગ 37,000 મતોથી જીતીને ધારાસભ્ય બન્યા હતા. આ ચૂંટણીમાં તેમનો મુખ્ય મુકાબલો કમલનાથના નજીકના ગણાતા કોંગ્રેસના લખનસિંહ પટેલ સાથે છે.
 
દિમાની - આ VVIP બેઠકોમાંથી એક મોરેના જિલ્લાની દિમાની બેઠક છે. આ વખતે ભાજપે કેન્દ્રીય મંત્રી નરેન્દ્ર સિંહ તોમરને મેદાનમાં ઉતારીને હરીફાઈને હાઈપ્રોફાઈલ બનાવી છે. તેમની સ્પર્ધા કોંગ્રેસના વર્તમાન ધારાસભ્ય રવિન્દ્ર તોમર સાથે હતી. પરંતુ ચૂંટણીમાં વળાંક આવ્યો જ્યારે પૂર્વ ધારાસભ્ય બલવીર દાંડોટિયાને બસપા તરફથી ટિકિટ મળી. હવે દિમાણીમાં હરીફાઈ ત્રિકોણીય છે. જ્યોતિરાદિત્ય સિંધિયા 2020 માં કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયા પછી, દિમાણીના કોંગ્રેસના ધારાસભ્ય ગિરરાજ દાંડોતિયા પણ ભાજપમાં જોડાયા. 
 
નિવાસ - નિવાસ વિધાનસભા બેઠક આદિવાસીઓ માટે અનામત છે. ભાજપે અહીંથી કેન્દ્રીય મંત્રી ફગ્ગન સિંહ કુલસ્તેને પોતાના ઉમેદવાર બનાવ્યા છે. 2018ની વિધાનસભા ચૂંટણીમાં આ બેઠક પર ભાજપને હારનો સામનો કરવો પડ્યો હતો. વર્ષ 2018માં નિવાસ વિધાનસભા સીટ માટે ભાજપના ઉમેદવાર ફગ્ગન સિંહ કુલસ્તેના ભાઈ રામપ્યારે કુલસ્તે હતા. તેઓ કોંગ્રેસના ઉમેદવાર સામે 30,000 મતોથી હાર્યા હતા. ફગ્ગન સિંહ કુલસ્તે કોંગ્રેસના ચૈન સિંહ વરકડે સામે છે.
 
લહર - લહાર વિધાનસભા સીટ કોંગ્રેસનો ગઢ માનવામાં આવે છે. ડૉ.ગોવિંદ સિંહ અહીં સાત વખત કોંગ્રેસના ધારાસભ્ય તરીકે સેવા આપી રહ્યા છે. ભાજપે લહર વિધાનસભા ક્ષેત્રમાં ઘણા પ્રયોગો કર્યા છે પરંતુ અત્યાર સુધી તે નિષ્ફળ સાબિત થયા છે. રાજ્યમાં 18 વર્ષથી ભાજપની સરકાર છે. પરંતુ લહર જીતનો સ્વાદ ચાખવામાં સફળ રહ્યો નથી. 1990 થી આજ સુધી લહરમાં ડૉ.ગોવિંદ સિંહ ધારાસભ્ય બની રહ્યા છે. ડો.ગોવિંદ સિંહનો મુકાબલો ભાજપના અમરીશ શર્મા છે.
 
રાઘોગઢ - વિધાનસભા સીટ મધ્ય પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને દિગ્ગજ નેતા દિગ્વિજય સિંહના પરિવારનો ગઢ છે. દિગ્વિજય સિંહ 1977માં પહેલીવાર આ બેઠક પરથી ધારાસભ્ય બન્યા હતા. 2018 માં, દિગ્વિજય સિંહના પુત્ર જયવર્ધન સિંહ લગભગ 46,000 મતોથી જીત્યા હતા. આ વખતે ભાજપ જયવર્ધનને ટક્કર આપવાનો પ્રયાસ કરી રહી છે. તેઓ ભાજપના હિરેન્દ્ર સિંહ બંટી સામે ચૂંટણી લડી રહ્યા છે.
 
રાઉ - ઈન્દોરની રાઉ સીટ પર 2018માં જે બંને મુખ્ય પક્ષો વચ્ચે ટક્કર થઈ હતી તે જ ઉમેદવારો સામસામે છે. કોંગ્રેસે પોતાના વર્તમાન ધારાસભ્ય જીતુ પટવારીને રૌ બેઠક પરથી ચોથી વખત મેદાનમાં ઉતાર્યા છે. જ્યારે બીજેપી તેના નેતા મધુ વર્માને બીજી વખત મેદાનમાં ઉતારી રહી છે. 
 
દતિયા - ફરી એકવાર ભાજપના દિગ્ગજ નેતા ડો. નરોત્તમ મિશ્રા કોંગ્રેસ તરફથી દતિયા વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે. 2018ની ચૂંટણીમાં ભાજપના ઉમેદવારને અહીં આસાન જીત મળી ન હતી. આવી સ્થિતિમાં આ વખતની ચૂંટણીના પરિણામો રસપ્રદ બન્યા છે. 2018 માં, નરોત્તમ મિશ્રા દતિયા વિધાનસભા બેઠક પરથી માત્ર 2600 થી વધુ મતોના માર્જિનથી જીત્યા હતા. તેમને કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર ભારતી રાજેન્દ્ર તરફથી સખત પડકારનો સામનો કરવો પડ્યો હતો. આ વખતે પણ નરોત્તમ મિશ્રાનો સામનો ભારતી રાજેન્દ્ર સામે છે.