ભૌતિકતાવાદના આ યુગમાં પ્રેમનો અર્થ ઝડપથી બદલાઈ રહ્યો છે, અને કેમ ન બદલાય ? આ નાસભાગની દુનિયામાં જીંદગી જીવવાની દ્રષ્ટિ જ બદલઈ ગઈ છે. તેથી પ્રેમનુ સમીકરણ પણ બદલાઈ ગયુ છે અને માણસો પણ બદલાઈ ગયા છે. સાચા પ્રેમનો કોઈ મતલબ નથી, તેણે તો બસ ફક્ત સુખ સુવિધાથી જ મતલબ રહી ગયો છે. તમે તમારા કહેવાતા સાથીને જેટલી સુખ સગવડો આપશો તમારા પ્રેમનો ગ્રાફ તેટલો જ ઉપર જશે. ટૂંકમાં એવુ કહી શકાય કે પ્રેમ આજે ફક્ત લેવડ દેવડની વસ્તુ જ રહી ગયો છે. આમાં સોદાઓ થવા માંડ્યા છે. પ્રેમમાં શરતોનુ આગમન થઈ ગયુ છે, અને આ સાચા પ્રેમમાં સૌથી મોટી બાધા છે.