રવિવાર, 24 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. લોકપ્રિય
Written By
Last Updated : બુધવાર, 31 જુલાઈ 2019 (17:39 IST)

Webviral -શું ગંદગીના વચ્ચે ભણી રહ્યા બાળકોની આ ફોટા ગુજરાતના સરકારી શાળાની છે

શું ગંદગીના વચ્ચે ભણી રહ્યા બાળકોની આ ફોટા ગુજરાતના સરકારી શાળાની છે 
સોશિયલ મીડિયા પર પાછલા ઘણા દિવસોથી કેટલાક બાળકોની ફોટા વાયરલ થઈ રહી છે. જેમાં તે ગંદગીની વચ્ચે બોરી પર બેસીને અભ્યાસ કરતા જોવાઈ રહ્યા છે. દાવો કરાઈ રહ્યું છે કે આ ફોટા ગુજરાતમા સરકારી શાળાઓ છે. દાવો આ પણ છે કે સરકાર 4000 કરોડ, કુંભ સ્નાન પર 4000 કરોડ, શું આ રીતે બનશે ભારત વિશ્વગુરૂ?? 
શું છે સત્ય 
ફોટાની તપાસ માટે અમે તેને ગૂગલ રિવર્સ ઈમેચ સર્ચની મદદથી શોધ્યુ તો અમે વાયરલ ફોટામાં મળતી એક ફોટા Hindustan Times ના એક લેખમાં મળી. આ ફોટા બીજા એંગલથી પણ પાડી છે. બન્ને ફોટામાં ભૂરા પીળા ધારી વાળા ટૉપ પહેરી બાળકીને જોઈ શકાય છે. 
 
આ લેખ મુજબ, આ ફોટા મધ્યપ્રદેશના સાગર જિલ્લાના પરસોરિયા ગામના પ્રાઈમેરી શાળાની છે. અહીં શાળાની બિલ્ડીંગમાં વિજળી નથી, તેથી બાળક આ રીતે અભ્યાસ કરવા લાચાર છે. આ લેખ જાન્યુઆરી 2019માં પ્રકાશિત કરાયું હતું. તે સમયે રાજ્યમાં કાંગ્રેસ સત્તામાં આવી ગઈ હતી. 
વાયરલ પોસ્ટમાં કુંભમાં 4000 કરોડ રૂપિયા ખર્ચ કરવાના દાવો પણ કરાયું છે. આ દાવાની તપાસ કરતા અમે ઘણા મીડિયા રિપોર્ટસ મળી. તેનાથી ખબર પડી કે યોગી સરકારએ આ વખતે ઈલાહબાદના કુંભમાં 4200  કરોડ રૂપિયા ખર્ચ કર્યા. જે અત્યાર સુધીના ઈતિહાસમાં સૌથી વધારે છે. 
 
વાયરલ પોસ્ટમાં ત્રીજો દાવો આ કરાયું છે કે સરકાર આખા દેશના એજુકેશન માટે 400 કરોડ રૂપિયાનો બજેટ બનાવ્યું છે. તપાસમાં ખબર પડી કે સરકારએ 2019-20ના બજેટમાં 400 કરોડ રૂપિયા તો માત્ર વર્લ્ડ ક્લાસ એજુકેશન ઈંસ્ટીટ્યૂટ બનાવવા માટે આવંટિત કર્યા છે. 2019-20માં શિક્ષા પર સરકારનો કુળ બજેટ 94,854 કરોડ રૂપિયા છે. 
 
વેબદુનિયાની તપાસમાં મળ્યુ કે બાળકોની વાયરલ ફોટાની સાથે કરેલ દાવો ફેક છે.