મંગળવાર, 26 નવેમ્બર 2024
  1. ગુજરાત સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. ટ્રેંડિંગ ટોપિક
Written By
Last Updated : સોમવાર, 12 ઑગસ્ટ 2024 (14:21 IST)

Kolkata Doctor Murder: રેપ-મર્ડર પછી ઘરમાં શાંતિથી ઉઘી ગયો હતો સંજય, બધા પુરાવાનો કર્યો નાશ પણ એક નિશાન પડ્યુ ભારે

Kolkata Doctor Rape
કલકત્તાના સરકારી દવાખાનામાં લેડી ડોક્ટર સાથે રેપ અને મર્ડર કેસમાં પકડાયેલો આરોપી સંજય રોયે અનેક ચોકાવનારા ખુલાસ કર્યા છે. પોલીસને હવે જે માહિતી આપી છે તેનાથી એવુ લાગે છે કે આ ખરેખર એક હેવાનિયત હતી. તેમણે જણાવ્યુ કે મહિલા ડોક્ટરને હવસનો શિકાર બનાવી અને તેનો જીવ લીધા પછી રોય ઘરે ગયો અને શાંતિથી સૂઈ ગયો. પછી સવારે જ્યારે તેની આંખો ખુલી તો તેને સૌ પહેલા પોતાના કપડા ધોયા. 
 
જો કે કહેવાય છે નેકે આરોપીની એક ભૂલ તેના પર ભારે પડી જાય છે અને સંજય રોયના મામલે પણ આ સત્ય સાબિત થયુ. તેને લોહીના બધા દાગ મટાવી નાખ્યા પણ એક સ્થાન તેનાથી રહી ગયુ અને એ જ તેનો કાળ બની ગઈ. પોલીસને તેના જૂતા પર લોહીના નિશાન મળ્યા છે.  જેણે તેમને પુરાવાના રૂપમા સાચવી લીધા છે. 
 
સંજય એક સિવિક વોલેંટિયર છે જેને સ્થાનીલ બોલીમાં લોકો સિવિલ પોલીસ પણ કહે છે. પોલીસે શનિવારે સાંજે તેની ધરપકડ કરી લીધી.  તેની ધરપકદ એક બ્લૂટૂથ ઈયરફોન પણ મોટો પુરાવો બની જે તેના ફોન દ્વારા તરત જ કનેક્ટ થઈ ગયો હતો. પોલીસના મુજબ તેના ફોન પર થી અનેક અશ્લીલ વીડિયો પણ મળ્યા. 
 
 કોલકાતાના પોલીસ કમિશનર વિનીત ગોયલે કહ્યું, 'ગુના કર્યા પછી આરોપી ઘરે ગયો અને શુક્રવારે સવારે મોડે સુધી સૂતો રહ્યો. જાગ્યા પછી, તેણે પુરાવાનો નાશ કરવા માટે ગુના દરમિયાન પહેરેલા કપડા ધોયા. તલાશી દરમિયાન તેના પગરખાં મળી આવ્યા હતા, જેના પર લોહીના ડાઘા હતા, જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું આ ગુનામાં અન્ય કોઈ સામેલ છે, કારણ કે કેટલાક લોકો આરોપ લગાવી રહ્યા છે, તો તેણે કહ્યું, 'હજી સુધી આના કોઈ પુરાવા નથી.'

ગોયલે કહ્યું કે પોલીસ અંતિમ પોસ્ટમોર્ટમ રિપોર્ટની રાહ જોઈ રહી છે કારણ કે તેઓ તેને તેમની તપાસના તારણો સાથે જોડવા માંગે છે. ગોયલે કહ્યું કે પોલીસ કોઈને છુપાવવાનો પ્રયાસ કરી રહી નથી અને તપાસ પારદર્શક છે. તેમણે કહ્યું કે તેઓ ટૂંક સમયમાં એક ટોલ ફ્રી નંબર શરૂ કરશે જેના પર લોકો સૂચનો અથવા ફરિયાદ નોંધાવી શકશે જો કે, વિરોધ કરી રહેલા જુનિયર ડોકટરોએ જણાવ્યું હતું કે જ્યાં સુધી તેઓ સંપૂર્ણ સંતુષ્ટ ન થાય અને સલામતી સંબંધિત તેમની માંગણીઓ સંબોધવામાં ન આવે ત્યાં સુધી તેઓ તેમનો વિરોધ ચાલુ રાખશે. ગોયલ સાથેની બેઠક બાદ એક જુનિયર ડોક્ટરે કહ્યું કે તમામ ઈમરજન્સી અને નોન ઈમરજન્સી સેવાઓમાં કામ બંધ રહેશે.