શુક્રવાર, 15 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. લોકપ્રિય
Written By
Last Modified: શનિવાર, 20 જુલાઈ 2019 (17:27 IST)

પંજાબની પુત્રી, યુપીની વહુ અને દિલ્હીની દમદાર નેતા, આવી હતી શીલા દીક્ષિત, જાણો તેમના વિશે

દિલ્હીમાં 15 વર્ષ સુધી મુખ્યમંત્રી રહી ચુકેલી શીલા દીક્ષિત યુપીની વહુ હોવાની સાથે સાથે પંજાબની પુત્રી પણ રહી છે. શીલા દીક્ષિતનો જન્મ પંજાબના કપુરથલામાં 31 માર્ચ 1938ના રોજ થયો. બ્રાહ્મણ સમુહ સાથે સંબંધ ધરાવતી હતી. પણ તેમણે અભ્યાસથી લઈને રાજનીતિની જમીન દિલ્હીમાં બનાવી. દિલ્હીની કૉન્વેંટ ઓફ જીસસ એંડ મેરી શાળામાંથી દિલ્હી યુનિવસિટીના મિરાંડા હાઉસ કોલેજ સુધીની યાત્રા નક્કી કરનારી શીલાએ દિલ્હીમાં સીએમનો સૌથી મોટો દાવ રમ્યો.  જો કે પોતાની અંતિમ વિધાનસભા ચૂંટણીમાં તેમને હારનો સામનો કરવો પડ્યો. 
 
શીલાને કોલેજના સમયમાં વિનોદ દીક્ષિત સાથે પ્રેમ થયો અને જે લગ્નમાં પરિણમ્યો.  વિનોદ દીક્ષિત આઈએએસ ઓફિસર રહ્યા. શીલાના પુત્ર સંદીપ દીક્ષિત માટે પરિચયની જરૂર નથી. તેઓ કોંગ્રેસના સાંસદ રહી ચુક્યા છે. શીલા દીક્ષિતનુ સાસરું યુપીમાં છે અને તેને ધ્યાનમાં રાખતા જ કોંગ્રેસે તેમને પોતાના સીએમ કેંડીડેટ બનાવ્યા.  શીલાના સાસરિયાના સંબંધમાં યુપીમા મોટા કોંગ્રેસી નેતા ઉમાશંકર દીક્ષિતના પરિવારથી છે.  ઉમાશંકર દીક્ષિત કેન્દ્રીય મંત્રી સાથે રાજ્યપાલ પણ રહી ચુક્યા છે. 
 
રાજનીતિમાં આવતા પહેલા અનેક સંગઠનો સાથે જોડાયેલ શીલા દીક્ષિતે કામકાજી સ્ત્રીઓ માટે દિલ્હીમાં બે હોસ્ટલ બનાવ્યા. શીલ દીક્ષિતે પહેલીવાર 1984માં ઉત્તરપ્રદેશની કન્નૌજ લોકસભા સીટ પરથી ચૂંટણી લડી. અહી તેમણે સમાજવાદી પાર્ટીના છોટે સિંહ યાદવને હરાવ્યા હતા.  1984થી 1989 સુધી સાંસદ રહેવા દરમિયાન તેઓ યૂનાઈટેડ નેશંસ કમીશન ઓન સ્ટેટસ ઓફ વીમેનમાં ભારતની પ્રતિનિધિ રહી ચુકી છે. તેઓ પછી કેન્દ્રીય મંત્રી પણ રહી. તેઓ દિલ્હી શહેરની મેયરથી લઈને મુખ્યમંત્રી પણ રહી. 
 
હાલની લોકસભા ચૂંટણીમાં શીલા દીક્ષિતને કોંગ્રેસ તરફથી યુપીના સીએમ પ્રોજેક્ટ કરવા કપુરથલામાં રહેનારા તેમના 93 વર્ષીય મામા વીએન પુરી ખૂબ ઉત્સાહિત દેખાયા હતા. મામા પુરીએ જણાવ્યુ કે લગભગ સવા વર્ષ સુધી તેઓ પોતાની નાની લજ્જાવતી સાથે હિન્દુ પુત્રી પાઠશાલા સીનિયર સેકેંડરી શાળામા સાતમા ધોરણ સુધી અભ્યાસ કર્યો. તેમની નાની ત્યાની પ્રિસિંપલ હતી. 
 
વીએન પુરીએ જણાવ્યુ હતુ કે તેઓ ખુશ છે કે તેમની ભાણેજ કેન્દ્રના રાજકારણમાં મહત્વની ભૂમિકા ભજવી રહી છે. શીલા 1988માં પોતાની નાની લજ્જાવતીના સ્વર્ગવાસ પર કપુરથલા આવી હતી. એ સમયે તેઓ કેન્દ્રીય સૂચના પ્રસારણ મંત્રી હતી. આમ તો તેઓ વર્ષમાં એકવાર પિયર જરૂર જતી હતી. પણ રાજકારણમાં વધુ વ્યસ્ત હોવાને કારણે તેઓ 2004માં એક સમારંભમાં ભાગ લેવા માટે આવી તો ઘરમાં રૂમ અને શાળાના વર્ગ અને એ બેંચને જોઈ જ્યા તે બેસતી હતી.