આ છે દુનિયાના એ 5 દેશ જ્યા રહેવા માટે મળે છે લાખો રૂપિયા.. જાણો કારણ
લોકો પોતાનું આખું જીવન સારી રીતે જીવવા માટે કમાવામાં વિતાવે છે. તેમ છતાં, તેઓ ફક્ત આજીવિકા જેટલુ જ કમાવી શકે છે. લોકો પોતાનું આખું જીવન નાનકડું ઘર બનાવવામાં વિતાવી દે છે. છતા પણ તેઓ ઘર EMI પર જ ખરીદી શકે છે, અને આખુ જીવન હપ્તાઓ ચુકવી-ચુકવીને તેમની કમર વળી જાય છે. બીજી તરફ, દુનિયામાં કેટલાક એવા દેશો છે જે લોકોને સ્થાયી થવા માટે આમંત્રણ આપે છે, સાથે જ પૈસા પણ આપે છે અને પૈસા એટલા છે કે તમે આખી જિંદગી કમાઈ શકતા નથી. તેઓ કહે છે કે દરેક ઘટના પાછળ કોઈ ને કોઈ કારણ હોય છે. આ પાછળનું કારણ જાણીને તમને આશ્ચર્ય થશે.
સ્વિટ્ઝરલેંડ - આ દેશ વિશે તો દરેકે સાંભળ્યુ જ હશે. સ્વિટ્જરલેંડને વિશ્વનું સ્વર્ગ પણ કહેવામાં આવે છે. અહીં સરકાર ગામડામાં વસવા માટે લાખો રૂપિયા આપે છે. આ ગામનું નામ છે Albinen. જો તમારી ઉંમર 45 વર્ષથી ઓછી છે અને તમે ત્યાં જઈને સ્થાયી થાવ તો તમને લગભગ 20 લાખ રૂપિયા મળે છે. બીજી તરફ જો કપલ સેટલ થાય તો ત્યાંની સરકાર 40 લાખ રૂપિયા આપે છે. આ સિવાય જો તમારા પણ બાળકો છે તો તમને પ્રતિ બાળક 8 લાખ રૂપિયા મળશે. જો કે એક શરત છે કે પૈસા લીધા પછી તમારે તે ગામમાં 10 વર્ષ રહેવું જ પડશે.
ગ્રીક ટાપુ - ગ્રીક આઈલેન્ડનું નામ તમે પહેલા સાંભળ્યું જ હશે, જો કોઈ અહીં એન્ટિકાયથેરા સ્થાન પર સ્થાયી થવા માંગે છે, તો અહીંની સરકાર તે વ્યક્તિને આગામી 3 વર્ષ સુધી દર મહિને 50 હજાર રૂપિયા આપશે. જાણકારી માટે તમને જણાવી દઈએ કે આજના સમયમાં આ ટાપુ પર માત્ર 50 લોકો જ રહે છે. આ જ કારણ છે કે સરકાર લોકોને અહીં વસાવવા માંગે છે.
ઈટલી - કદાચ જ કોઈ એવુ હશે જે ઈટલી વિશે નહી જાણતુ હોય. અહી Presicce નામનુ એક સ્થાન છે. અહી રહેવા માટે ઈટલીની સરકાર લોકોને 25 લાખ રૂપિયા સુધી આપે છે. તેનુ મોટુ કારણ એ છે કે આ સ્થાનના મોટાભાગના લોકો વૃદ્ધ થઈ ચુક્યા છે અને અહીની વસ્તી વધી નથી રહી. આવામાં સરકાર લોકોને અહી વસાવવા માંગે છે.
અમેરિકા - અમેરિકામાં એક સ્થાન છે અલાસ્કા. અહી પણ લોકોને રહેવા માટે પૈસા આપવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે આની પાછળ સૌથી મોટુ કારણ એ છે કે અહી રહેનારા ખૂબ ઓછા લોકો છે. તેનુ કારણ એ છે કે અહી બરફ અને ઠંડી ખૂબ રહે છે. જેને કારણે અહી ખૂબ ઓછા લોકો રહે છે. તેથી અહીની સરકાર અહી રહેવા માટે લોકોને દર વર્ષે 1.5 લાખ રૂપિયા આપે છે. આ સ્થાન પર રહેવાની એક શરત છે કે તમારે ઓછામાં ઓછુ 1 વર્ષ તો રહેવુ જ પડશે.
સ્પેન - સ્પેન દેશમાં પણ એક ગામ છે જ્યા રહેવા માટે સરકાર પૈસા આપે છે. આ ગામનુ નામ છે Ponga. આ ગામની જનસંખ્યા ખૂબ ઓછી છે. આવામાં અહીની અર્થવ્યવસ્થાને વધારવા માટે અને યુવાઓને લોભાવવા માટે અહીની લોકલ ઓથોરીટીઝ દરેક કપલને અહી વસવા માટે 1.5 રૂપિયા આપે છે. સાથે જ બતાવી દઈકે કે અહી રહેતા જો બાળકનો જન્મ થાય તો અથોરિટી તરફથી 2 લાખ રૂપિયા મળે છે.