રવિવાર, 10 નવેમ્બર 2024
  1. ગુજરાતી સમાચાર
  2. લોકસભા ચૂંટણી 2024
  3. લોકસભા ચૂંટણી પરિણામ 2024
Last Updated : મંગળવાર, 28 મે 2024 (17:32 IST)

અટલ, આડવાણીથી લઈને અમિત શાહ સુધી ગાંધીનગરના આ મહાન નેતાઓને મોકલ્યા લોકસભા

gandhinagar seat
gandhinagar seat

gandhinagar loksabha seat : ભાજપ સહિત તમામ પક્ષો લોકસભા ચૂંટણી 2024ની તૈયારી કરી રહ્યા છે. આ ચૂંટણીમાં સમગ્ર દેશની નજર ગુજરાતની ગાંધીનગર બેઠક પર ટકેલી છે. અહીં સાંસદ અમિત શાહ ચૂંટણીની રણનીતિ બનાવવામાં નિષ્ણાત છે. તેમને ભાજપના ચાણક્ય કહેવામાં આવે છે. દેશના ગૃહમંત્રી શાહ ફરી એકવાર ગાંધીનગરથી ચૂંટણી લડશે તે લગભગ નિશ્ચિત છે. આ બેઠક ભાજપના દિગ્ગજ નેતાઓની પ્રથમ પસંદગી છે. પાર્ટી છેલ્લા 35 વર્ષથી અહીંથી સતત ચૂંટણી જીતી રહી છે. 
 
પૂર્વા ભાજપ અધ્યક્ષ સહા ભાજપના ટોપ 3 સ્ટાર પ્રચારકોમાંથી એક છે. આવી સ્થિતિમાં તેમણે દેશભરમાં પાર્ટી માટે પ્રચાર કરવો પડશે. આ ઉપરાંત જ્યાં ભાજપની સ્થિતિ નબળી માનવામાં આવે છે તે બેઠકો પર પાર્ટીને જીત અપાવવાની જવાબદારી પણ તેમની પાસે છે.
 
બેઠક પર શું છે જ્ઞાતિ સમીકરણઃ ગાંધીનગર લોકસભા બેઠક પર વાઘેલા અને પટેલ સમાજનું પ્રભુત્વ છે. બંનેને ભાજપના મુખ્ય મતદારો ગણવામાં આવે છે. 
 
રેકાર્ડ વોટથી જીત્યા અમિત શાહ- 2019ની લોક્સભા ચૂંટણીમાં અમિત શાહને 8 લાખ 94 હજાર 624 વોટ મળ્યા હતા જ્યારે કાંગ્રેસના ટિકિટ પર ચૂંટની લડી રહ્યા સીજે ચાવડા માત્ર 3 લાખ 37 હજાર 610 વોટ મજ મળ્યા હતા. આ રીતે ભાજપાએ આ સીટ 5 લાખ 57 હજારથી વધારે વોટથી જીતી હતી. 
 
ગાંધીનગર લોકસભા સીટનુ ર્ઈતિહાસ - ગાંધીનગર બેઠક 1967 થી 1977 સુધી કોંગ્રેસ પાસે હતી. 1977 થી 1980 સુધી ભારતીય લોકદળ અહીંથી ચૂંટણી જીતી હતી. 1980 થી 1989 સુધી અહીં કોંગ્રેસના ઉમેદવાર ફરી જીત્યા
 
1989મા6 વરિષ્ટ ભાજપા નેતા શંકરસિંહ વાઘેલાએ આ સીટથી સાંસદમાં પ્રતિનિધિત્વ કર્યુ. 1996માં આ સીટથી પૂર્વ પ્રધાનમંત્રી સ્વ અટલબિહાઈ વાજપેયી પણ લોકસભા ગયા છે. લાલકૃષ્ણ આડવાણીએ 1998થે 2014 સુધી સતત આ લોકસભા સીટ પર તેમનો કબ્જો જાળવી રાખ્યો 
 
કેટ.લા પડકાર આપશે કાંગ્રેસ- ગુજરાતની 26 લોકસભા સીટ પર કાંગ્રેસ અને આપના વચ્ચે સીટ શેરીંગ પર વાત બની દેખાઈ રહી છે. કાંગ્રેસએ ભરૂચ અને ભાવનગર સીટ આપને આપી છે અને બાકી 24 સીટ પર પોતે ચૂંટણી લડશે તેથી આ સાફ છે કે ગાંધીનગર સીટ પર કાંગ્રેસ જ ઉમેદવાર ઉભી કરશે. જો કે અહીંથી અમિત શાહ ચૂંટણી લડે છે તો કાંગ્રેસ માટે મુકાબલો ખૂબ મુશ્કેલ રહેશે. 
 
 
19.45 લાખ મતદારોઃ 1967માં બનેલી આ બેઠક પર 19 લાખ 45 હજાર 149 મતદારો છે. જેમાં 9 લાખ 41 હજાર 434 પુરૂષ મતદારો છે જ્યારે મહિલા મતદારોની સંખ્યા 10 લાખ 04 હજાર 291 છે.
 
ભારતનુ બીજુ સૌથી પ્લાંડ શહેર છે ગાંધીનગર- ગાંધીનગરને ચંડીગઢ પછી ભારતનુ બીજુ પ્લાંડ શહેર ગણાય છે. સાબરમતી નદીના કાંઠે સ્થિત ગુજરાતની રાજધાનીના નામ ગાંધીજીના નામ પર રખાયુ છે. આ શેહેરને હરિત નગર કે ગ્રીન સિટી પણ કહેવાય છે. 
 
ગાંધીનગર લોકસભા બેઠક 7 વિધાનસભા બેઠકોથી બનેલી છે: ગાંધીનગર લોકસભા બેઠકમાં 7 વિધાનસભા બેઠકો છે. જેમાં ઉત્તર ગાંધીનગર, કલોલ, સાણંદ, ઘાટલોડિયા, વેજલપુર, નારણપુરા અને સાબરમતીનો સમાવેશ થાય છે. આ તમામ બેઠકો પર ભાજપનો કબજો છે.