બનાસકાઠામાં ધારાસભ્ય ગેનીબેનનો વીડિયો વાયરલ, ટીકિટ મળ્યા પહેલાં જ પ્રચાર શરૂ કર્યો
ગુજરાતમાં ભાજપે ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી દીધી છે.15 બેઠકો પર 15માંથી 10 ઉમેદવારોને રીપિટ કર્યાં છે. જ્યારે આમ આદમી પાર્ટી આ વખતે ગઠબંધન હેઠળ ભાવનગર અને ભરૂચ બેઠક પર ચૂંટણી લડી રહી છે.
Congress MLA Ganiben Thakor's notice, reply within 3 days or face 5 crore defamation suit
બીજી બાજુ કોંગ્રેસે જાહેર કરેલી ઉમેદવારોની પ્રથમ યાદીમાં ગુજરાતના એક પણ ઉમેદવારનું નામ જાહેર કર્યું નથી પરંતુ કેટલાક ઉમેદવારોને હાઈકમાન્ડ દ્વારા કોલ કરીને જણાવ્યું છે કે, તમારે લોકસભાની ચૂંટણી લડવાની છે તૈયારીઓ શરૂ કરી દો. ત્યારે બનાસકાંઠાના વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે બનાસકાંઠા બેઠક પર જોરશોરથી પ્રચાર શરૂ કર્યો છે. તેમણે દેશી ભાષામાં લોકોને મત આપવા અપીલ કરી છે. તેમના પ્રચારનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં જબરદસ્ત વાયરલ થઈ રહ્યો છે.
ગેનીબેને ટીકિટ મળે તે પહેલાં જ જોરશોરથી પ્રચાર શરૂ કરી દીધો છે. તેમનો પ્રચારનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી રહ્યો છે. વીડિયોમાં ગેનીબેન લોકોને એવું કહેતા સંભળાય છે કે, આપણી પાસે ક્યાં ફોર્ચ્યુનર અને મોટી મોટી ગાડીઓ છે આપણે ઢોલ નગારા સાથે ફોર્મ ભરવાનું છે. તમારી પાસે જે વાહન હોય તે લઇને આવજો. આપણી પાસે હોન્ડા હોય તો હોન્ડા લઇને આવજો, રિક્ષા હોય તો તે લઇને આવજો, ટ્રેક્ટર હોય તો ટ્રેક્ટર લઇને આવજો. આપણે ઢોલનગારા સાથે ફોર્મ ભરવાનું છે ઢીલું-પોચું નથી ભરવાનુ. તેમણે હુંકાર કરતા કહ્યુ છે કે, આપણે દીકરીને ત્યાં પહેલું મામેરૂ લઈને જતા હોય ત્યાં કડાધડાવાળું મામેરું હોય એટલે આ મારું પહેલું મામેરુ છે એટલે તમારે કડાધડાનું મામેરું ભરવાનું છે.
વાવના મતદારો એમ કહે કે, ગેની બેને તો બે વાર ભર્યુ છે પણ તમારા જિલ્લામાં તો પહેલીવાર જ ભરવાનું છે. મારો મત વિસ્તાર બનાસકાંઠા જ છે અને આપણા હરીફ મહેમાન ઉમેદવારનો મત વિસ્તાર વડગામ છે એ પાટણ જિલ્લામાં આવે છે. એટલે અઢારે આલમ પાસે મામેરાની હું જ સાચી હકદાર છું. મામેરામાં હું તમારી પાસે પૈસા, હીરા, મોતી નથી માંગતી ફક્ત બે જ દિવસ માંગુ છું. પહેલા દિવસે તેમે કડેધડે ફોર્મ ભરવા આવો અને એક દિવસ તમે મતદાન કરવા આવો ત્યારે 80થી 90 ટકા મતદાન થાય. મારો આ બે દિવસનો રૂડો પ્રસંગ તમે સાચવજો. જ્યારે પાલનપુરમાં મતગણતરી થાય અને મજબૂત પરિણામ આવે ત્યારે છેક દિલ્હી સુધી ખબર પડે કે, બનાસકાંઠાની જનતાએ એક ગરીબ સમાજની દીકરીનું મામેરું ભર્યું.