PM મોદી સામે વારાણસીથી ચૂંટણી લડશે શ્યામ રંગીલા, 6 મેના રોજ ભરશે નામાંકન, કહ્યું નામાંકન પાછું નહીં ખેંચે.
-ચૂંટણી પીએમ નરેન્દ્ર મોદી સામે અપક્ષ ઉમેદવાર
-શ્યામ રંગીલા 2024ની લોકસભા ચૂંટણી
-વારાણસી આવીને ઉમેદવારી નોંધાવવા
Varanasi seat રાજસ્થાનના મિમિક્રી આર્ટિસ્ટ શ્યામ રંગીલા હવે લોકસભાની ચૂંટણી લડવાના છે. રંગીલાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને વારાણસી લોકસભા બેઠક પરથી ચૂંટણી લડવાની જાહેરાત કરી છે. આમ આદમી પાર્ટી સાથે જોડાયેલા શ્યામ રંગીલા 2024ની લોકસભા ચૂંટણી પીએમ નરેન્દ્ર મોદી સામે અપક્ષ ઉમેદવાર તરીકે લડશે.
હવે તેમણે ચૂંટણી લડવા માટે એ જ બેઠક પસંદ કરી છે જ્યાં આમ આદમી પાર્ટીના અરવિંદ કેજરીવાલને 2 લાખથી વધુ મત મળ્યા હતા.
સોમવારે શ્યામ રંગીલાએ આ વાત પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પોસ્ટ કરી હતી શરૂઆતમાં મને લાગ્યું કે આ મજાક છે, પરંતુ જ્યારે શ્યામ રંગીલા સાથે વાત કરવામાં આવી ત્યારે તેણે ચૂંટણી લડવાના નિર્ણયની પુષ્ટિ કરી. તેઓ આગામી દિવસોમાં વારાણસી આવીને ઉમેદવારી નોંધાવવાનું આયોજન કરી રહ્યા છે.