રવિવાર, 10 નવેમ્બર 2024
  1. ગુજરાતી સમાચાર
  2. લોકસભા ચૂંટણી 2024
  3. લોકસભા ચૂંટણી સમાચાર 2024
Written By
Last Modified: અમદાવાદ , ગુરુવાર, 18 એપ્રિલ 2024 (13:14 IST)

ગૃહમંત્રી અમિત શાહે પ્રચાર શરૂ કર્યોઃ ચોતરફ કેસરિયો લહેરાયો, આકરી ગરમીમાં જનમેદની ઉમટી

Amit Shah started the campaign
Amit Shah started the campaign
ગાંધીનગર લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર અને કેન્દ્રીય ગૃહ તેમજ સહકારિતા મંત્રી અમિત શાહ 19 એપ્રિલના રોજ ઉમેદવારી ફોર્મ ભરવા જવાના છે. તે પહેલાં આજે 18 એપ્રિલના રોજ ગાંધીનગર લોકસભા હેઠળ આવતા સાણંદ APMC સર્કલ ખાતેથી રેલી યોજી ચૂંટણી પ્રચારના શ્રીગણેશ કર્યા હતા. જેમાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો ઊમટી પડ્યા હતા. અમિત શાહ રેલી શરૂ થવાની હતી એ સ્થળે પહોંચતા જ કાર્યકરો ઉત્સાહમાં આવી ગયા હતા અને તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. બાદમાં ફૂલોથી શણગારેલા ટ્રકમાં અમિત શાહ સવાર થઈ રેલીની શરૂઆત કરાવી હતી. આકરી ગરમીમાં પણ માનવમેદની ઊમટી પડી હતી. 
amit shah
amit shah
અમિત શાહે રેલીમાં ઊમટી પડેલા લોકોનું અભિવાદન ઝીલ્યું
રેલીના રૂટ પર કેસરિયો માહોલ જોવા મળ્યો હતો. અમિત શાહે રેલીમાં ઊમટી પડેલા લોકોનું અભિવાદન ઝીલ્યું હતું. રેલીમાં જય શ્રીરામના નારા સતત લાગ્યા હતા. રેલીનું ડ્રોન દ્વારા કવરેજ અને સુરક્ષાની દેખરેખ રાખવામાં આવી હતી.પિતાના લોકસભા વિસ્તારમાં ચૂંટણી પ્રચારમાં પુત્ર જય શાહ સાણંદ પહોંચ્યા હતા અને.રેલી શરૂ થાય એ પહેલા જય શાહ 500 મીટર જેટલા રૂટ ઉપર ફરી નિરીક્ષણ કર્યું હતું. રેલીમાં જય શાહ પગપાળા ચાલ્યા હતા.રે
amit shah
amit shah
લીમાં કમળના મોટા કટ-આઉટ સાથે વાતાવરણ ચૂંટણીમય બન્યો હતો. 
 
ભાજપના કાર્યકરોના કપાળે કમળનું તિલક કરવામાં આવ્યું
ભાજપના કાર્યકરો કેસરી ઝભ્ભા પહેરી આવ્યા હતા. રેલીમાં જોડાનાર ભાજપના કાર્યકરોના કપાળે કમળનું તિલક કરવામાં આવ્યું હતું. ઢોલ-નગારા વગાડવામાં આવતા જ માહોલ જામ્યો હતો. ગુજરાતના પૂર્વ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા અમિત શાહની રેલીમાં જોડાયા હતા. એલિસબ્રિજના ધારાસભ્ય અમિત શાહ અને પ્રદીપસિંહ વાઘેલાએ પણ રેલીમાં ભાગ લીધો હતો. મોટી સંખ્યામાં મહિલાઓ પણ ભાજપના ઝંડા સાથે જોડાઈ હતી. મહિલાઓ ઢોલ-નગારાના તાલે ઝૂમી ઊઠી હતી.ગાંધીનગર લોકસભા અંતર્ગત ભાજપના ઉમેદવાર અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સાણંદમાં કેસરિયા રેલી કરી હતી. તેમજ ‘મોદી કી ગેરંટી’નો પણ પ્રચાર કર્યો હતો.