શુક્રવાર, 22 નવેમ્બર 2024
  1. ગુજરાતી સમાચાર
  2. લોકસભા ચૂંટણી 2024
  3. લોકસભા ચૂંટણી સમાચાર 2024
Written By
Last Updated :અમદાવાદ. , શનિવાર, 1 જૂન 2024 (19:38 IST)

Gujarat Lok Sabha Election 2024 Exit Poll Live: બે એજંસીના એક્ઝિટ પોલમાં ભાજપને ગુજરાતમાં ક્લીન સ્વીપ મળવાનો દાવો

Gujarat rahul modi
Gujarat rahul modi
શુ ગુજરાતમાં એકવાર ફરી બીજેપી ક્લીન સ્વીપ કરશે કે પછી કોંગ્રેસ પાર્ટી કમબેક કરશે ? આ સવાલનો સાચો જવાબ તો 4જૂનના રોજ ઈવીએમ ખુલશે ત્યારે જ થશે. પણ આજે એકઝિટ પોલમાં ગુજરાતની 25સીટોની તસ્વીરનુ અનુમાન લાગશે કે 4  જૂનના રોજ શુ તસ્વીર ઉભરી શકે છે. ગુજરાતની કુલ 26 સીટોમાં બીજેપી સૂરત લોકસભા સીટ પહેલા જ જીતી ચુકી છે.  પાર્ટીના કૈંડીડેટ મુકેશ દલાલ નિર્વિરોધ જીત્યા હતા. રાજ્યમાં 25 સીટો પર લોકસભ ચૂંટણી સંપન્ન થઈ હતી. 
 
ગુજરાતમાં ભાજપાને મળશે કેટલી સીટો ? આ સર્વે એજંસીએ કર્યો મોટો દાવો 
 
 
ગુજરાતમાં ત્રીજી વખત ક્લીન સ્વીપનો દાવો
 ન્યૂઝ 24 ટુડેઝ ચાણક્યએ ગુજરાતમાં ભાજપની બમ્પર લીડનો દાવો કર્યો છે. એક્ઝિટ પોલ મુજબ ગુજરાતની તમામ 26 બેઠકો પર ભાજપને સફળતા મળવાની આશા છે
 
મઘ્યપ્રદેશમાં બીજેપીને બઢતનો દાવો 
ઈંડિયા ટીવીના એક્ઝિટ પોલ મુજબ મધ્ય પ્રદેશમાં ભાજપાનો જાદુ કાયમ રહેશે. અહી 28-29 સીટો ભાજપાને અને કોંગ્રેસને એક સીટ મળવાનુ અનુમાન છે. 

 
ગુજરાતમાં આ વખતે લોકસભાની ચૂંટણી એકતરફી રહેશે એવો માહોલ અગાઉ જણાતો હતો, પરંતુ જેમ જેમ મતદાનના દિવસો નજીક આવ્યા એમ-એમ ક્ષત્રિય આંદોલનના કારણે રાજકીય માહોલ ગરમાઈ ગયો હતો, એટલે જ આ વખતે ગુજરાતમાં ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીને કેટલી સીટો મળશે એ સૌકોઈના મનમાં સવાલ છે. બસ, થોડી જ વારમાં એક્ઝિટ પોલના આંકડા જાહેર થશે, એમાંથી આ સવાલના જવાબરૂપી સંકેત મળી શકે છે


કુલ 266 કૈંડિડેટ છે મેદાનમાં 
ગુજરાતની 25 લોકસભા સીટો માટે આ વખતે ચૂંટણી મેદાનમાં કુલ 266 કૈડિડેટ છે. રાજ્યની 25 સીટો પર કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ આ વખતે ઈંડિયા ગઠબંધનના હેઠળ મળીને ચૂંટણી લડી છે. તેમા ભરૂચ અને ભાવનગરની સીટો પર આમ આદમી એ પોતાના કૈંડિડેટ ઉભા કર્યા હતા. બાકી 23 સીટો પર કોંગ્રેસ મેદાનમાં છે. ગુજરાતની જે સીટોના પરિણામને લઈને લોકોમા વધુ ઉત્સુકતા છે તેમા રાજકોટ, ભરૂચ, બનાસકાંઠા, સાબરકાંઠા, જામનગર અને આણંદ લોકસભા સીટનો સમાવેશ છે.  કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના ગાંધીનગર અને કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાના પોરબંદરથી લડવાના કારણે બંને સીટો વીઆઈપી શ્રેણીમાં છે. ગુજરાતમાં સાત મે ના રોજ લોકસભાની 25 સીટો માટે વોટ નાખવામાં આવ્યા હતા. ગુજરાતની 25 સીટો પર કુલ  60.13 ટકા વોટ પડ્યા હતા.  
 
 

શુ ભાજપા બચાવી શકશે પોતાનો ગઢ  ?
ગુજરાત ભાજપાનુ સૌથી મજબૂત ગઢ છે. આ વખતે તેમા વિપક્ષ ગાબડુ પાડશે કે નહી. તેનુ પરિણામ એક્ઝિટ પોલમાં મળશે. 
 
- Gujarat Exit Poll Result: 2019 માં આમને  નામે રહી સૌથી મોટી જીત  
2019 માં ગુજરાતની નવસારી લોકસભા સીટ પરથી સીઆર પાટિલે સૌથી મોટી જીત નોંધાવી હતી. પાટિલે  689668 મતોથી રેકોર્ડ જીત મેળવી હતી. 
 
- ગાંધીનગરથી ગૃહમંત્રી અમિત શાહ મેદાનમાં 
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ બીજી વખત ગુજરાતની ગાંધીનગર લોકસભા બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે. તેમનું ભાવિ EVMમાં સીલ છે. 4 જૂને નિર્ણય આવશે.