સોમવાર, 25 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. બીબીસી ગુજરાતી સમાચાર
Written By
Last Updated : બુધવાર, 22 મે 2019 (17:07 IST)

લોકસભા ચૂંટણી 2019 : ગુજરાતમાં ક્યાં, કોણ, કોની સામે - એક નજર ગુજરાતની લોકસભા ચૂંટણી કાર્યક્રમ અને તેના ઇતિહાસ ઉપર.

ગુરુવારે ગુજરાતમાં ચૂંટણીપ્રક્રિયા નિર્ણાયક તબક્કામાં પહોંચી જશે તે પહેલાં કૉંગ્રેસ ત્રણ અને ભાજપ એક બેઠક ઉપર ઉમેદવારનું નામ નક્કી કરી શકી નથી.
મોટા ભાગની બેઠકો ઉપર કોણ-કોની સામે લડશે તેનું ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે.
બાકી રહેતી બેઠકો માટે કૉંગ્રેસ અને ભાજપના કેન્દ્રીય નેતાઓ 'તેલ અને તેલની ધાર' જોઈ રહ્યા છે.
શુક્રવારે ઉમેદવારીપત્રકોની ચકાસણી થશે, જ્યારે તા. 8મી એપ્રિલ સુધીમાં ઉમેદવાર તેમની દાવેદારી પરત ખેંચી શકશે.
ગુજરાતની 26 બેઠકો માટે તા. 23મી એપ્રિલના દિવસે ચૂંટણી યોજાયા હતા, જ્યારે તા. 23મી મેના દિવસે પરિણામ જાહેર થશે. તા. 27મી મેના દિવસે ચૂંટણીપ્રક્રિયા પૂર્ણ થશે.
ગત લોકસભા ચૂંટણીમાં ભાજપે 26માંથી તમામ 26 બેઠક જીતી હતી, જે કોઈ પણ રાજકીય પક્ષનું રાજ્યમાં અત્યાર સુધીનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન હતું.
 
એક નજર ગુજરાતની લોકસભા ચૂંટણી કાર્યક્રમ અને તેના ઇતિહાસ ઉપર.
 
'તેલ અને તેલની ધાર'

ફૉર્મ ભરવાને આડે ગણતરીના કલાકો બાકી છે ત્યારે ભાજપે અમદાવાદ-પૂર્વની બેઠક માટે ઉમેદવારના નામની જાહેરાત કરી છે, આ બેઠક પર એચ. એસ. પટેલને ભાજપે ટિકિટ આપી છે.
કૉંગ્રેસે ભરૂચ અને દાહોદ બેઠક ઉપરથી ઉમેદવારના નામની જાહેરાત નથી કરી.
વરિષ્ઠ પત્રકાર મનીષ મહેતાના કહેવા પ્રમાણે, "ભાજપ અને કૉંગ્રેસ સામે જીતી શકે તેવા ઉમેદવારને ઉતારવાનો તથા પાર્ટીમાં આંતરિક અસંતોષ ફાટી ન નીકળે તે જોવાનો પડકાર છે."
"આ સિવાય ભાજપની ઉપર ગત વખતનો 26માંથી 26 બેઠક જીતવાનો રેકર્ડ પુનઃજીતવાનો પડકાર છે."
"સામે પક્ષે કૉંગ્રેસ પણ ધારાસભ્યોને લોકસભાની ચૂંટણીમાં ઉતારીને જીતવાની સંભાવના વધારવા પ્રયાસરત છે."
બેઠકનું નામ ભાજપના ઉમેદવાર કૉંગ્રેસના ઉમેદવાર
અમદાવાદ (પૂર્વ) એચ. એસ. પટેલ ગીતાબહેન પટેલ
અમદાવાદ (પશ્ચિમ) ડૉ. કિરીટભાઈ સોલંકી રાજુ પરમાર
ગાંધીનગર અમિત શાહ ડૉ. સી. જે. ચાવડા
વડોદરા રંજનબહેન ભટ્ટ પ્રશાંત પટેલ
સુરત દર્શનાબહેન જરદોશ અશોક અધેવડા
રાજકોટ મોહનભાઈ કુંડારિયા લલિત કગથરા
ભરૂચ મનસુખ વસાવા  
મહેસાણા શારદાબહેન પટેલ એ. જે. પટેલ
જામનગર પૂનમબહેન માડમ મૂળુભાઈ કંડોરિયા
ભાવનગર ડૉ. ભારતીબહેન શિયાળ મનહર પટેલ
જુનાગઢ રાજેશ ચુડાસમા પૂંજાભાઈ વંશ
સુરેન્દ્રનગર ડૉ. મહેન્દ્ર મુંજપરા સોમાભાઈ પટેલ
પોરબંદર રમેશભાઈ ધડુક લલિત વસોયા
અમરેલી નારણભાઈ કાછડિયા પરેશ ધાનાણી
કચ્છ (SC) વિનોદભાઈ ચાવડા નરેશ મહેશ્વરી
આણંદ મિતેશ પટેલ ભરતસિંહ સોલંકી
ખેડા દેવુસિંહ ચૌહાણ બીમલ શાહ
પંચમહાલ રતનસિંહ રાઠોડ વી. કે. ખાંટ
દાહોદ (ST) જશવંતસિંહ ભાભોર  
છોટા ઉદેપુર (ST) ગીતાબહેન રાઠવા રણજીત રાઠવા
બનાસકાંઠા પરબત પટેલ પાર્થીભાઈ ભટોળ
સાબરકાંઠા દીપસિંહ રાઠોડ રાજેન્દ્ર ઠાકોર
પાટણ ભરતસિંહ ડાભી જગદીશ ઠાકોર
વલસાડ (ST) ડૉ. કે. સી. પટેલ જીતુ ચૌધરી
બારડોલી (ST) પરભુભાઈ વસાવા જીતુ ચૌધરી
નવસારી        સી. આર. પાટીલ ધર્મેશ પટેલ
ઉમેદવારોના નામની જાહેરાતમાં થયેલા વિલંબ અંગે ભાજપના પ્રવક્તા પ્રશાંત વાળાએ કહ્યું:
"ભાજપમાં સેન્ટ્રલ ઇલેક્શન કમિટી દ્વારા ઉમેદવારના નામની જાહેરાત કરવામાં આવતી હોય છે."
"પાર્ટી દ્વારા 'યોગ્ય સમયે યોગ્ય ઉમેદવાર'ના નામની જાહેરાત કરવામાં આવશે."
કૉંગ્રેસના પ્રવક્તા લલિત વસોયાના કહેવા પ્રમાણે, "પાર્ટી હાઈકમાન્ડ દ્વારા ઉચિત સમયે નામોની જાહેરાત કરવામાં આવશે."
મહેતા ઉમેરે છે, "બંને પક્ષો કૅન્ડિડેટ ફાઇનલ કરતાં પહેલાં હરીફ ઉમેદવારનું કદ, તેની જ્ઞાતિ, જે-તે વિસ્તારમાં પાર્ટીની પહોંચ વગેરે જેવી બાબતોને ધ્યાને લેશે."