રવિવાર, 10 નવેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. બાળ જગત
  3. ગુજરાતી બાળ વાર્તા
Written By
Last Updated : સોમવાર, 4 માર્ચ 2024 (14:15 IST)

Motivational story for students - અસત્ય

Motivational story for students
એક વાર કોલેજમાં ચાર મિત્ર ભણતા હતા ચારે એક અજ ધોરણના હતા તેથી તેમના વચ્ચે ગાઢ મિત્રતા હતી. એક દિવસ કોલેજમાં Announcement કરાયુ કે થોડા દિવસ પછી તમારી પરીક્ષા લેવાશે. 
 
પણ આ વાત ચારે મિત્ર ભૂલી ગયા અને પરીક્ષાની એક રાત પહેલા ચારેય મિત્ર પાર્ટી  કરવા માટે બહાર નીકળી ગયા.  
 
બીજા દિવસે ચારેય મિત્રો કોલેજ ગયા ત્યારે જોયું કે પરીક્ષાનો સમય પૂરો થઈ ગયો છે, તો આ ચારેય મિત્રોએ એક પ્લાન બનાવ્યો. તેમણે પોતાના કપડા પર કારનું તેલ લગાવ્યું અને પ્રિન્સિપાલની કેબિનમાં જઈને પ્રિન્સિપાલને કહ્યું કે અમારી કારનું ટાયર ફાટી ગયું હતુૢ કાર પંચર થઈ ગઈ હતું. તેથી મોડુ થતા  અમે પરીક્ષા આપી શક્યા નહીં. પ્રિન્સિપાલે કહ્યું, ઠીક છે, તમે કાલે કૉલેજમાં આવો, કાલે તમારી પરીક્ષા લેવામાં આવશે. 
 
ચારે મિત્ર ખુશ થઈને ત્યાંથી નિકળી ગયા અને  વિચારવા લાગ્યા કે આજે તો આપણે  બચી ગયા. આ ચારે મિત્રોએ રાત ભર અભ્યાસ કર્યો અને જ્યારે બીજા દિવસે પરીક્ષા આપવા ગયા ત્યારે તેમને કહેવામાં આવ્યુ કે   તમારા ચારેયની પરીક્ષા જુદા-જુદા કક્ષમાં લેવામાં આવશે. ચારે મિત્ર જુદા-જુદા ક્લાસમાં બેસી ગયા. 
 
પણ જ્યારે તેમના હાથમાં question paper આવ્યુ તો તેમની આંખ ખુલી ગઈ કારણ કે question paperમાં માત્ર એક જ સવાલ લખ્યો હતો કે  કારનુ  કયુ ટાયર પંચર થયુ હતુ ?  ચારેય  મિત્ર ચોંકી ગયા ત્યારે તેમણે તેમની ભૂલનો અહેસાસ થયો. 
 
શીખામણ
આપણે ક્યારેય ખોટુ ન બોલવુ જોઈએ  કારણ કે તમે જેમને  ખોટુ બોલી રહ્યા છો  જો તે તમારા જૂઠાણા વિશે જાણશે તો તમે માત્ર તેમની નજરમાં જ નહિ પણ તમારી પોતાની નજરમાંથી પણ ઉતરી જશો. 


Edited By-Monica Sahu