બુધવાર, 13 નવેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. વિધાનસભા ચૂંટણી 2023
  3. કર્ણાટક વિધાનસભા ચૂંટણી 2023
Written By
Last Updated : શનિવાર, 13 મે 2023 (10:28 IST)

Karnataka Election Result - કોંગ્રેસ નેતા પવન ખેડાએ કર્ણાટકમાં બહુમતની સરકાર બનાવવાનો કર્યો દાવો, કહ્યુ - પીએમ મોદીનો નકારાત્મક પ્રચાર ન આવ્યો કામ

congress leader pawan kheda claims to form majority government in karnataka
Karnataka Election Result કર્ણાટક ચૂંટણી પરિણામોના શરૂઆતી પરિણામોમાં કોંગ્રેસને બઢત મળ્યા બાદ કોંગ્રેસ નેતા પવન ખેડાએ મોટુ નિવેદન આપ્યુ છે.  તેમનુ કહેવુ છે કે કર્ણાટકમાં વાત મુદ્દાની છે અને મુદ્દાથી જ જીત થઈ છે. તેમણે કહ્યુ કે અમે જે મુદ્દા પર લડ્યા તેની જીત થઈ છે. અમે ખૂબ ભારે બહુમતની સાથે અમારી સરકાર બનાવવા જઈ રહ્યા છે. અમારી પાંચેય ગેરંટીઓએ કામ કર્યુ છે. 

 
 
ખેડાએ આ દરમિયાન ભાજપા અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર કર્ણાટકમાં નેગેટિવ પ્રચારનો આરોપ લગાવ્યો. તેમણે કહ્યુ કે કર્ણાટકમાં પીએમ મોદીનો નકારાત્મક પ્રચાર કામ ન આવ્યો. તેમનુ કહેવુ છે કે ભાજપાએ જનતાને અસલ મુદ્દાઓ પરથી ભટકાવવાનો પ્રયાસ કર્યો હતો. પણ કોંગ્રેસ જનતાના મુદા પર ચૂંટણી લડી. એટલે કોંગ્રેસની જીત થઈ છે.  તેમણે દાવો કર્યો કે તેમની પાર્ટી પૂર્ણ બહુમતથી કર્ણાટકમાં સરકાર બનાવવા જઈ રહી છે. જો કે તેમણે એ ન બતાવ્યુ કે તેમની સરકાર બનશે તો કર્ણાટકના મુખ્યમંત્રી કોણે બનાવવામાં આવશે.