રવિવાર, 10 નવેમ્બર 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. જ્યોતિષવિજ્ઞાન
  3. જ્યોતિષ 2024
Written By
Last Updated : બુધવાર, 13 માર્ચ 2024 (16:41 IST)

આ અક્ષરોવાળી છોકરીઓ હોય છે ભાગ્યશાળી

marriage
મેષ રાશિ - સમજદાર અને સ્વભાવથી શાંત આ રાશિની યુવતીઓ દરેકના વિચારનુ સન્માન કરે છે. આ સમગ્ર પરિવારને સાથે લઈને ચલે છે.  તેમનો  પરિવાર સાથે ઝગડો ના બરાબર  હોય છે.  દયા અને પ્રેમથી ભરેલી આ રાશિની યુવતીઓ ઘરમાં આવતા જ ખુશહાલી આવી જાય છે. 
 
વૃષભ રાશિ -  ભાગ્યના મામલે આ રાહ્સિની મહિલાઓ સૌથી આગલ હોય છે.  કારણ કે તેઓ જ્યા જાય છે ત્યાનુ વાતાવરણ ખુશનુમા થઈ જાય છે.  એટલુ જ નહી આ રાશિની યુવતીઓના ઘરમાં આવતા જ કેરિયર કે બિઝનેસમાં ઉન્નતિ થવા માંડે છે. તેઓ પોતાના પતિને ખુશ રાખવા ઉપરાંત પરિવારને પણ પરસ્પર સ્નેહથી બાંધી રાખે છે. 
 
કર્ક રાશિ -  કર્ક રાશિની મહિલાઓ ખૂબ ઈંટેલિજેંટ હોય છે. જેને કારણે આ પરિવારની ઉન્નતિ માટે સાચો નિર્ણય લે છે.  ઓછા પૈસામાં ઘર ચલાવવુ તેમને સારી રીતે આવડે છે. આ રાશિની યુવતીઓ પોતાના પરિવારના દરેક સભ્યનુ ધ્યાન રાખે છે.  જે ઘરમાં પણ આ રાશિની મહિલાઓ આવે છે ત્યા ખુશીઓની કોઈ કમી રહેતી નથી. 
 
કન્યા રાશિ - કન્યા રાશિની યુવતીઓ ઘરમાં આવવાથી ધન આગમન માટે નવા નવા દ્વાર ખુલે છે. સાથે જ આ રાશિની યુઉવતીઓ પરિવારને પણ એકત્ર કરી રાખે છે. સ્વભાવથી ખૂબ સમજદાર હોય છે જેને કારણે પરિવારના બધા સભ્ય તેમને પસંદ કરે છે. નવા વાતાવરણમાં ઢળવા માટે તેમને વધુ સમય પણ નથી લાગતો. 
 
 
વૃશ્ચિક રાશિ - સ્વભાવથી શાંત અને સરળ આ રાશિની યુવતીઓ પણ પરિવારનુ માન સન્માન બમણુ કરી દે છે.  વૃશ્ચિક રાશિની યુવતી સાથે લગ્ન કરનારા યુવકો જલ્દી પ્રોગ્રેસ કરે છે. સ્વભાવથી શનત હોવાને કારણે પરિવારમાં લડાઈ ઝગડા થતા નથી અને સૌને સંયુક્ત રાખે છે. 
 
કુંભ રાશિ - હસમુખ સ્વભાવની કુંભ રાશિની મહિલાઓ પરિવારમાં હંમેશા ખુશનુમા વાતાવરણ બનાવી રાખે છે. તેમની અંદર અનેક પ્રકારના હુનર હોય છે.  જેના દમ પર તેઓ પરિવારની આર્થિક સ્થિતિમાં પણ મદદ કરવામાં સક્ષમ હોય છે.  પતિ સાથે પરિવારને ખુશ રાખવાની કલા તેમને સારી રીતે આવડે છે.