સોમવાર, 25 નવેમ્બર 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. જ્યોતિષવિજ્ઞાન
  3. જ્યોતિષ 2024
Written By
Last Updated : શુક્રવાર, 1 માર્ચ 2024 (10:30 IST)

Monthly Horoscope March 2024: તમામ રાશિ માટે માર્ચ મહિનો કેવો રહેશે ? જાણો માસિક રાશિફળ

March Horoscope 2024
March Horoscope 2024
મેષ -  આ મહિનો તમારા માટે ઉતાર-ચઢાવથી ભરેલો રહેશે. આ મહિને તમે કેટલીક પારિવારિક સમસ્યાઓમાં ફસાઈ શકો છો, જેના કારણે તમે માનસિક રીતે અસ્વસ્થ દેખાશો. મહિનાના પહેલા ભાગમાં તમે કોઈ વહીવટી કામમાં ફસાઈ શકો છો. કોઈ તમારા પર આરોપ લગાવી શકે છે, તેથી સાવચેત અને સતર્ક રહો. સામાજિક-રાજકીય ક્ષેત્રે તમારા વિરોધીઓ વધશે.આ સમય તમારી પ્રતિષ્ઠા ખંડિત નહી થાય તેનુ ધ્યાન રાખવુ પડશે.  શુક્રના વ્યય સ્થાનમાં હોવાથી મનોરંજન અને વિલાસી ગતિવિધિઓમાં જરૂર કરતા વધુ ખર્ચ થઈ શકે છે.  બુધ પણ મીન રાશિમાં આવશે. જેનાથી તમારા વિચારોમાં નકારાત્મકતા આવવાની શક્યતા છે.  
 
વૃષભ - આ મહિને તમારા આરોગ્યનુ ધ્યાન રાખવુ પડશે. કારણ કે સ્વાસ્થ્યમાં ઉતાર-ચઢાવ કાયમ રહી શકે છે. ગુપ્ત શત્રુઓથી સાવધાન રહેવાની જરૂર છે. કોઈના પર પણ આખો બંધ કરીને વિશ્વાસ ન કરો. કાર્યક્ષેત્રમાં વ્યસ્તતા વધશે અને બિનજરૂરી ભાગદોડ પણ કરવી પડી શકે છે.  આર્થિક મામલે ઉતાર-ચઢાવની 
સ્થિતિ બની રહેશે. આ મહિને સંયમ કાયમ રાખો નહી તો કોઈની સાથે વિવાદ થઈ શકે છે. 
 
 
મિથુન - મહિનાના પ્રથમ ભાગ તમારે માટે અનુકૂળ રહેશે. તમારા અનેક અધૂરા અને મહત્વપૂર્ણ કાર્ય પુરા થશે. નોકરી-વ્યવસાયમાં લાભ અને ઉન્નતિની તકો મળશે. પણ તમારા આરોગ્ય અને ધન મામલે આ મહિનો ખૂબ સમજદારી અને સતર્કતા સાથે ચાલવુ પડશે.  સ્વાસ્થ્ય સંબંધી પરેશાનીઓને કારણે તમને માનસિક પરેશાની થઈ શકે છે.  ખર્ચ વધશે જ્યારે કે આવકમાં સ્થિતિ સામાન્ય રહેશે. આવામાં તમને કોઈની સાથે આર્થિક લેવડ-દેવડ પણ કરવી પડી શકે છે.  પારિવારિક જીવનમાં પરસ્પર તાલમેલ બનાવી રાખવા માટે સંયમથી કામ લેવુ પડશે. 
 
કર્ક - આ મહિનો તમારે માટે ખૂબ ઉતાર-ચઢાવ ભર્યો રહી શકે છે.  તમારે તમારુ બજેટ સાચવીને ચાલવુ પડશે નહી તો આર્થિક પરેશાનીઓનો સામનો કરવો પડી શકે છે. નોકરી વ્યવસાયમાં કામનુ દબાણ કાયમ રહેશે.  મહિનાના ઉત્તરાર્ધ પછી સ્થિતિ થોડી સારી રહેશે. અધિકારીઓથી સહયોગ અને લાભ મેળવી શકો છો. જોખમવાળા કામોથી દૂર રહો અને વાહન ચલાવતી વખતે પણ દૂર રહો તેનાથી દુર્ઘટનાની આશંકાઓથી બચ્યા રહેશો. 
 
સિંહ - આ મહિનો તમારે માટે ટૂંકમાં કહીએ તો અનુકૂળ રહી શકે છે. કાર્યક્ષેત્રમાં પ્રગતિ થશે. નોકરીમાં અધિકારીઓ સાથે તમારો તાલમેલ વધશે જે કેરિયર માટે સારુ રહેશે.  પણ ક્રોધ અને ઉત્તેજના પર કાબૂ રાખવો પડશે નહી તો ઘર સાથે જ પારિવારિક જીવનમાં પણ ગૂંચવણોનો સામનો કરવો પડી શકે છે. આર્થિક મામલે 
ઉન્નતિ માટે થોડી વધુ મહેનત કરવી પડી શકે ચ હે. તેલ મસાલાવાળુ ખાવાથી દૂર રહો કારણ કે ઉદર અને ગરમીને કારણે થનારી બીમારીઓ કષ્ટ આપી શકે છે.
 
કન્યા - તમારે માટે વર્ષનો આ મહિનો સુખદ અને અનુકૂળ રહેનારો છે. આ મહિને તમારા ઘરમાં ખુશીનુ વાતાવરણ રહેશે. તમારા કેટલલક અધૂરા અને બગડેલા કામ બનશે. ક્યાકથી અચાનક લાભ અને ખુશીની તક મળી શકે છે. માન સન્માનની પ્રાપ્તિ થશે. જે લોકો જમીન કે મકાન ખરીદવાની કોશિશમાં લગ્યા છે તેમને પોતાના પ્રયાસમાં સફળતા મળશે.  મહિનાના અંતમાં નાની મોટી પરેશાની આવે પણ છે જે તમે સહેલાથી સંભાળી લેશો. 
 
તુલા - આ મહિને તમારી રાશિનો સ્વામી શુક્ર મીન રાશિમાં ચાલી રહ્યો છે અને મહિનાનો પ્રથમ અઠવાડિયામાં જ વક્રી થઈ રહ્યો છે.  આવામાં આ મહિનો તમારા આરોગ્ય માટે ઉતાર-ચઢાવવાળો રહી શકે છે. આર્થિક મામલે પણ તમને સંઘર્ષપૂર્ણ સ્થિતિયોનો સામનો કરવો પડી શકે છે.  તેથી તમારા ખર્ચ પર નિયંત્રણ રાખવાનો પ્રયાસ કરો. આંખો બંધ કરીને કોઈના પર વિશ્વાસ ન કરો. કારણ કે તમને દગો મળવાની આશંકા છે.  તમારે માટે સલાહ છે કે બિનજરૂરી કામોમાં ખુદને ગૂંચવવાને બદલે તમારા જરૂરી કામો પર ધ્યાન આપો. 
 
વૃશ્ચિક- આ દિવસો તમે સાઢેસાતીના પ્રભાવમાં છો એવામાં રાહત આપતી વાત આ છે કે તમારે રાશિ પર મંગળની સ્વગ્રહી દ્ર્ષ્ટિ છે. જેનાથી આ મહીના તમારા બગડેલા કામ બનશે. નોકરીમાં ઉન્નતિ અને પ્રભાવમાં વૃદ્ધિ શકય છે. ધંધામાં પણ લાભના અવસર મળશે. પારિવારિક જીવનમાં આપસી તાલમેલ બન્યું રહેશે. પણ આ પણ ધ્યાન રાખો કે સાઢેસાતીના કારણ જે પણ સુખ અને આનંદ મળશે તેમાં થોડી કમી રહેશે અને કેટલીક ગૂંચવણનો પણ સામનો કરવું પડશે. 
 
ધનુ- તમારા માટે આ મહીનો ઘણી વાતમાં અનૂકૂળ રહેશે. નવા લોકોથી ઓળખ થશે અને તમારા સામાજિક હોદ્દો વધશે. માન-સન્માનની પ્રાપ્તિ થશે. નોકરીમાં પદ પ્રતિષ્ઠાનો લાભ મળશે. જેલોકો નોકરી બદલવા ઈચ્છી રહ્યા  છે તેને પ્રયાસ કરવું જોઈએ. સફળતા મળી શકે છે.  આ મહીના તમારા ખર્ચ વધશે . પણ ધર્મ-કર્મ કાર્યમાં તમારી રૂચિ અને સક્રિયતા પણ વધશે. શકય છે કે તમે તીર્થયાત્રા પર જાઓ. યાત્રા અને વાહનના બાબતમાં આ મહીના તમને તમારું બજટ વધારીને રાખવું પડશે કારણકે આ બાબતે તમારા ખર્ચ વધશે. 
 
મકર- આ મહીના તમારા માટે સંઘર્ષપૂર્ણ રહી શકે છે. કાર્યક્ષેત્રમાં કામનો દબાણ અને તનાવ બન્યું રહેશે. તમારા વિરોધી તમને પરેશાન કરી શકે છે તેનાથી સાવધાન રહેવું. સ્વાસ્થય સંબંધી પરેશાનીઓનો પણ સામનો કરવું પડી શકે છે. પારિવારિક જીવનમાં આપસી તાલમેલ અને સહયોગની કમી રહી શકે છે. ઘરેલૂ 
સમસ્યાઓના કારણે તમે ગૂંચવણની સ્થિતિમાં રહેશો. તમારા માટે સલાહ છે કે મિત્રો અને સગા સંબંધીઓથી તાલમેલ વધારી રાખો. તેમનો સહયોગ તમને લાભ અપાવી શકે છે. 
 
કુંભ- તમારા માટે માર્ચનો મહીનો ગૂંચવણ અને પરેશાની વાળું રહી શકે છે. આ આખું મહીનો તમને નોકરી અને ધંધાની બાબતોમા  સંઘર્ષનો સામનો કરવું પડી શકે છે આર્થિક સ્થિતિમાં ઉતાર ચઢાવના કારણ તમે ચિંતિંત રહી શકો છો. ક્યાંથી રોકાયેલો ધન મળવામાં મોડું થઈ શકે છે. આ આખા મહીના તમને તમરા કાર્યમાં 
સફળતા મેળવા માટે સામાન્યથી વધારે પરિશ્રમ અબે પ્રયાસ કરવું જોઈએ. પારિવાઅરિક જીવનમાં તાલમેલ બનાવી રાખવાની કોશિશ કરો. 
 
મીન- મહીનાના ઉતરાર્ધમાં સૂર્ય ગોચર તમારી રાશિમાં થવા જએ રહ્યા છે. આ મહીનામાં તમે ઉત્સાહિત અને ઉર્જાવાન રહેશો પણ ક્રોધ અને ઉગ્રતા પણ તમારી વધશે . જો આ પર નિયંત્રણ નહી રાખશો તો પરેશાનીઓનો સામનો કરવું પડી શકે છે. આંખોમાં તકલીફ થઈ શકે છે. માથામાં  દુખાવો અને માનસિક તનાવ અનુભવ કરશો. પારિવારિક જીવનમાં દ્ત્ષ્ટિથી આ મહીનો ઉથલ-પાથલ વાલું રહી શકે છે. તમારા સંબંધમાં તાલમેલની કમી રહી શકે છે. સગા-સંબંધીઓથી પણ મન મુટાવની આશંકા છે. ધન સંબંધી બાબતોમાં સ્થિતિ સામાન્ય રહેશે.