રવિવાર, 10 નવેમ્બર 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. જ્યોતિષવિજ્ઞાન
  3. જ્યોતિષ 2023
Written By
Last Modified: બુધવાર, 12 એપ્રિલ 2023 (00:24 IST)

Solar Eclipse 2023 - 20 એપ્રિલે લાગી રહ્યું છે હાઇબ્રિડ સૂર્યગ્રહણ, 100 વર્ષ પછી જોવા મળશે આવો અદ્દભૂત નજારો

આ વર્ષનું પ્રથમ સૂર્યગ્રહણ 20 એપ્રિલ 2023ના રોજ થવાનું છે. જે અનેક દ્રષ્ટીએ ખાસ હશે.  ઉલ્લેખનીય છે કે સૂર્યગ્રહણ અને ચંદ્રગ્રહણ બંને મહત્વપૂર્ણ ખગોળીય ઘટનાઓ છે. તમને જણાવી દઇએ કે આ વર્ષનું પ્રથમ સૂર્યગ્રહણ પણ છે.  આ વખતના સૂર્યગ્રહણમાં એક જ દિવસે 3 પ્રકારના સૂર્યગ્રહણ જોવા મળશે. તેને વૈજ્ઞાનિકોએ હાઇબ્રિડ સૂર્યગ્રહણ નામ આપ્યું છે. આ ઉપરાંત, આ સૂર્યગ્રહણને નિંગાલુ સૂર્યગ્રહણ અથવા સંકર સૂર્યગ્રહણ પણ કહેવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે આ સૂર્યગ્રહણ ગુરુવારે એટલે કે 20 એપ્રિલના રોજ સવારે 07.04 કલાકે થશે. ચાલો જાણીએ શું છે હાઇબ્રિડ સૂર્યગ્રહણ.
 
ક્યા અને ક્યારે લાગશે સૂર્યગ્રહણ ?
આ સૂર્યગ્રહણ ગુરુવારે એટલે કે 20 એપ્રિલે સવારે 07.04 કલાકે થશે. ઉલ્લેખનીય છે કે આ ગ્રહણ બપોરે 12.29 કલાકે સમાપ્ત થશે. આ સૂર્યગ્રહણનો સમયગાળો 5 કલાક 24 મિનિટનો રહેશે. જોકે આ સૂર્યગ્રહણ ભારતમાં દેખાશે નહીં. તેથી  અહીં સૂતક  પણ નહીં લાગે.  બતાવી દઈએ કે આ વર્ષનું પ્રથમ સૂર્યગ્રહણ ત્રણ સ્વરૂપો (આંશિક, પૂર્ણ અને વલયાકાર) માં જોવા મળશે.  આ સૂર્યગ્રહણ એન્ટાર્કટિકા, થાઈલેન્ડ, ચીન, સોલોમન, ફિલિપાઈન્સ, બ્રુનેઈ, તાઈવાન, પાપુઆ, ઈન્ડોનેશિયા, ઓસ્ટ્રેલિયા, પૂર્વ અને દક્ષિણ એશિયા, પ્રશાંત મહાસાગર અને હિંદ મહાસાગરમાં જોવા મળશે.
 
હાઇબ્રિડ સૂર્યગ્રહણ શું છે
હાઇબ્રિડ સૂર્યગ્રહણમાં આંશિક, કુલ અને વલયાકાર સૂર્યગ્રહણનું મિશ્રણ હોય છે. આવું ગ્રહણ 100 વર્ષમાં એકવાર થાય છે. આ સૂર્યગ્રહણમાં થોડી સેકન્ડો માટે એક અદ્ભુત રિંગ જેવો આકાર બને છે. તેને અગ્નિનો વલય અથવા રીંગ ઓફ ફાયર પણ કહેવામાં આવે છે.