બુધવાર, 27 નવેમ્બર 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. જ્યોતિષવિજ્ઞાન
  3. જ્યોતિષ 2020
Written By
Last Updated : મંગળવાર, 11 ઑગસ્ટ 2020 (14:59 IST)

Janmashtami - આ જન્માષ્ટમી પર બની રહ્યો છે વિશેષ સંયોગ, રાશિ મુજબ આ રીતે શ્રીકૃષ્ણની પૂજા કરવાથી થશે વિશેષ લાભ

સનાતન પરંપરામાં ભગવાન કૃષ્ણના જન્મોત્સવનો તહેવાર ખૂબ ધૂમધામથી ઉજવાય છે. ભગવાન કૃષ્ણનો જન્મ ભાદરવા મહિનાની અષ્ટમીના રોજ રોહિણી નક્ષત્ર અને વૃષ રાશિના ચંદ્રમાં માં થયો હતો. આવામાં દુનિયાભરના કૃષ્ણભક્ત આ દિવસે કનૈયાના નામ પર વ્રત કરે છે. અને જન્મોત્સવ સંપૂર્ણ શ્રદ્ધા-ભક્તિ સાથે ઉજવે છે.  આ વખતે આ પાવન પર્વ હંમેશાની જેમ  બે દિવસ ઉજવાશે ગૃહસ્થો માટે  11 ઓગસ્ટનો દિવસ શુભ રહેશે અને સાધુ સંતો માટે 12 ઓગસ્ટનો દિવસ શુભ રહેશે.   જ્યોતિષ મુજબ જન્માષ્ટમીના દિવસે  તુલા, મકર અને મીન રાશિના જાતકો માતે આ દિવસે વિશેષ યોગ બની રહ્યો છે.  . 
 
 
મેષ- આ રાશિના જાતકોના લાંબા સમયથી રોકાયેલા કાર્ય પૂરા થશે અને પ્રેમ સંબંધોમાં આવી રહેલી અડચણ દૂર થશે. જન્માષ્ટમીના દિવસે ગાયના દૂધથી ભગવાન કૃષ્ણની પૂજા કરવાથી જાતકોને વિશેષ લાભ મળશે.
 
વૃષભ- આ રાશિના જાતકોના એશ્વર્યમાં વૃદ્ધી થશે અને ઘરમાં સુખનો વાસ થશે. જન્માષ્ટમીના દિવસે કાચી લસ્સીથી બાળ ગોપાલનો અભિષેક કરવો અને સફેદ માખણનો ભોગ ચઢાવવાથી જાતકોને વિશેષ લાભની પ્રાપ્તિ થશે.
 
મિથુન-  આ રાશિના જાતકોની લાંબા સમયથી મનમાં ચાલી રહેલી ઇચ્છાઓ પૂર્ણ થશે. જન્માષ્ટમીના દિવસે ભગવાન કૃષ્ણને મિશ્રીનો ભોગ લગાવવો અને શેરડીના રસથી અભિષેક કરવાથી ભગવાન પ્રસન્ન થશે.
 
કર્ક- આ રાશિના જાતકોના જીવનમાં ચાલી રહેલી તમામ મુશ્કેલીઓ દુર થશે. સાથે જ તમામ રોગથી મુક્તિ મળશે. જન્માષ્ટમીના દિવસે દુધમાં તુલસી નાખી ભગવાનને ભોગ લગાવવાથી કાન્હા તમામ ઇચ્છાઓ પૂર્ણ કરશે.
 
સિંહ- આ રાશિના જાતકોના લગ્નમાં આવતી સમસ્યા દૂર થશે. વૈવાહિક જીવનમાં ખુશી આવશે. સિંહ રાશીના જાતકો શ્રીકૃષ્ણના હિંચકાને જરૂરથી ઝુલાવે. 
 
કન્યા- કન્યા રાશિના જાતકોનો ભાગ્યોદય થશે. વ્યવહારમાં સકારાત્મક પરિવર્તન આવશે. કન્યા રાશિના લોકો શ્રીકૃષ્ણને લડ્ડુનો ભોગ અવશ્ય ચઢાવે. શેરડીના રસથી ભગવાનનો અભિષેક કરો.
 
તુલા - આ રાશિના જાતકોની ધનની સમસ્યાઓ દૂર થશે. પૈસા અને પૈસાની બધી ચિંતા દૂર થઈ જશે. ભગવાન શ્રીકૃષ્ણને સફેદ માખણ અર્પણ કરો. કાચી લસ્સીથી શ્રીકૃષ્ણનો અભિષેક કરો.
 
વૃશ્ચિક- તમારા બધા કાર્યો ખૂબ જ જલ્દી પૂર્ણ થશે. દુશ્મનોના કાવતરાં નિષ્ફળ જશે. વૃશ્ચિક રાશિના જાતકોએ ભગવાન શ્રીકૃષ્ણને ગાયના દૂધથી ભોગ અર્પણ કરવો જોઈએ. પંચામૃતથી અભિષેક કરો.
 
ધનુ- ધનુ રાશિના લોકોને સ્વજનો તરફથી સારા સમાચાર મળી શકે છે. પરિચિતો સાથેની વાદ-વિવાદ સમાપ્ત થઈ શકે છે. ધનુ રાશિવાળા શ્રીકૃષ્ણને નિશ્ચિતરૂપે બેસનની બર્ફી ચઢાવો. બાળ ગોપાલને હળદરનાં દૂધથી અભિષેક કરો.
 
મકર- મકર રાશિના લોકો શિક્ષણમાં સારી કામગીરી કરશે. એકાગ્રતા વધશે અને કારકિર્દીમાં પ્રગતિ મળશે. મકર રાશિના જાતકોએ ભગવાન કૃષ્ણને હિંચકા ઝુલાવે અને ગંગાજળથી અભિષેક કરે.
 
કુંભ- કુંભ રાશિના લોકોના તમામ અવરોધો દૂર થશે. ઘરમાં ખુશીઓ રહેશે. ઘરના સભ્યો ભાગ્યશાળી રહેશે. કુંભ રાશિના જાતકોએ શુદ્ધ દેશી ઘીની મીઠાઇ સાથે દ્વારિકાધીશને ભોગ ચઢાવવો જોઇએ.
 
મીન- મીન રાશિના લોકોને વ્યવસાયમાં સફળતા મળશે અને મોટી મુશ્કેલીઓ દૂર થશે. મીન રાશિના લોકો બેસનની બર્ફી સાથે શ્રીકૃષ્ણને ભોગ ચઢાવે અને કેસરના દૂધથી અભિષેક કરો.