Shani Amavasya- શનિ પ્રકોપથી બચવા માટે સવારે ઉઠતા જ રાશિ મુજબ કરો આ કામ
મેષ - શનિ અમાવસ્યા પર સૂર્યોદય પહેલા ઉઠો અને સ્નાન પછી સવા કિલો બાજરી માટીના વાસણમાં ભરીને ઉપર સરસવના તેલનો ચૌમુખી દીવો પ્રગટાવો ત્યારબાદ આસન પર બેસીને શનિ મંત્ર
ૐ પ્રાં પ્રી. પ્રૌં સ: શનેય નમ: મંત્રનો જાપ કરો.
વૃષભ રાશિ - આસન પર બેસીને શનિ મંત્ર ૐ પ્રાં પ્રી. પ્રૌં સ: શનેય નમ: મંત્રનો માળાથી 5 વાર જાપ કરો. પીપળના ઝાડ નીચે સૂર્યોદય પહેલા કડવા તેલનો દીવો પ્રગટાવો.
મિથુન રાશિ - ૐ નમો ભગવતે શનૈશ્ચરાય સૂર્ય પુત્રાય નમ:. મંત્રની 11 માળા જાપ કરો. આખા મગનુ દાન કરો.
કર્ક રાશિ - સ્નાન પછી આસન પર બેસીને શનિ મંત્ર હ્વીં નીલાંજનસમાભાસં રવિપુત્રં યમાગ્રજમ | છાયામાતંડ સંભૂતં તં નમામિ શનિશ્ચરમ. મંત્રની 5 માળા જાપ કરો.
સિંહ રાશિ - સૂર્યોદય પહેલા ઉઠીને સ્નાન વગેરેથી નિવૃત્ત થઈને સવા કિલો ઘઉં કોઈ માટીના વાસણમાં ભરો. તેને લાલ રંગના કપડા પર મુકીને ઘરમાં જ પૂજા કરો. આ પછી પૂજા કરતા - સૂર્યપુત્રો દીર્ઘદેહો વિશાલાક્ષ: શિવપ્રિય. પ્રસન્નાત્મા પીડાં હરતુમાં શનિ:|| મંત્રનો 5 વાર જાપ કરો.
કન્યા રાશિ - સવારે શનિદેવનુ ધ્યાન કરતા પંચોપચાર પૂજન કરો. ત્યારબાદ શુદ્ધ આસન પર બેસીને મંત્ર ૐ પ્રાં પ્રી. પ્રૌં સ: શનૈશ્ચરાય નમ: ની 7 માળાનો જાપ કરો.
તુલા રાશિ - શનિદેવનું ધ્યાન કરતા પંચોપચાર પૂજન કરો. ત્યારબાદ શુદ્ધ આસન પર બેસીને મંત્ર ૐ પ્રાં પ્રી. પ્રૌં સ: શનૈશ્ચરાય નમ: ની 7 માળાનો જાપ કરો.
વૃશ્ચિક રાશિ - સવારે સ્નાન વગેરેથી પરવારીને તાંબાના પાત્રમાં મસૂરની દાળ ભરીને સવા મીટરના લાલ કપડા પર મુકીને પૂજા કરો. ત્યારબાદ ૐ પ્રાં પ્રી. પ્રૌં સ: શનૈય નમ: મંત્રનો જાપ કરો.
ધનુ રાશિ - શનિ અમાવસ્ત્યા પર સૂર્યોદય પહેલા ઉઠો અને સ્નાન પછી સવા 5 કિલો ચણાની દાળ સવા પાંચ મીટર સ્વચ્છ પીળા કપડામાં બાંધીને તમારા પૂજા સ્થાનમાં મુકો. આ ઉપરાંત મકાઈનુ દાન કરો. સાથે જ ૐ પ્રાં પ્રી. પ્રૌં સ: શનૈય નમ: મંત્રનો જાપ કરો.
મકર રાશિ - સવારે ઉઠ્ય અપછી 5 કિલો દેશી ચના સવા પાંચ મીટર વાદળી કપડામાં બાંધીને તમારા પૂજા સ્થાનમાં મુકો. સરસવના તેલનો ચારમુખી દીવો પ્રગટાવો. ત્યારબાદ ૐ પ્રાં પ્રી. પ્રૌં સ: શનૈય નમ: મંત્રનો જાપ કરો.
કુંભ રાશિ - શનિ અમાસના દિવસે સવારે વહેલા ઉઠીને નિત્યકાર્યથી પરવારીને શનિ ભગવાનની પૂજા કરો. ૐ પ્રાં પ્રી. પ્રૌં સ: શનૈય નમ: મંત્રનો જાપ કરો. જાપ પછી કાળી ઊડદની દાળ તમારી ઈચ્છાશક્તિ મુજબ દાન કરો.
મીન રાશિ - સરસવના તેલનો ચારમુખી દીવો પ્રગટાવો. આસન પર બેસીને ત્યારબાદ ૐ પ્રાં પ્રી. પ્રૌં સ: શનૈય નમ: મંત્રનો જાપ કરો. જાપ પછી આ તેલ કોઈ મંદિરમાં દક્ષિણા સહિત દાન કરો. હળદરનુ દાન કરો.