શુક્રવાર, 15 નવેમ્બર 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. જ્યોતિષવિજ્ઞાન
  3. જ્યોતિષ 2018
Written By

Pisces - જાણો મીન રાશિ માટે કેવુ રહેશે વર્ષ 2018

રાશિફળ 2018 મુજબ મીન રાશિવાળા જાતકો માટે આ વર્ષ સામાન્ય રહેશે.  આ વર્ષે તમારા આરોગ્યનો ખ્યાલ રાખો. આર્થિક  મામલે પણ તમારે આ વર્ષે સતર્ક રહેવાની સલાહ આપવામાં આવે છે. કેરિયરમાં સફળતા મેળવવા માટે ખૂબ પરિશ્રમ કરવાની  જરૂર છે. આવો વિસ્તારથી જાણીએ 2018માં શુ કહે છે તમારા સિતારા... 
રાશિફળ 2018 મુજબ સ્વાસ્થ્ય
આ વર્ષે સપ્ટેમ્બર મહિના સુધી તો તમારે તમારા સ્વાસ્થ્યનો વિશેષ ખ્યાલ રાખવો પડશે. તમારો રાશિ સ્વામી ગુરૂ ગોચરમાં તમારા  અષ્ટમ ભાવમાં રહેશે.  અષ્ટમ ભાવને જ્યોતિષ મુજબ સારો નથી માનવામાં આવતો.  આવામાં તમારે સ્વાસ્થ્ય પ્રત્યે સાવધાની  રાખવાની જરૂર રહેશે.  વાહન સંચાલનમાં સાવધાની રાખવાની સલાહ પણ તમને આપવામાં આવે છે. રાહુની પંચમ ભાવમાં  હાજરી તમને પેટ સંબધિત કેટલીક પરેશાનીઓ આપી શકે છે. જો પહેલા હ્રદય સંબંધી કોઈ તકલીફ છે કે ગેસની પ્રોબ્લેમ છે તો તે  તમને થોડી પરેશાન કરી શકે છે.. ખાન પાન પર સંયમ રાખીને તેને નિયંત્રિત કરી શકાય છે.  સપ્ટેમ્બર પછી સ્વાસ્થ્યમાં સારુ  જોવા મળશે. મતલબ આ વર્ષે તમને સ્વાસ્થ્ય પ્રત્યે સચેત રહેવુ પડશે.  આવુ કરીને તમે સારા સ્વાસ્થ્યનો આનંદ લઈ શકશો.. 
 
રાશિફળ 2018 મુજબ અભ્યાસ 
તમારા ચતુર્થમાં શનિનો પ્રભાવ રહેશે તો બીજી બાજુ પંચમમાં રાહુ સ્થિત છે સાથે જ સપ્ટેમ્બર સુધી ગુરૂ તમારા અષ્ટમમાં રહેશે.   આ બધી સ્થિતિયો અભ્યાસમાં થોડા અવરોધ લાવવાના સંકેત કરી રહી છે. આવામાં અભ્યાસ પ્રત્યે થોડી પણ બેદરકારીવાળો ભાવ  ન રાખો. ખાસ કરીને જ્યારે પરીક્ષાનો સમય નિકટ હોય તો સ્વાસ્થ્ય પ્રત્યે બેદરકારી બિલકુલ ન બતાવશો કારણ કે ક્યાક એવુ ન  થાય કે સ્વાસ્થ્યની કમજોરીને કારણે તમે પરીક્ષામાં સારુ પ્રદર્શન ન કરી શકો. તેથી આખુ વર્ષ નિષ્ઠાપૂર્વક અભ્યાસ કરવાનો છે  પણ પરીક્ષાના સમયે વિશેષ સાવધાની રાખવાની છે.  જો કે શોધના વિદ્યાર્થીઓ માટે વર્ષ અનુકૂળતા આપી શકે છે. સપ્ટેમ્બર  પછીનો સમય તુલનાત્મક રૂપે સારો રહેવાનો છે. 
 
રાશિફળ 2018 મુજબ આર્થિક સ્થિતિ 
જો કે ધનનો કારક ગ્રહ ગુરૂ સપ્ટેમ્બર સુધી ગોચરમાં તમારા આઠમાં ભાવમા રહેશે જે ધનની નિરંતરતામાં અવરોધ આવવાનો  સંકેત આપી રહ્યો છે.  પણ તમારા ફ્રેવરની વાત એ છે કે ગુરૂની દ્રષ્ટિ તમારા ઘન ભાવ પર રહેશે. મતલબ જો આ વર્ષ આર્થિક  મામલા માટે સારુ નથી તો બહુ ખરાબ પણ નથી અર્થાત આર્થિક મામલા માટે આ વર્ષ સરેરાશ પરિણામ આપનારુ રહેશે પણ  વિશેષ વાત એ છે કે આ વર્ષ તમને અચાનક ધનની પ્રાપ્તિ થવાના પણ યોગ છે. ગુરૂ અને શનિ બંનેની દ્રષ્ટિ ચોથા ભાવમાં છે  તેથી પ્રોપર્ટી વગેરેમાં રોકાન થવાના પણ યોગ બની રહ્યા છે.  જો કે રોકાણ કરતા પહેલા એક ચિંતન અને મંથન જરૂરી રહેશે. 
રાશિફળ 2018 મુજબ પ્રેમ અને દાંમ્પત્ય 
આ વર્ષ પ્રેમ સંબંધો માટે સામાન્યથી સરેરાશ રહી શકે છે. ગુરૂનુ અષ્ટમ ભાવમાં હોવુ આ મામલા માટે સારુ માનવામાં આવ્યુ નથી.  સાથે જ સાથે શનિની દસમ દ્રષ્ટિ કુંડળીના સપત્મ ભાવ પર રહેશે તો જીવનસાથીની સાથે કેટલાક મતભેદ થવાના સંકેત કરી રહી  છે. અથવા એવુ પણ બની શકે છે કે જીવનસાથીનુ સ્વાસ્થ્ય થોડુ કમજોર રહે.  જોકે સપ્ટેમ્બર પછીનો સમય તુલનાત્મક રીતે સારુ  પરિણામ આપવાના સંકેત આપી રહ્યુ છે પણ આ પહેલા એ મામલમાં ખૂબ સાવધાનીથી આચરણ કરવુ પડશે.  સગાઈ વિવાહ  વગેરે મામલા માટે વર્ષના અંતે થોડા મહિના સારા સાબિત થઈ શકે છે. 
 

રાશિફળ 2018 મુજબ કામ-ધંધો 
કામ ધંધા મટે વર્ષ સરેરાશ છે. શનિની દશમમાં સ્થિતિને જોતા તમને સલાહ છે કે આ વર્ષે તમારે દરેક કામ માટે વધુ સમય  આપતા વધુ મહેનત કરવાની જરૂર પડશે.  આવુ કરવાની સ્થિતિમાં સંતોષપ્રદ પરિણામ મળતા રહેશે.  ઉલ્લેખનીય છે કે આ વર્ષે  તમારો રાશિ સ્વામી સપ્ટેમ્બર સુધી અષ્ટમમાં રહેશે તેથી વધુ મહેનત સાથે તમને બધા પગલા યોજનાપૂર્વક ભરવા પડશે.   આ  વર્ષ વરિષ્ઠો સાથે થોડો મતભેદ પણ રહી શકે છે.  આવામાં સલાહ એ છે કે વરિષ્ઠોને તેમના ભાગનુ પુરૂ માન સન્માન આપો.  નોકરી કરતા લોકો આ વર્ષે પ્રમોશનને લઈને થોડા અસંતુષ્ટ રહી શકે છે. જો કે સપ્ટેમ્બર પછીનો સમય તુલનાત્મક રૂપે સારો રહેશે  પણ મહેનતની જરૂર ત્યારે પણ રહેશે. વર્ષના અંતના કેટલાક મહિના પ્રમોશનમાં તમારી મદદ કરી શકે છે. 
રાશિફળ 2018 મુજબ ભાગ્ય સ્ટાર 
રાશિફળ 2018 માં મીન રાશિવાળા જાતકોને 5માંથી 3 સ્ટાર્સ આપવામાં આવે છે. 
 
રાશિફળ 2018 મુજબ ઉપાય 
ઉપાયના રૂપમાં મા દુર્ગાની પૂજા કરો અને દુર્ગા ચાલીસાનો પાઠ કરો. સાથે જ વરિષ્ઠોની સેવા અને સન્માન માટે સમય જરૂર કાઢો.