કોઈ વ્યક્તિ પોતાના જીવનમાં કેટલો શ્રીમંત થઈ શકશે, આ તેની કુંડળીમાં લખેલુ હોય છે. આવો જાણીએ કે કુંડળીમાં ધન યોગને કેવી રીતે ઓળખીશુ ?
અહી અમે રજૂ કરીએ છીએ જન્મ કુંડળીના કેટલાક મુખ્ય ધન યોગ. તેમાંથી કોઈ એક યોગના હોવાથી પણ વ્યક્તિને ધનની પ્રાપ્તિ જરૂર થાય છે.
ધન યોગ - જ્યારે કુંડળીના બીજા ભાવમાં શુભ ગ્રહ બેસ્યો હોય તો જાતકની પાસે અપાર પૈસો રહે છે.
- જન્મ કુંડળીના બીજા ભાવ પર શુભ ગ્રહની દ્રષ્ટિ હોય ત્યારે પણ ભરપૂર ધનનો યોગ બને છે.
- બીજા ભાવનો સ્વામી મતલબ દ્વિતિવેશને ધનેશ માનવામાં આવે છે. તેથી તેના પર શુભ ગ્રહની દ્રષ્ટિ હોય તો પણ વ્યક્તિને ધનની કમી નથી રહેતી.
- બીજા ભાવનો સ્વામી મતલબ દ્રિતીયેશની સાથે કોઈ શુભ ગ્રહ બેસ્યો હોય તો પણ વ્યક્તિની પાસે ખૂબ પૈસા હોય છે.
- જ્યારે બૃહસ્પતિ મતલબ ગુરૂ કુંડળીમાં કેન્દ્ર સ્થાને હોય.
- બુધ પર ગુરૂની પૂર્ણ દ્રષ્ટિ હોય
- ગુરૂ લાભ ભાવ (અગિયારમાં ભાવ)માં હોય
- દ્વિતિએશ ઉચ્ચ રાશિમાં થઈને કેન્દ્રમાં બેસ્યો હોય
- લગ્નેશ લગ્ન સ્થાનનો સ્વામી જ્યા બેસ્યો હોય, તેનાથી બીજા ભાવનો સ્વામી ઉચ્ચ રાશિમાં થઈને કેન્દ્રમાં બેસ્યો હોય.
- ધનેશ અને લાભેશ ઉચ્ચ રાશિગત હોય
- ચંદ્રમાં અને ગુરૂની કોઈ શુભ ભાવમાં યુતિ હોય
- ગુરૂ ધનેશમાં થઈને મંગળની સાથે હોય
- ચંદ્ર અને મંગળ બંને એકસાથે કેન્દ્રમાં હોય
- ચંદ્ર અને મંગળ બંને એકસાથે ત્રિકોણમાં હોય
-ચંદ્ર અને મંગળ બંને એકસાથે લાભમાં હોય
- લગ્નથી ત્રીજા, છઠ્ઠા, દસમાં અને અગિયારમાં ભાવમાં શુભ ગ્રહ બેસ્યા હોય
- સપ્તમેશ દશમ ભાવમાં પોતાની ઉચ્ચ રાશિમાં હોય
- સપ્તમેશ દશમ ભાવમાં હોય અને દશમેશ પોતાની ઉચ્ચ રાશિમાં નવમેશની સાથે હોય.