આ 1 રાશિ માટે સૌથી વધુ ભારે રહેશે ચંદ્ર ગ્રહણ, જાણો બાકી રાશિ પર શુ થશે અસર ?
થોડા જ દિવસ પછી સદીનુ સૌથી લાંબુ ચંદ્રગ્રહણ જોવા મળશે. જે સંપૂર્ણ ભારતમાં દેખાશે. આ વર્ષ 2018 નુ બીજુ ચંદ્રગ્રહણ હશે. 27 જુલાઈ 2018ના રોજ ગુરૂ પુર્ણિમા પણ છે. જ્યોતિષ મુજબ વર્ષનુ આ બીજુ ચંદ્ર ગ્રહણ મકર રાશિ પર લાગી રહ્યુ છે અને મકર રાશિનો સ્વામી શનિ છે.
જેને કારણે આ રાશિ પર શનિ અને ચંદ્રમાં બંનેનો પ્રભાવ રહેશે. આ સમય શનિ ધનુમાં ગોચર છે. બીજી બાજુ ધનુ, મકર અને વૃશ્ચિક રાશિયો પર શનિની સાઢે સાતી ચાલી રહી છે. આ ચંદ્ર ગ્રહણની બધી 12 રાશિયો પર શુ અસર પડશે આવો જાણીએ.
મેષ રાશિ - આ રાશિ માટે સદીનું સૌથી લાંબુ ચંદ્ર ગ્રહણ શુભ રહેશે. અનેક નવી તક મળશે. ધન લાભના સ્વચ્છ સંકેત છે.
વૃષભ રાશિ - આ રાશિ માટે ગ્રહણ દરમિયાન હનુમાન ચાલીસાનો પાઠ કરવો ફળદાયી રહેશે. નોકરીના ક્ષેત્રમાં અનેક નવી તક મળી શકે છે.
મિથુન રાશિ - ક્યાકથી એક્સટ્રા કમાણી થઈ શકે છે. મિથુન રાશિ માટે ચંદ્ર ગ્રહણ થોડુ આરોગ્યની દ્રષ્ટિથી સારુ રહેવાનુ નથી.
કર્ક રાશિ - આ રાશિ માટે ચંદ્ર ગ્રહણ દુખના સમાચાર આપી શકે છે. કારણ કે કર્ક રાશિનો સ્વામી ચંદ્રમાં છે અને ચંદ્રમાંને ગ્રહણ લાગશે. જેને કારણે ઘણી પરેશાનીનો સામનો કરવો પડી શકે છે.
સિંહ રાશિ - સિંહ રાશિ માટે ચંદ્ર ગ્રહણ મિશ્રિત રહેવાનો છે. સારા સમાચાર સાંભળવા મળી શકે છે. પણ પરિવારમાં તનાવ વધી શકે છે.
કન્યા રાશિ - સિંહ રાશિવાળાની જેમ કન્યા રાશિના જાતકો માટે ચંદ્ર ગ્રહણ કોઈ વિશેષ લાભ નહી આપે. શિવની ઉપસના કરવી શુભ રહેશે.
તુલા રાશિ - તુલા રાશિના જાતકો માટે ચંદ્ર ગ્રહણ વેપારમાં લાભદાયક રહેશે. પ્રોપર્ટીના બિઝનેસમાં તમને આવનારા સમયમાં લાભ થઈ શકે છે.
વૃશ્ચિક રાશિ - આ રાશિનો સ્વામી મંગળ છે. ગ્રહણની અસર મિશ્રિત રહેવાની છે. આગળ આવનારા સમયમાં તમને પ્રોગ્રેસની તક મળશે.
ધનુ રાશિ - પૈસા સાથે જોડાયેલ તમામ પ્રકારની પરેશાનીઓ તમને ઘેરી શકે છે. પરિવારમાં ઘરના સભ્યો વચ્ચે વિવાદ થઈ શકે છે.
મકર રાશિ - આ રાશિ પર ચંદ્ર ગ્રહણની સૌથી ખરાબ અસર જોવા મળશે. કારણ કે ચંદ્ર ગ્રહણ મકર રાશિમાં થઈ રહ્યુ છે. પૈસાનુ નુકશાન અને માનસિક તનાવ પેદા થઈ શકે છે.
કુંભ રાશિ - આ રાશિના જાતકો પર ચંદ્ર ગ્રહણની નકારાત્મક અસર જોવા મળી શકે છે. માનસિક અને શારીરિક સમસ્યા સાથે સામનો થઈ શકે છે.
મીન રાશિ - આ રાશિના જાતકો પર ચંદ્ર ગ્રહણની કોઈ વિશેષ અસર રહેવાની નથી. જો કે આરોગ્યના મામલે આ રાશિના જાતકોને થોડી પરેશાનીઓનો સામનો કરવો પડી શકે છે.