શુક્રવાર, 15 નવેમ્બર 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. જ્યોતિષવિજ્ઞાન
  3. જ્યોતિષ 2017
Written By
Last Updated : મંગળવાર, 18 જુલાઈ 2017 (17:07 IST)

Astrolgoy - આ 4 રાશિયો હોય છે સૌથી વધુ શક્તિશાળી (See Video)

જ્યોતિષની ભાષામાં કહેવામાં આવે તો તમારુ જીવન તમારી રાશિ મુજબ ચાલે છે. ગ્રહ નક્ષત્રોનો તમારા પર શુ પ્રભાવ પડી રહ્યો છે એ તમારી રાશિ જાતે જ બતાવી દે છે. એ પણ સત્ય છે કે ભલે આધુનિક યુગમાં જીવવાને  કારણ આપણે આજે જ્યોતિષ વિદ્યાથી દૂર થઈ ગયા હોય..  પણ એક વાત સત્ય છે કે જે સમસ્યાઓ જ્યોતિષ દ્વારા ઉકેલી શકાય છે તેને અન્ય કોઈ માધ્યમથી ઉકેલવી ખૂબ જ મુશ્કેલ અને ઘણીવાર તો  સંપૂર્ણપણે અશક્ય પણ હોય છે. 
 
કોઈ વ્યક્તિ કેવો હશે ? જેવો દેખાય છે શુ ખરેખર એ એવો જ છે. .. ? આ બધા પ્રશ્નોના જવાબ પણ જ્યોતિષ દ્વારા આપણે મેળવી શકીએ છીએ. જીવનની ગુપ્ત વાતોનો ખુલાસો પણ આપણી કુંડળી જ કરે છે. પણ આ બધા ઉપરાંત જ્યોતિષની એક વધુ ખાસ વાત છે .. જેના મુજબ તમે વ્યક્તિને તેની રાશિ મુજબ પણ જજ કરી શકો છો. કહેવાનો અર્થ એ છે કે દરેક રાશિની અંદર એક ખાસ ખૂબી હોય છે.. એ ખૂબી તેમની અંદર આપમેળે જ પ્રવેશ કરી જાય છે. 
 
આજે અમે કેટલીક રાશિઓની મહત્વપૂર્ણ ખૂબી બતાવવા જઈ રહ્યા છીએ. જ્યોતિષશાસ્ત્રમાં જેટલી પણ રાશિયો છે આમ તો એ બધી રાશિઓનું પોતાનુ એક જુદુ મહત્વ છે પણ તેમાથી 4 રાશિયો એવી છે જે ખરેખર ખૂબ તાકતવર છે... આ એટલી ડોમિનેટ રાશિયો છે કે સામેવાળાને તેમનાથી દબાવવું જ પડે છે.  આવો જાણીએ આપણે કંઈ છે એ રાશિઓ.. 

 
1. મેષ રાશિ - સૌથી તાકતવર રાશિમાં સૌથી પ્રથમ નંબર મેષ રાશિનો છે જે અન્ય બધી રાશિઓમાં સૌથી વધુ ઉર્જાવાન રાશિ માનવામાં આવે છે.  આ રાશિના લોકો હંમેશા સક્રિય રહે છે. રોકાવવુ તેમના સ્વભાવમાં છે જ નહી..  જો કોઈ તેમના જીવનમાં કોઈ સમસ્યા આવે છે તો તેનાથી ગભરાયા વગર તેને ઈગ્નોર કરવુ શરૂ કરે છે. 
 
- આ લોકો કોઈ બીજા પર વિશ્વાસ કરતા નથી. વાતને હંમેશા પોતાના હાથમાં રાખે છે. તેમના નિર્ણય તેમના ખુદના હોય છે. આ રાશિના લોકો કોઈનાથી પ્રભાવિત થઈને પોતાના જીવનની દિશા નક્કી કરતા નથી. 
 
2. બીજી સૌથી તાકતવર રાશિ છે છે વૃશ્ચિક રાશિ - વૃશ્ચિક રાશિના જાતકો સમર્પિત અને ઈમાનદાર હોય છે. પણ સાથે જ તેમની અંદર દ્રોહી સ્વભાવ પણ મુખ્ય રૂપે જોવા મળે છે.  જે લોકો ડિઝર્વ કરે છે તેમની સાથે તો  તેઓ પૂરી ઈમાનદારીથી વ્યવ્હાર કરે છે પણ જે લોકો  પોતે જ દગાબાજ  છે તેમણે વૃશ્ચિક રાશિના લોકો તરફથી હંમેશા સાવધ રહેવુ જોઈએ. 
 
- વૃશ્ચિક રાશિના લોકો ખૂબ વધુ ભાવુક હોય છે.  આ કારણે ક્યારેક તેમને સહન કરવા મુશ્કેલ થઈ જાય છે.  વૃશ્ચિક રાશિના લોકોની અંદર ભવિષ્યને માપી લેવાની ક્ષમતા છે. જે તમે વિચારી પણ નહી શકો. આ લોકો તેમના દરેક પરિણામ સુધી પહોંચી જાય છે.  તેથી તેમનાથી બચીને રહેવુ જ લાભકારી છે. 
 
3, સૌથી તાકતવર રાશિઓમાં ત્રીજા નંબર પર છે કુંભ રાશિ - કુંભ રાશિની સૌથી મોટી વિશેષતા એ છે કે આ ક્યારેય ભાવનાઓમાં વહીને કોઈ નિર્ણય લેતા નથી.  જો જરૂર પડે તો આ પોતાની ભાવનાઓ અને પોતાની સંવેદનાઓને બાજુ પર મુકીને પણ આગળ વધવામાં સમજદારી સમજે છે. 
 
- કુંભ રાશિના લોકો ખૂબ દિલચસ્પ અને જિજ્ઞાસુ હોય છે. આ લોકોને બુદ્ધિમાન પણ માનવામાં આવે છે.  તેમની અંદર જીદની સાથે સાથે ગજબનો આત્મવિશ્વાસ હોય છે.. 
 
4. સૌથી તાકતવર રાશિઓમાં છેલ્લો અને 4થો નંબર છે મકર રાશિનો -  આ રાશિ સૌથી ઉત્કૃષ્ટ માનવામાં આવે છે. એવુ એટલા માટે કારણ કે આ રાશિના જાતકોમાં આત્મનિયંત્રણની ભાવના ખૂબ પ્રબળ હોય છે.  તેમની અંદર બીજી રાશિના લોકોની સરખામણીમાં   વિચારવાની અને સમજવાની શક્તિ વધુ હોય છે.  આ લોકો હંમેશા સક્રિય રહે છે. તેમના સ્વભાવમાં થંભી જવુ કે નિરાશામાં ડૂબી જવુ એવુ હોતુ નથી. 
 
આ જ કારણે તેઓ ખૂબ જ જલ્દી પોતાના ઉદ્દેશ્યોને મેળવવામાં સફળ થાય છે. આ બધાને કારણે તેમનો આત્મવિશ્વાસ પણ ખૂબ જ વધેલો રહે છે.