ગુરુવાર, 28 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. નોકરી અને કેરિયર
Written By
Last Modified: સોમવાર, 20 જૂન 2022 (10:54 IST)

ગુજરાતમાં લાઇનમેનના પદો પર બમ્પર ભરતી નિકલી, 10 પાસ કરી શકે છ એપ્લાય

ગુજરાતના 10મું પાસ ઉમેદવારો માટે સરકારી નોકરી મેળવવાની સારી તક આવી છે. એપ્રેન્ટિસ લાઇનમેનની 400 જગ્યાઓ માટે ભરતી છે, જેના માટે માન્ય બોર્ડમાંથી 10મું પાસ અને ચોક્કસ કોર્સ ધરાવતા ઉમેદવારો અરજી કરી શકે છે. પશ્ચિમ ગુજરાત વિજ કોર્પોરેશન લિમિટેડમાં આ ખાલી જગ્યાઓ બહાર આવી છે જેના માટે અરજી પ્રક્રિયા હજુ શરૂ થઈ નથી. જે ઉમેદવારો PGVCLની આ જગ્યાઓ માટે લાયકાત ધરાવતા અને અરજી કરવા ઇચ્છુક છે, તેઓ લેટેસ્ટ અપડેટ્સ માટે PGVCLની અધિકૃત વેબસાઇટ ચેક કરે. 
 
કોણ કરી શકે છે અરજી 
PGVCLના એપ્રેન્ટિસ લાઇનમેનની જગ્યા માટે અરજી કરવા માટે, ઉમેદવારોએ ઇલેક્ટ્રિશિયન અથવા વાયરમેનનો બે વર્ષનો અભ્યાસક્રમ સાથે 10મું ધોરણ પાસ કરેલ હોવું જરૂરી છે.
 
કેવી રીતે અરજી કરવી 
આ પોસ્ટ માટે માત્ર ઓનલાઈન જ અરજી કરી શકાશે. જો કે આ જગ્યાઓ માટે અરજી કરવાની તારીખ અને છેલ્લી તારીખ હજુ સુધી જાહેર કરવામાં આવી નથી, પરંતુ તારીખો ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. આ માટે, PGVCLની સત્તાવાર વેબસાઇટ pgvcl.com પર નજર રાખો.
 
અહીં જુઓ નોટીસ
ગુજરાત PGVCL ની આ પોસ્ટ્સ વિશે કોઈપણ પ્રકારની વિગતવાર માહિતી મેળવવા માટે, તમે સત્તાવાર વેબસાઇટની મુલાકાત લઈ શકો છો અથવા તમે આ સૂચનાની લિંક પર ક્લિક પણ કરી શકો છો. સૂચના જોવા માટે અહીં ક્લિક કરો.