રવિવાર, 24 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. નોકરી અને કેરિયર
Written By
Last Modified: ગાંધીનગર: , શુક્રવાર, 19 જુલાઈ 2019 (08:40 IST)

રાજ્ય સરકારે છેલ્લા પાંચ વર્ષમાં ૧.૧૮ લાખથી વધુ યુવાઓને આપી સરકારી નોકરી

રાજ્ય સરકારે છેલ્લા પાંચ વર્ષમાં ૧,૧૮,૪૭૮ યુવાનોને સરકારી નોકરી પુરી પાડી સમગ્ર દેશમાં ઉદાહરણરૂપ કામગીરી બજાવી છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીના સબળ માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકારે પારદર્શક પદ્ધતિથી એક ઝૂંબેશ સ્વરૂપે સરકારી નોકરીઓ માટે ખાસ અભિયાન હાથ ધર્યું છે. આગામી ત્રણ વર્ષમાં રાજ્ય સરકારે અંદાજે કુલ ૬૦,૪૩૫ જેટલી સરકારી નોકરી પુરી પાડવાનું પણ આયોજન કર્યું છે. રાજ્ય સરકારના આ સમગ્રતયા આયોજનને કારણે ભારત સરકારના પ્રસિદ્ધ થયેલા આંકડા પ્રમાણે ગુજરાતનો બેરોજગારીનો દર ૦.૯ ટકા અંદાજવામાં આવ્યો છે જે સમગ્ર દેશના રાજ્યોમાં સૌથી નીચો દર છે.
 
અખબારોમાં પ્રસિદ્ધ થયેલા અહેવાલો સંદર્ભે શ્રમ અને રોજગાર વિભાગની દ્વારા કરવામાં આવેલા સ્પષ્ટતા અનુસાર ધારાસભ્ય સોમાભાઇ કોળીપટેલ (લીંબડી) ધ્વારા પૂછાયેલા વિધાનસભ પ્રશ્નના જવાબમાં જણાવ્યું હતું કે રોજગાર વિનિમય કચેરીઓ દ્વારા છેલ્લા પાંચ વર્ષમાં પુરી પાડવામાં આવેલ કુલ ૧૭,૫૨,૮૯૦ રોજગારી પૈકી૫૭,૯૨૦ સરકારી અને ૧૬,૯૪,૯૭૦ ખાનગી રોજગારી આપવામાં આવેલ છે.
 
આ રોજગારીની વિગતો ફક્ત સરકારી રોજગાર વિનિમય કચેરી મારફતે આપવામાં આવેલ રોજગારીનો આંકડો છે. જેમાં દર્શાવેલ પ૭,૯ર૦ સરકારી નોકરીઓમાં છેલ્લાં પાંચ વર્ષમાં રોજગાર કચેરીઓ દ્વારા મુખ્યત્વે ટૂંકા ગાળાની, તદૃન હંગામી, કરાર આધારિત સરકારી જગ્યાઓમાં મુખ્યત્વે વિધાસહાયક, શિક્ષણ સહાયક, નિરંતર શિક્ષણ હેઠળ પ્રેરક, તેડાગર, સફાઇ કામદાર, રસોઇયા, પોસ્ટ ખાતામાં ED Agent તથા EDBPMતેમજ સંરક્ષણ દળોના ભરતી મેળામાં પસંદગી અને નિમણૂક પમતા રોજગાર વાંચ્છુઓને પુરી પાડવામાં આવેલ રોજગારીનોસમાવેશ થયેલ છે. આમ સરકારમાં સીધી ભરતીથી નોકરી આપી હોય તે સંખ્યાનો સમાવેશ થતો નથી.
 
રાજયની રોજગાર વિનિમય કચેરીઓ દ્વારા છેલ્લાં પાંચ વર્ષમાં કુલ ૧૬,૯૪,૯૭૦ ઉમેદવારોને ખાનગી રોજગારી આપવામાં આવેલ છે અને તે સિવાય પણ મોટી સંખ્યામાં યુવાનોને ખાનગી રોજગારી ઉપલબ્ધ થયેલ છે જ. જેનો આ આંકડામાં સમાવેશ થયેલ નથી. જ્યારે સરકારી ક્ષેત્રમાં રોજગાર વિનિમય કચેરીઓ મારફતે છેલ્લાં ૫ વર્ષોમાં ૫૭,૯૨૦ યુવાનોને રોજગારી પૂરી પાડેલ છે. આમ છેલ્લાં પાંચ વર્ષમાં કુલ ૧૭,પર,૮૯૦ વ્યકતિઓને રોજગાર વિનિમય કચેરી દ્વારા રોજગારી ઉપલબ્ધ કરાવવામાં આવી છે.
 
અત્રે ઉલ્લેખનીય છે કે, ભારત સરકારના શ્રમ અને રોજગાર મંત્રાલય તરફથી વર્ષ-ર૦૦ર થી ર૦૧૪ સુધીના પ્રકાશિત થયેલ રિપોર્ટ મુજબ રોજગાર કચેરી દ્વારા રોજગારી પુરી પાડવામાં ગુજરાત રાજય સમગ્ર રાષ્ટ્રમાં પ્રથમ ક્રમાંકે રહ્યું છે. ર૦૧૪ના વર્ષ માટે પ્રસિધ્ધ થયેલ આંકડા અનુસાર ભારતના રાજયો દ્વારા ૩,૩૮,પ૦૦ યુવાનોને રોજગારી સામે ગુજરાતે ર,૯૦,૮૦૦ યુવાનોને ( ૮૬ ટકા) રોજગારી પુરી પાડી છે.  ભારત સરકારના લેબર બ્યુરો, ચંદીગઢના પ્રસિધ્ધ થયેલ રોજગારી અંગેના વર્ષ-ર૦૧પ-૧૬ ના સર્વે અનુસાર ગુજરાતમાં બેરોજગારીનો દર ૦.૯ ટકા અંદાજેલ છે. જે સમગ્ર દેશના રાજયોમાં સૌથી નીચો દર છે. 
 
છેલ્લાં પાંચ વર્ષમા કુલ ૧,૧૮,૪૭૮ વ્યકિતઓને સરકારી નોકરી આપી હોવાનું જણાવ્યું હતું. તેમાં ગુજરાત જાહેર સેવા આયોગ, ગુજરાત ગૌણ સેવા પસંગી મંડળ, ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ, સ્ટાફ સિલેકશન કમિશન, પોલિસ ભરતી બોર્ડ વગેરે ભરતી કરતી સંસ્થાઓ દ્વારા જાહેરાત મારફત અરજી મેળવી પારદર્શી ભરતી પ્રક્રિયા હાથ ધરીને સીધી ભરતીથી સરકારી જગ્યાઓ પર ભરતી કરવામાં આવે છે તેના છેલ્લા પાંચ વર્ષના આંકડા છે. રાજય સરકારમાં નિયત ભરતી પ્રક્રિયા દ્વારા ભરતી કરતી સંસ્થાઓ દ્વારા વિવિધ વિભાગોમાં સીધી ભરતીથી પુરી પાડવામાં આવેલ રોજગારીની વિગતો નીચે મુજબ છે -
 
વર્ષ        - પુરી પાડવામાં આવેલ સરકારી રોજગારી
વર્ષ-ર૦૧૪-  ર૦ર૩૯
વર્ષ-ર૦૧પ-  ર૪૪ર૦
વર્ષ-ર૦૧૬- ૧૦૬૦૪
વર્ષ-ર૦૧૭- ૪૭૮૮૬
વર્ષ-ર૦૧૮- ૧પ૩ર૯
કુલ-   ૧૧૮૪૭૮
 
આ ઉ૫રાંત રાજય સરકારના વિવિધ વિભાગો દ્વારા વર્ષ-ર૦૧૯ માં ૩૭,પ૩પ, વર્ષ-ર૦ર૦માં ૧૧,૬૦૦ અને વર્ષ-ર૦ર૧ માં ૧૧,૩૦૦ એમ ત્રણ વર્ષમાં અંદાજે કુલ ૬૦,૪૩પ સરકારી ભરતીનું આયોજન છે.