VCCI એક્સપોમાં ભાગ લેનારી ૮૦ ટકા કંપનીઓને વ્યાપારમાં થાય છે વધારો, ૫ હજાર થી વધુ ઉમેદવારોને મળી રોજગારી
ભારતના સૌ થીમોટા વ્યાપાર, ઉદ્યોગ અને સેવા પ્રદર્શનમાં જેનો સમાવેશ થાય છે એવા વીસીસીઆઈએક્સ્પો ૨૦૨૩ માં રોજે રોજે નવા નવા વિક્રમો સર્જાઈ રહ્યાં છે અને વ્યાપાર ઉદ્યોગ જગતને એનો સકારાત્મક લાભ મળી રહ્યો છે. વીસીસીઆઈના અધ્યક્ષ એમ.જી.પટેલ અને એક્સ્પોના અધ્યક્ષ હિમાંશુ પટેલે જણાવ્યું કે અમારા એક્સ્પોમાં હંમેશની માફક ખૂબ મોટી સંખ્યામાં વ્યાપાર,ઉદ્યોગ અને સેવા એકમો ભાગ લઈ રહ્યા છે.અમારા એક્સપોની એ કાયમી વિશેષતા રહી છે કે તેમાં ભાગ લેનારી કંપનીઓ અને એકમો પૈકી ૮૦ ટકાને વ્યાપાર વૃદ્ધિનો લાભ મળે છે.
હાલના પ્રદર્શનના વેન્ડર ડેવલોપમેન્ટ પેવેલિયન માં ૫૦૦૦ થી વધુ નાના મધ્યમ એકમોની જાહેર ક્ષેત્રની અન્ય મોટી કંપનીઓમાં નોંધણી થઈ છે.એરફોર્સ,ગેઇલ, ઓ. એન. જી. સી. જેવી જાહેર ક્ષેત્રની સંસ્થાઓ આ એક્સ્પો માં જોડાઈને ખૂબ રાજીપો અનુભવી રહી છે.
એક્સ્પોના ભાગરૂપે પારુલ યુનિવર્સિટી ની મધ્યસ્થી થી રોજગાર મેળા પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે.જેની હેઠળ ચાર દિવસમાં ૫ હજાર થી વધુ ઉમેદવારોનું લાયકાત અનુસારની રોજગારી સાથે સંકલન કરવામાં સફળતા મળી છે જેના થી માનવ સંપદા ની જરૂર વાળા એકમો અને ઉમેદવારોને લાભ થયો છે. એક્સ્પો ના સ્થળે મુલાકાતીઓ મોટી સંખ્યામાં ઉમટી રહ્યા છે અને અત્યાર સુધીમાં ૪ લાખથી વધુ લોકોએ મુલાકાત લીધી છે. વીસીસીઆઈની ટીમ રોજે રોજ એક્સ્પો માં ભાગ લેનારા એકમો ને મળીને પ્રતિભાવો લઈ રહ્યા છે જે ભવિષ્યમાં વધુ પ્રભાવશાળી આયોજનમાં ઉપયોગી બનશે.