શુક્રવાર, 22 નવેમ્બર 2024
  1. ધર્મ
  2. તહેવારો
  3. જન્માષ્ટમી વિશેષ
Written By
Last Modified: બુધવાર, 6 સપ્ટેમ્બર 2023 (11:36 IST)

આ વસ્તુઓ ભગવાન કૃષ્ણને ખૂબ જ પ્રિય છે, જન્માષ્ટમી માટે જરૂર ખરીદવી

Janmashtami 2023: ભગવાન કૃષ્ણને પ્રિય છે વાંસળી ખરીદવાથી ખૂબ ફાયદો મળે છે. વાંસળીથી ઘરનો વાસ્તુદોષ પણ દૂર હોય છે. તેનાથી ઘરમાં ધનનો આગમન વધે છે અને ઘરમાં સકારાત્મકતા આવે છે. જન્માષ્ટમીના દિવસે લાકડી કે ચાંદીની નાનકડી વાંસણી જરૂર ખરીદો ભગવાન કૃષ્ણની પૂજા કરતી વખતે તેને અવશ્ય અર્પણ કરો. આ પછી, તેને એવી જગ્યાએ રાખો જ્યાં પૈસા રાખવામાં આવે છે અથવા કોઈ તિજોરીમાં. 
 
મોરપીંછ સકારાત્મક ઉર્જાને આકર્ષે છે. તેનાથી વાસ્તુ દોષ દૂર થાય છે. એવું માનવામાં આવે છે કે જન્માષ્ટમીના દિવસે ઘરમાં મોર પીંછા લાવવાથી ઘરેલું પરેશાનીઓ દૂર થાય છે અને કાલસર્પ દોષથી પણ રાહત મળે છે.
 
ભગવાન કાન્હાને માખણ પ્રિય છે. જન્માષ્ટમીના દિવસે માખણ ખરીદો અને ભગવાન કૃષ્ણને તેમની પ્રિય વસ્તુ અર્પણ કરો.
 
જન્માષ્ટમીના દિવસે ગાય અને વાછરડાની નાની મૂર્તિ ખરીદવી જોઈએ. તેને ઘરના મંદિરમાં અથવા રૂમના ઉત્તર-પૂર્વ ખૂણામાં રાખો. તેનાથી શ્રી કૃષ્ણ પ્રસન્ન થાય છે અને તેમના આશીર્વાદ આપે છે. તેનાથી ભાગ્ય વધે છે અને સંતાન થાય છે.
 
જન્માષ્ટિના દિવસે વૈજયંતી માળા અવશ્ય ખરીદવી. આ ખરીદીને ઘરમાં લાવવાથી આશીર્વાદ મળે છે, ઘરની આર્થિક સ્થિતિ મજબૂત બને છે

Edited By-Monica sahu