રવિવાર, 24 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. આઈટી
Written By
Last Modified: મુંબઈ. , બુધવાર, 14 નવેમ્બર 2018 (11:11 IST)

સાઈબર હુમલો, અસ્થિર મોસમ ભારત માટે મોટુ સંકટ

મોટા પાયા પર થનારા સાઈબર એટેક, ડેટા ચોરી અને અસ્થિર મોસમ ભારત માટે ટોપ ત્રણ મોટા સંકટ છે. આ દાવો ઈશ્યોરેસ્ન બ્રોકિંગ અને રિસ્ક મેનેજમેંટ સોસાયટી, માર્શે પોતાના અધ્યયનમાં કર્યો. 
 
સર્વેમા 88 ટકા લોકોએ સાઈબર હુમલાને સૌથી મોટુ સંકટ માન્યુ, ડેટા ચોરી (85 ટકા), અસ્થિર મોસમ (84 ટકા), મુખ્ય નાણાકીય નિષ્ફળતા (81 ટકા) ભારત માટે અન્ય મોટા સંકટ છે. 
 
માર્શ રિમ્સ - ભારતમાં રિસ્ક મેનેજમેંટની સ્થિતિ નામના રિપોર્ટમાં કોર્પોરેટ ઈંડિયામાં જોખમ પ્રબંધન કાર્યોની પરિપક્વતા પર પ્રકાશ નાખ્યો. અન્ય મુખ્ય જોખમોમાં અર્થવ્યવસ્થા (80%), જળ સંકટ (76%),મહત્વપૂર્ણ બુનિયાદી માળખાની કમી  (76%), શહેરી નિયોજનની વિફળતા  (72%), સરકારની નિષ્ફળતા (72%) સામેલ છે. 
 
આ રિપોર્ટ સપ્ટેમ્બર 2018માં માર્શ અને રિમ્સ દ્વારા 19 ઉદ્યોગની મુખ્ય ફર્મ સાથે જોડાયેલ 123 સી સૂઈટ્સ, એક્ઝીક્યુટિવ્સ અને રિસ્ક પ્રોફેશનલ્સના જવાબોના આધાર પર તૈયાર કરવામાં આવી છે. તેમા MMC અને રિમ્સના વિશેષજ્ઞોના ઈનપૂટ પણ સામેલ છે.