Jio 4G Phoneની ડિલીવરી શરૂ, આ લોકોને પહેલા મળી રહ્યો છે ફોન.. આ રીતે ટ્રેક કરો સ્ટેટસ
રિલાયંસ જિયોના 4G ફોનની ડિલીવરી રવિવાર (24 સપ્ટેમ્બર)થી શરૂ થઈ ગઈ છે. જિયોના માલિક મુકેશ અંબાણીએ કહ્યુ હતુ કે ફોન ગામ અને શહેરના વચ્ચેના અંતરને ઘટાડશે. સૂત્રો મુજબ જિયો ફોનની ડિલીવરી પહેલા ગ્રામીણ વિસ્તારમાં કરવામાં આવશે. બીજી બાજુ ફોનની ડિલીવરીનુ કામ 15 દિવસમાં પૂરુ કરી લેવામાં આવશે. જિયો ફોનને પહેલીવાર 24 ઓગસ્ટના રોજ પ્રી બુકિંગ માટે ઉપલબ્ધ કરાયો હતો.. 48 કલાકથી પણ ઓછા સમયમાં આ ફોનની એટલુ પ્રી બુકિંગ થઈ ગયુ કે કંપનીને તેની પ્રી બુકિંગ વચ્ચે જ બંધ કરી દેવી પડી. બીજીવાર પ્રી બુકિંગ ક્યારે શરૂ થશે તેની અત્યાર સુધી કોઈ માહિતી નથી. પ્રી બુકિંગ શરૂ થયા પચેહે ઓનલાઈન પ્રી બુકિંગ રિલાયંસ જિયોની વેબસાઈટ www.jio.com અને મોબાઈલ એપ myjio પર ઓનલાઈન કરી શકાય છે. આ ઉપરાંત તેની ઓફલાઈન બુકિંગ જિયો સ્ટોર કે રિટેલર પાસે કરી શકાય છે. જિયો 4જી ફીચર ફોનનુ પ્રી બુકિંગની બીજી તારીખ વિશે હાલ કંપની તરફથી કોકી માહિતી આપવામાં આવી નથી.
કેવી રીતે જોશો ફોનની પ્રી બુકિંગનુ સ્ટેટસ - તમારા જિયો ફોનની જાણ કરવા માટે 18008908900 પર કોલ કરો. અહી કમ્યુટર તમારો રજીસ્ટર્ડ મોબાઈલ નંબર માંગશે જે તમે ફોનના પ્રી બુકિંગ દરમિયાન આપ્યો હશે. જ્યારે તમે અહી તમારો નંબર નાખશો તો તમારા ફોનના સ્ટેટસ વિશે જાણ થઈ જશે.