બુધવાર, 13 નવેમ્બર 2024
  1. ગુજરાતી સમાચાર
  2. ક્રિકેટ
  3. આઈપીએલ 2024
Written By
Last Modified: રવિવાર, 31 માર્ચ 2024 (11:03 IST)

IPL 2024- પહેલી જ મૅચમાં 150 કિમી.થી વધુ ઝડપે બૉલિંગ કરી તરખાટ મચાવ્યો અને પંજાબને હરાવ્યું

Mayank Yadav
Mayank Yadav- આઈપીએલ 2024માં લખનઉ સુપર જાયન્ટ અને પંજાબ કિંગ્સ વચ્ચે શનિવારે રમાયેલી મૅચમાં એક સમયે લાગતું હતું કે, કેએલ રાહુલના બદલે નિકોલસ પૂરનની કૅપ્ટનશીપમાં ઊતરેલી ટીમે જીત માટે શિખર ધવનની ટીમને આપેલું 200 રનનું ટાર્ગેટ ઓછું પડશે.
 
કારણ કે પંજાબ કિંગ્સની ઓપનિંગ જોડી કૅપ્ટન શિખર ધવન અને જોની બૈરસ્ટોએ મૅચની પહેલી 11 ઓવરમાં જ 102 રનની ભાગીદારી નોંધાવી દીધી હતી. પણ એવું ન થયું.
 
લખનઉના ફાસ્ટ બૉલર મયંક યાદવે મૅચમાં 3 વિકેટો ખેરવવાની સાથે સાથે એક-બે નહીં પણ નવ વખત કલાકના 150 કિલોમીટર કરતાં વધુ ઝડપથી બૉલ નાખ્યા, જેનો પંજાબના બૅટ્સમૅનોએ અંદાજો પણ નહીં લગાવ્યો હોય.
 
મંયકે આ મૅચમાં તેમની બીજી ઓવરનો પહેલો બૉલ 155.8 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફેંક્યો હતો. જે આઈપીએલની આ સિઝનનો અત્યાર સુધીનો સૌથી ઝડપી બૉલ તરીકે નોંધાઈ ગયો
મયંક યાદવની 150+ની ઝડપથી બૉલિંગ
 
મયંક યાદવ વર્ષ 2023ની આઈપીએલની સમગ્ર સિઝન ઈજાને કારણે ચૂકી ગયા હતા. પરંતુ તેમણે વર્ષ 2024ની સિઝન એવી રીતે શરૂ કરી કે આ સિઝનમાં અત્યાર સુધી સૌથી વધુ ઝડપથી ફેંકવામાં આવેલા બૉલનો રેકર્ડ તેમના નામે લખાઈ ગયો છે.
 
મયંક યાદવે તેમની આ પ્રથમ મૅચમાં સરેરાશ 148 કિલોમીટર પ્રતિ કલાકની ગતિથી બૉલિંગ કરી હતી. તેમણ ફેંકેલા સૌથી ઝડપી બૉલની ગતિ 155.8 કિલોમીટર પ્રતિ કલાક અને સૌથી ધીમા બૉલની ગતિ 141 કિલોમીટર પ્રતિ કલાક નોંધાઈ હતી.
 
તેમણે પોતાની પહેલી ઓવરનો ત્રીજો બૉલ 150 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફેંક્યો હતો અને બીજી ઓવરના પહેલા બે બૉલ અનુક્રમે 155.8 અને 150 કિલોમીટર પ્રતિ કલાકે ફેંક્યા. બીજ ઓવરમાં મયંકે પંજાબની જામી ગયેલી ઓપનિંગ જોડીને તોડતા બૈરસ્ટોને એક ઝડપી શોર્ટ ઑફ લેન્થ બૉલ નાખીને કૅચ આઉટ કરાવ્યા.
 
તેમણે ત્રીજી ઓવરમાં પહેલા બે બૉલ અનુક્રમે 152 અને 150 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફેંક્યા અને ત્રીજા બૉલે પ્રભસિમરનસિંહને આઉટ કર્યા.
 
પોતાની ચોથી અને છેલ્લી ઓવરમાં મયંકે ફરી એક વખત પહેલા બે બૉલ અનુક્રમે 152 અને 150 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફેંક્યા અને ચોથા બોલે તેમણે જીતેશ શર્માને આઉટ કર્યા.