રવિવાર, 10 નવેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ક્રિકેટ
  3. આઈપીએલ 2023
Written By
Last Updated : શુક્રવાર, 24 માર્ચ 2023 (14:08 IST)

IPL 2023 Schedule : આ તારીખથી શરૂ થશે IPLનો રોમાંચ, જાણો પ્રથમ દિવસે કઈ-કઈ ટીમો વચ્ચે થશે મુકાબલો

IPL Team
IPL 2023 Schedule : IPL 2023નું સંપૂર્ણ શેડ્યુલ જાહેર થઈ ગયું છે. આજે એટલે કે 17 ફેબ્રુઆરી શુક્રવારના રોજ સવારે સમાચાર આવ્યા કે IPLનું શેડ્યૂલ આવવાનું છે, જેને કારણે તમામ ક્રિકેટ ફેન્સની નજર તેના પર હતી. આ પછી, બ્રોડકાસ્ટર દ્વારા એવી પણ જાહેરાત કરવામાં આવી હતી કે તેઓ IPL શેડ્યૂલનું જીવંત પ્રસારણ કરશે. હવે સંપૂર્ણ શેડ્યુલ  પરથી પડદો હટાવી દેવામાં આવ્યો છે. IPLની પ્રથમ મેચ 31 માર્ચે રમાશે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વનડે સીરીઝની છેલ્લી મેચ 22 માર્ચે રમાશે, એટલે કે ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ અને આઈપીએલ રમી રહેલા ઓસ્ટ્રેલિયાના ખેલાડીઓને લગભગ આઠ દિવસનો બ્રેક મળશે અને તે પછી આઈપીએલ શરૂ થશે. બીસીસીઆઈએ સ્પષ્ટ કર્યું છે કે પ્રથમ મેચ ગુજરાત ટાઇટન્સ એટલે કે હાર્દિક પંડ્યાની ટીમ અને એમએસ ધોનીની કપ્તાનીવાળી CSK વચ્ચે રમાશે. આ મેચ અમદાવાદમાં રમાશે.
 
IPLની 16મી સીઝન માટે તૈયાર છે આખી દુનિયા 
 
વિશ્વની સૌથી મોટી ક્રિકેટ લીગ ગણાતી IPLની આ 16મી સિઝન હશે. અગાઉ જ્યારે IPL 2022 રમાઈ હતી, ત્યારે મેચ સંજુ સેમસનની આગેવાની હેઠળની રાજસ્થાન રોયલ્સ અને હાર્દિક પંડ્યાની આગેવાની હેઠળની ગુજરાત ટાઇટન્સ વચ્ચે રમાઈ હતી. જેમાં ગુજરાત ટાઇટન્સે ફાઇનલ જીતીને પ્રથમ વખત ટ્રોફી કબજે કરી હતી. IPL 2022માં બે નવી ટીમોનો પ્રવેશ થયો છે. જેમના નામ ગુજરાત ટાઇટન્સ અને લખનૌ જાયન્ટ્સ છે. લખનૌ સુપર જાયન્ટ્સની ટીમ પણ પ્લેઓફ સુધી ગઈ હતી, પરંતુ તે પછી આગળ વધી શકી નહોતી, પરંતુ ગુજરાતની ટીમે ટાઈટલ જીત્યું હતું. આ વખતે પણ આઈપીએલમાં દસ ટીમો ભાગ લઈ રહી છે. બીસીસીઆઈએ પહેલા જ સ્પષ્ટ કરી દીધું હતું કે આ વખતે આઈપીએલ જૂના ફોર્મેટ પર થશે એટલે કે દરેક ટીમ પોતાના ઘરે એક મેચ રમશે અને બીજી મેચ વિરોધી ટીમના ઘરે જ જવી પડશે.
 
આઈપીએલની મેચ લાઈવ ક્યા અને કેવી રીતે જોઈએ શકશો 
આઈપીએલના લાઈવ ટેલિકાસ્ટની વાત કરીએ તો આ વખતે ડિજિટલ અને ટીવી રાઈટ્સ અલગ-અલગ આપવામાં આવ્યા છે. આઈપીએલના ઈતિહાસમાં આવું પહેલીવાર બન્યું છે. તમે મોબાઈલ પર એટલે કે Jio સિનેમા પર ડિજિટલ પ્લેટફોર્મ પર IPLનું લાઈવ ટેલિકાસ્ટ જોઈ શકશો, કારણ કે તેના અધિકારો વાયકોમ18ને આપવામાં આવ્યા છે. બીજી બાજુ, જો તમે ટીવી પર મેચની મજા માણવા માંગતા હો, તો તમે તેને સ્ટાર સ્પોર્ટ્સ પર જોઈ શકો છો, જ્યાં તમે તેને છેલ્લા પાંચ વર્ષથી જોઈ રહ્યા હતા. દરમિયાન, આઈપીએલ શરૂ થવામાં હવે દોઢ મહિનાથી પણ ઓછો સમય બાકી છે. તેથી જ ટૂંક સમયમાં ક્રિકેટ ચાહકો તેના પર આકર્ષિત થવાના છે.