બુધવાર, 13 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. આઈપીએલ 2021
Written By
Last Updated : બુધવાર, 28 એપ્રિલ 2021 (18:22 IST)

IPL 2021: ઓરેંજ કૈપની દોડમાં ટોપ 3 માં સામેલ થયા ગ્લેન મૈક્સવેલ, હર્ષલ પટેલ પર્પલ કૈપ દોડમાં સૌથી આગળ

ઈંડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) 2021 માં મંગળવારે રોયલ ચેલેજર્સ બેંગલોર (આરસીબી)એ દિલ્હી કૈપિટલ્સને નિકટના મુકાબલે એક રનથી હરાવ્યુ.  આ મેચમાં ગ્લેન મેક્સવેલે 20 બોલમાં 25 રનની રમત રમી અને આ સાથે તે ઓરેન્જ કેપની દોડમાં સામેલ બેટ્સમેનોની લિસ્ટમાં ત્રીજા નંબરે પહોંચી ગયો.   એબી ડિવિલિયર્સે નોટઆઉટ 75 રન બનાવ્યા, પરંતુ તે હાલ ટોપ 5 બેટ્સમેનની યાદીમાંથી બહાર છે. શિખર ધવન ટોચ પર છે. દિલ્હી કેપિટલ્સના ઓપનરે  આરસીબી સામે માત્ર છ રન બનાવ્યા છતા હાલ તે ટોચ કાયમ છે.

આઈપીએલ 2021માં અત્યાર સુધી સૌથી વધુ રન બનાવનારા ટોપ 5
રૈંક ખેલાડીનુ નામ ટીમ રન
1 શિખર ધવન દિલ્હી કૈપિટલ્સ 265
2 કેએલ રાહુલ પંજાબ કિંગ્સ 240
3 ગ્લેન મૈક્સવેલ રોયલ ચેલેંજર્સ બેંગલુરુ 223
4 ફૈફ ડુ પ્લેસી ચેન્નઈ સુપર કિંગ્સ 214
5 જૉની બેયરસ્ટો સનરાઈઝર્સ હૈદરાબાદ 211
 
પર્પલ કૈપના દાવેદારોની વાત કરીએ તો આરસીબીના હર્ષલ મહેતા આ મામલે ટોપ પર કાયમ છે. હર્ષલ પટેલે આ ટુર્નામેંટમાં અત્યાર સુધી શાનદાર પ્રદર્શન કર્યુ છે. 
 
આઈપીએલ 2021 માં અત્યાર સુધી સૌથી વધુ વિકેટ લેનારા ટોપ 5 બેટ્સમેન
રૈંક ખેલાડીનુ નામ ટીમ વિકેટ
1 હર્ષલ પટેલ રોયલ ચેલેંજર્સ બેંગલુરુ 17
2 આવેશ ખાન દિલ્હી કૈપિટલ્સ 12
3 રાહુલ ચાહર મુંબઈ ઈંડિયંસ 9
4 ક્રિસ મોરિસ રાજસ્થાન રોયલ્સ 9
5 દીપક ચાહર ચેન્નઈ સુપરકિંગ્સ 8

આવેશ ખાને આરસીબી સામે  એક વિકેટ લીધી, બીજી બાજુ આરસીબીના હર્ષલ પટેલે દિલ્હી કૈપિટલ્સના બે બેટ્સમેનોને પેવેલિયન ભેગા કર્યા.  હર્ષલ પટેલ કુલ 17 વિકેટ સાથે પર્પલ કેપની દોડમાં સૌથી આગળ કાયમ છે. બીજી બાજુ બીજા નંબર પર  કુલ 12 વિકેટ સાથે આવેશ ખાન છે.  ત્રીજા નંબર પર  મુંબઇ ઇન્ડિયન્સના રાહુલ ચાહર છે, જેમણે આ ટૂર્નામેન્ટમાં અત્યાર સુધીમાં કુલ 9 વિકેટ લીધી છે.