રવિવાર, 24 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. આઈપીએલ 2020
Written By
Last Modified: બુધવાર, 21 ઑક્ટોબર 2020 (10:31 IST)

IPL 2020 DC vs KXIP: શિખર ધવને સતત બીજી સદી મારી, જાણો કેમ યાદ આવ્યો ટેસ્ટ ડેબ્યુ

આઈપીએલ 2020 ની 38 મી મેચમાં શિખર ધવને આઈપીએલમાં તે કરી બતાવ્યુ જે આજ સુધી અન્ય બેટ્સમેને કર્યું નથી. ધવને આઈપીએલમાં સતત બે સદી ફટકારવાનો વિશેષ રેકોર્ડ પોતને નામ કર્યો, આ પહેલા કોઈ પણ બેટ્સમેને આવુ કર્યું નથી. પંજાબ સામે રમાયેલી મેચમાં ધવને 61 દડામાં 106 રનની ઝડપી ઇનિંગ રમી હતી અને ટીમને આદરણીય સ્કોર પર પહોંચાડ્યું હતું. તેની શાનદાર ઇનિંગ્સ માટે તેને મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો. ધવને પોતાની આ સદીની તુલના પોતાના ટેસ્ટ ડેબ્યૂમાં રમનારી ઇનિંગ સાથે કરી હતી.
 
શિખરે મેચ બાદ કહ્યું, 'આજે એવું બન્યું છે કે કોઈ પણ બેટ્સમેન મારી સાથે ટકીને રમી ન શક્યો. આ મેચમાં એક છેડો સંભાળવાની જવાબદારી લીધી અને તેની સાથે જ મેં ખરાબ બોલને બાઉન્ડ્રીથી બહાર કરવાનો પ્રયાસ કર્યો. મને યાદ છે કે મેં આટલા શાનદાર રીતે રન બનાવ્યા હતા અને આ ટેસ્ટ માટે હુ એકદમ ફ્રેજ હતો. અમે એ વાત પર ચર્ચા કરીશુ કે ક્યા અમે હજુ વધુ સારુ કરી શકીએ છીએ.  અમે આ ટુર્નામેન્ટમાં અત્યાર સુધી સતત સારો દેખાવ કર્યો છે અને આ હારને કારણે અમે અમારુ મનોબળ તૂટવા નહીં દઈએ અને જોશ સાથે કમબેક કરીશુ. 
 
ધવન આઈપીએલનો પહેલો બેટ્સમેન છે જેણે સતત બે મેચમાં બે સદી ફટકારી હોય તે પહેલાં કોઈ પણ બેટ્સમેને આ સિધ્ધિ મેળવી નથી. ડાબા હાથના આ ખેલાડીએ આ મેચ પહેલા ચેન્નઈ સુપર કિંગ્સ સામે 101 રનની અણનમ ઇનિંગ રમી હતી. ધવને આ સિઝનમાં અત્યાર સુધીમાં 10 મેચમાં 149.09 ના સ્ટ્રાઇક રેટથી 465 રન બનાવ્યા છે, આ દરમિયાન તેણે બેટિંગમાં બે સદી અને બે અડધી સદી ફટકારી છે. પંજાબ સામેની હાર છતાં, દિલ્હી કેપિટલ્સની ટીમ હાલ પોઇન્ટ ટેબલમાં ટોચ પર કાયમ છે.