બુધવાર, 13 નવેમ્બર 2024
  1. ધર્મ
  2. તહેવારો
  3. સ્વતંત્રતા દિવસ
Written By
Last Updated : મંગળવાર, 10 ઑગસ્ટ 2021 (20:02 IST)

જાણો ભારતીય સેનાની 10 વિશેષતા... જેમની પાસેથી રૂસ અને અમેરિકા પણ શીખ મેળવે છે

દેશપ્રેમ સૌના દિલમાં હોય છે પણ એવા કેટલા લોકો હોય છે જે દેશ માટે જીવ આપી શકે. જે લોકો દેશ માટે જીવ આપવા તૈયાર રહે છે તેમાંથી મોટાભાગના ભારતીય સેનામાં સામેલ થઈ જાય છે. બહરતીય સેના રાષ્ટ્ર માટે જીવે છે અને પોતાના જીવ પર રમીને બીજાનો જીવ બચાવે છે. આખા દેશને ભારતીય સેના પર ગર્વ છે.  બીજી બાજુ દુશ્મન તેમની ખૂબીઓથી ગભરાય છે. જાણો ભારતીય સેનાના કેટલાક મહત્વપૂર્ણ અને મજબૂત પક્ષ તસ્વીરોમાં  જે તેને સર્વશ્રેષ્ઠ બનાવે છે. 
 
સૌથી મોટી સેના - ભારતીય સેના વિશ્વની સૌથી મોટી સ્વૈચ્છિક સેના છે. હજારોની સંખ્યામાં જવાન સેનામાં સ્વેચ્છાથી દેશએને સેવા કરે છે.  સંવિધાનમાં અનિવાર્ય સૈનિક સેવાની વ્યવસ્થા હોવા છતા પણ ક્યારેય સરકારને બળપૂર્વક તેને લાગૂ કરવાની જરૂર પડી નથી. 

 
વિશ્વના સૌથી ઊંચા યુદ્ધ ક્ષેત્ર સિયાચીન પર નિયંત્રણ - સમુદ્ર તળથી તેની ઊંચાઈ પર જ્યા જીવ બચાવવો મુશ્કેલ હોય છે. ભારતીય સેના ત્યાથી પણ શત્રુઓ સામે રક્ષા માટે ગોઠવાયેલી રહે છે.  ત્યા અનેક સૈનિકોનુ મોત દુશ્મનની ગોળીથી નહી પણ મૌસમની મારથી થાય છે. 
પર્વતીય યુદ્ધમાં સર્વશ્રેષ્ઠ - ગ્લેશિયર અને પર્વતો પર યુદ્ધ કરવાની કળામાં ભારતીય કરતા ચઢિયાતુ કોણ હોઈ શકે છે.  અહી સુધી કે અમેરિકની સેના પણ ભારતીય સેના પાસેથી આ કલા સીખે છે. અફગાનિસ્તાન મોકલતા પહેલા અમેરિકી સેના ભારતીય સેના પાસેથી આ કલા સીખે છે. એટલુ જ નહી ઈગ્લેંડ અને રૂસના સૈનિક પણ ભારતીય સેના પાસેથી પ્રશિક્ષણ લે છે. 
અશ્વરોહી સેનાઓની ફોજ - ભારત એ ત્રણ દેશોમાં સામેલ છે જેમની પાસે આજે પણ અશ્વરોહી સેનાઓની ફોજ છે. ભારતીય સેના પાસે સૌથી મોટી અશ્વારોહી સેનાની ફોજ છે. આ ઉપરાંત ભારતીય સેના દરેક ગણતંત્ર દિવસ પર સલામી આપવા અમટે એકત્ર થાય છે. 
અગ્નિ અને પૃથ્વી મિસાઈલ - અગ્નિ સીરિઝની મિસાઈલ પોતાના બરાબર નિશાન માટે વિશ્વમાં સર્વશ્રેષ્ઠ છે.  અગ્નિ અને પૃથ્વી મિસાઈલ પરમાણુ ક્ષમતાવાળા બૈલેસ્ટિક મિસાઈલ છે.  ભારતને આ માટે ગર્વ  છે. 
બ્રહ્મોસ સૌથી તેજ સુપરસોનિક મિસાઈલ -  સ્વદેશી તકનીકના ક્ષેત્રમાં નિપુણતા મેળવવાની બાકી હોવા છતા તેનુ એક માપદંડ બ્રહ્મોસ હોઈ શકે છે. બ્રહ્મોસનુ નિર્માણ ભારત અને રૂસે મળીને કર્યુ છે.  આ એક સુપરસોનિક મિસાઈલ છે. જે ધ્વનિની ગતિથી 7 ગણી ઝડપથી ચાલે છે. બ્રહ્મોસની અંદાજીત રેંજ 290 કિલોમીટર છે. બ્રહ્મપુત્ર અને મોસ્કોના નામ પરથી જ તેનુ નામ બ્રહ્મોસ રાખવામાં આવ્યુ છે.  
સ્વચ્છ ભારત અભિયાનમાં સહયોગ - એક સેનાથી વધુ સમર્પિત કોઈ નથી હોઈ શકતુ. કોઈપણ પડકાર માટે ક્યારેય ના નથી કહેતા. વાત ભલે યુદ્ધની હોય કે સ્વચ્છતાની તેઓ ક્યારેય પાછળ હટતા નથી. ભારતીય સેનાએ સ્વચ્છ ભારત અભિયાનને એવરેસ્ટ સુધી પહોંચાડી દીધુ છે. 
સંસાધનોનો સર્વોત્તમ ઉપયોગ - ભારતીય સેનાએ આ મિથ્યને ખોટુ સાબિત કર્યુ છે કે યુદ્ધ ફક્ત વિદેશી તકનીકોના દમ પર જ લડી શકાય છે.  ભારતીય સેના પર્વતીય મરચાનો પ્રયોગ હૈંડગ્રેનેડ  બનાવવામાં કરે છે. તેનાથી ફક્ત દુશ્મનોના છક્કા જ નથી છુટતા પણ ગરીબ ખેડૂતોની પણ આવકનો એક સ્ત્રોત નીકળી જાય છે.   
જ્ઞાનને શેયર કરવુ - જો તમે એવુ વિચારો છૈ કે સેના દ્વારા આપવામાં આવેલ પ્રશિક્ષણ ફ્કત ભારતીય માટે જ છે તો તમે ખોટા છો. ભારતીય સારા પ્રશિક્ષક પણ હોય છે. રાષ્ટ્રીય રક્ષા એકેડમીમાં 28 દેશના જવાન પ્રશિક્ષણ લે છે.  ભારતીય સેનાનો ઈતિહાસ હંમેશાથી ગૌરવશાળી રહ્યો છે.