શુક્રવાર, 22 નવેમ્બર 2024
  1. ધર્મ
  2. તહેવારો
  3. સ્વતંત્રતા દિવસ
Written By
Last Updated : મંગળવાર, 6 ઑગસ્ટ 2024 (17:50 IST)

Har Ghar Tiranga - તિરંગા વિશે આ 10 વાત જે દરેક ભારતીયને ખબર હોવી જોઈએ.

Salaam Tiranga - શુ તમે તિંરંગાના નવા નિયમો વિશે જાણો છો ?

ભારતમાં દર વર્ષ 15 ઓગસ્ટને આપણે સ્વતંત્રતા દિવસ ઉજવીએ છીએ અને 26મી જાન્યુઆરીએ ગણતંત્ર દિવસ. આ બે ખાસ દિવસોમાં તિરંગાનુ ખાસ મહત્વ છે. તિરંગાને લઈને આપણે ભારતીયનો પ્રેમ જગજાહેર છે પણ રાષ્ટ્રધ્વજ સાથે સંકળાયેલી એવી વાત જે દરેક દેશભક્તને જાણવી જરૂરી છે. 
1. ભારતના રાષ્ટ્રીય ધ્વજને દેશના સંવિધાન સભાએ 22 જુલાઈ 1947એ પસંદ કર્યો હતો. જે હિંદુસ્તાનના આધિકારિક ધ્વજ બની ગયો. 
 
2. આ ધ્વજને ડિઝાઇન કરનાર એક ખેડૂત અને સ્વતંત્રતા સેનાની પિંગલી વેંકેયા હતા. 
 
3. કાય઼દાકીય રીતે  ભારતના ધ્વજને ખાદીથી બનાવવાનો આદેશ છે. 
 

- આપણા દેશની શાન તિરંગો ઝંડો. સ્વતંત્રતા સંગ્રામથી લઈને આજ સુધી તિરંગાની સ્ટોરીમાં ઘણા રોચક મોડ આવ્યા. પહેલા તેનુ સ્વરૂપ કંઈક બીજુ હતુ અને આજે કંઈક બીજુ છે.
 
- ભારતીય રાષ્ટ્રીય ધ્વજને તિરંગો પણ કહેવાય છે. પણ શું તમે જાણો છો કે તિરંગા શા માટે કહે છે નહી, આ ત્રણ રંગથી મળેલું છે તેથી તિરંગા કહેવાય છે. દરેક રાષ્ટ્રનો તેમનો એક ઝંડો રહે છે જે જણાવે છે કે આ સ્વતંત્ર રાષ્ટ્ર છે.ધ્વજમાં લંબાઈ અને પહોળાઈનું પ્રમાણમાપ 2:3 છે. 
 
- “વિજય વિશ્વ તિરંગા પ્યાર ઝંડા ઉંચા રહે હમારા” ગીત આપણાં ત્રિરંગાને સમર્પિત છે. ત્રિરંગો જોઈને બાળકોથી લઈને મોટા સૌ કોઈ જોશમાં ભરેલા રહે છે. દર વર્ષે સ્વતંત્રતા દિવસ અને ગણતંત્ર દિવસ પર લાલ કિલ્લા પર રાષ્ટ્રીય ઝંડાને ખૂબ આદરની સાથે ફરકાવાય છે અને 21 તોપની સલામી અપાય છે અને તેમજ સેના ભારતીય ધ્વજનો સમ્માન કરે છે. 
 
- ઈ.સ. 1947થી લઈને આજ સુધી ભારતીય ધ્વજ તે જ રીતે ફરકાવાય છે – તેના ઉપર કેસરિયો રંગ પછી સફેદ અને નીચે લીલો રંગ રહે છે. 24 આરા ધરાવતું એક ચક્ર છે. જેને અશોક ચક્ર કહેવાય છે. આ દરેક રંગ એક વિશિષ્ટ સંદેશ આપે છે
 
- કેસરી રંગ:-પહેલા પટ્ટામાં આવતો કેસરી રંગ બલિદાનનું પ્રતિક છે. આ રંગ રાષ્ટ્રના પ્રતિ હિંમત અને નિઃસ્વાર્થ ભાવનાઓને જણાવે છે. આ રંગ બૌદ્ધ, જૈન જેવા ધર્મોના માટે ધાર્મિક મહત્વનો રંગ છે અને કેસરિયો રંગ બધા ધર્મોના અહંકારને મુક્તિ અને ત્યાગનો સંદેશ આપે છે. લોકોમાં એકતા બનાવવાનો પણ આ પ્રતિક ગણાય છે.

- સફેદ રંગ:-ભારતીય ઝંડાની વચ્ચે રહે છે સફેદ રંગ જે શાંતિ અને ઈમાનદારીનું પ્રતિક ગણાય છે. ભારતીય દર્શન શાસ્ત્ર મુજબ સફેદ રંગને સ્વચ્છતા અને જ્ઞાનનું પણ પ્રતિક ગણાય છે. સફેદ રંગથી સચ્ચાઈની રોશની મળે છે. સફેદ રંગથી આ શીખ મળે છે કે હંમેશા સચ્ચાઈનાં રસ્તા પર ચાલવું જોઈએ. 
 
- લીલો રંગ:- તિરંગાના સૌથી નીચે લીલો રંગ એ વિશ્વાસ, ખુશી, સમૃદ્ધિ અને પ્રગતિનો પ્રતીક છે. દર્શન શાસ્ત્ર મુજબ લીલો રંગ ઉત્સવનો રંગ છે જે જીવનની ખુશીઓને જુએ છે. લીલો રંગ ભારતમાં હરિયાળીને દર્શાવે છે અને આ ભારતના રાજનીતિક નેતાઓને યાદ દિલાવે છે કે તેને માટીની બહારના અને આંતરિક દુશ્મનોથી રક્ષા કરવી જોઈએ.  
 
આ ઉપરાંત વચ્ચે આવેલું અશોકચક્ર એ એકતાનું પ્રતિક છે. એ દર્શાવે છે કે દેશનાં તમામ લોકોએ હળીમળીને રહેવું જોઈએ.
 
- ભારતનો પ્રથમ ધ્વજ: ધ્વજને ખાદીના કાપડમાંથી બનાવવામાં આવે છે. ઈ. સ. 1906માં પ્રથમવાર ભારતનો બિન સત્તાવાર ધ્વજ ફરકાવવામાં આવ્યો હતો. ઈ. સ. 1904માં સ્વામી વિવેકાનંદની શિષ્યા ભગિની  નિવેદિતાએ બનાવ્યો હતો. 7 ઓગસ્ટ 1906માં બંગાળ વિભાજનના વિરોધમાં પારસી બાગાન ચોક કલકત્તામાં તેને કોંગ્રેસ અધિવેશનમાં લહેવાવવામાં આવ્યો હતો.

- ઈ. સ. 1917માં બાલ ગંગાધર તિલકે ધ્વજ બનાવ્યો:- ઈ. સ. 1917માં બાલ ગંગાધર તિલકે એક ધ્વજ બનાવ્યો, આ ધ્વજ પર એક યુનિયન જેક હતો, ધ્વજમાં પાંચ લાલ અને લીલા રંગના ચાર પટ્ટા હતા.
 
મહાત્મા ગાંધીજી ઈ. સ. 1921:- ઈ. સ. 1921માં મહાત્મા ગાંધીજીના આગ્રહ પર ધ્વજ ડિઝાઈન કરવામાં આવ્યો, જેમાં સફેદ, લીલો અને લાલ રંગ હતો જેમાં ગાંધીજીનો ચરખો હતો, આ ધ્વજમાં કલરની જો વાત કરીએ તો દરેક કલર કોઈ સંદેશ આપે છે, જેમ કે સફેદ ભારત અને લીલો મુસલમાન તેમજ લાલ શીખ અને ઈસાઈઓના સમુદાયોનું નિર્દેશન કરે છે.
 
- હિન્દુ અને મુસ્લિમ બંનેનું પ્રતિક:- ઈ. સ. 1931માં એક બીજો ધ્વજ ડિઝાઈન કરવામાં આવ્યો જેમાં કેસરી રંગ દર્શાવાયો જે હિન્દુ અને મુસ્લિમ બંનેનું પ્રતિક છે.
 
ઈ. સ. 1947નો ધ્વજ:- ઈ. સ. 1947માં એક સમિતિ બની જે ડૉ. રાજેન્દ્ર પ્રસાદની અધ્યક્ષતામાં ભારતના રાષ્ટ્રીય ધ્વજની પસંદગી કરવા માટે બનાવવામાં આવી હતી, પણ ઈ. સ. 1931ના ધ્વજને ભારતીય ધ્વજના રુપમાં આપનાવવામાં આવ્યો. પણ આ ધ્વજમાં ચરખાના સ્થાને એક પૈડુ એટલે કે એક ચક્ર રાખવામાં આવ્યુ અને આ રીતે અસ્તિત્વમાં આવ્યો દેશનો રાષ્ટ્રધ્વજ. જેને ડિઝાઈન કર્યો હતો પીન્ગાલી વેંકૈયાએ ડિઝાઈન કર્યો હતો.

Edited By- Monica sahu