રવિવાર, 10 નવેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. નારી સૌદર્ય
  3. ઘરની શોભા
Written By
Last Updated : શનિવાર, 20 ઑગસ્ટ 2022 (14:07 IST)

Home Tips: ઘરમાં કરોળિયાના જાળથી પરેશાન છો તો અજમાવો આ સરસ હેક્સ, મળશે છુટકારો

Spider, Motivational Story
Spider Web Hacks: લોકો તેમના ઘરને સાફ રાખવા માટે ઘણા પ્રકારના ઉપાય  કરે છે.ફર્શ પર તો પોતુ કરવો શકય છે. પણ છત દરરોજ સાફ કરી શકાતી નથી. આવી સ્થિતિમાં ઘણી વખત કરોળિયા દિવાલો અને છતને પોતાનું ઘર બનાવી લે છે. કરોળિયાના જાળાને કારણે ઘર ગંદુ લાગે છે એટલું જ નહીં, વાસ્તુ અનુસાર પણ તેને શુભ માનવામાં આવતું નથી. જો તમારા ઘરમાં પણ કરોળિયાના જાળ થઈ જાય છે તો આ સમાચાર તમારા માટે છે. 
 
સફેદ સરકો 
મોટાભાગના ઘરોમાં રસોડામાં સફેદ વિનેગરનો ઉપયોગ કરવામાં આવે છે.   તમે આ સફેદ સરકાથી પણ કરોળિયાના જાળથી છુટકારો મેળવી શકો છો. આ માટે તમારે એક સ્પ્રે બોટલમાં વિનેગર ભરવાનું છે.   તમને જણાવીએ કે સરકાની તીવ્ર ગંધથી તે જગ્યા કરોળિયા  જાળ બનાવશે નહીં.
 
લીંબૂ અને સંતરાના છાલટા 
લીંબૂ કે સંતરાના છાલટાની મદદથી પણ કરોળિયાના જાળને હટાવી શકાય છે. તમને જણાવીએ કે સંતરા અને લીંબૂથી એક ખાસ ગંધ આવે છે. જેનાથી કરોળિયા દૂર ભાગે છે. તેથી તમે લીંબૂ કે સંતરા જેવા છાલટાને તે જગ્યા રાખી શકો છો જ્યાં કરોળિયા આવે છે. તેની ગંધથી કરોળિયા તે જગ્યા આવશે નહી . 
 
નીલગિરિનુ તેલ 
કરોળિયાના જાળને હટાવવા માટે નીલગિરિના તેલનો પણ ઉપયોગ કરી શકો છો. આ તેલ સરળતાથી બજારમાં મળી જશે. એક સ્પ્રેની બોટલમાં થોડો નીલગિરીનો તેલ ભરીને તેનાથી કરોળિયાના જાળની જગ્યા પર સ્પ્રે કરી નાખો. આવુ કરવાથી તમે ખૂબ સરળતાથી કરોળિયાને ભગાડી શકશો. 
 
ફુદીનો 
તમને ખબર હશે કે ફુદીનાની ગંધ તીવ્ર આવે છે. તેનાથી પણ કરોળિયાથી છુટકારો મેળવી શકાય છે. તેના માટે તમને ફુદીનાના પાનના પાણીને એક સ્પ્રે બોટલમા% ભરીને સ્પ્રે કરવો પડશે. પાણીના સિવાય તમે ફુદીનાના ઑયલને પણ સ્પ્રેની રીતે ઉપયોગ કરી શકો છો.