ગુરુવાર, 28 નવેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. નારી સૌદર્ય
  3. ઘરની શોભા
Written By
Last Modified: બુધવાર, 18 જુલાઈ 2018 (17:56 IST)

રોજ ફક્ત કરો 5 નાના કામ, ઘરમાંથી નેગેટિવ એનર્જી થશે દૂર

ઘરમાં મુકેલી વસ્તુઓનો ઘરમાં રહેનારા લોકો પર સારો અને ખરાબ બંને પ્રકારનો પ્રભાવ પડે છે.  ખરાબ પ્રભાવ અને નકારાત્મક ઉર્જાને ખતમ કરવા માટે લોકો અનેક રીત અપનાવે છે. અહી સુધી કે તેઓ પોતાના ઘરમાં તોડફોડ કરીને તેને વાસ્તુ મુજબ સજાવે છે.   પણ તેમા પુષ્કળ પૈસા ખર્ચ થાય છે. આવામાં તમે નાના ઘરેલુ નુસ્ખા અપનાવીને વાસ્તુ દોષને દૂર કરી શકો છો. આજે અમે તમને આ જ રીત વિશે બતાવીશુ. 
 
1. ઘરમાંથી નેગેટિવ એનર્જી દૂર કરવા માટે મીઠાવાળા પાણીથી પોતુ લગાવો. આ પાણીથી પોતુ લગાવવાથી નકારાત્મક ઉર્જા દૂર થવા સાથે જ કીટાણું પણ ખતમ થાય છે. 
 
2. લીમડાના પાનને ઘરમાં લગાવવાથી નકારાત્મક એનર્જી દૂર થાય છે. તમે ચાહો તો લીમડાના પાનને સુકાવ્યા પછી સળગાવીને તેનો ધુમાડો ઘરમાં ફેલાવી શકો છો. આવુ કરવાથી એક તો ઘરના કિટાણુ નષ્ટ થશે બીજો વાસ્તુદોષ પણ દૂર થશે. 
 
3. કપૂર કીડા મકોડાને ઘરમાંથી ભગાવવા ઉપરાંત વાસ્તુદોષથી પણ છુટકારો અપાવે છે. સવારે આરતી કરતી વખતે કપૂરનો ધુમાડો આખા ઘરમાં ફેરવો. 
 
4. આ બધી વસ્તુઓને અપનાવવાની સાથે જ જેટલુ બની શકે ઘરને સ્વચ્છ રાખો. ઘરના સામાનને આમ તેમ ન ફેંકશો. ક્યારેય પણ ગંદી પથારી પર ન સુવો. પથારી પર સામાન ન વિખેરશો. બેડરૂમમાં ક્યારેય પણ ભૂલથી પણ કાચ ન મુકશો. 
 
5. ઘરમાં હંમેશા રોશની વ્યવસ્થા યોગ્ય હોવી જોઈએ. શરદી હોય કે ગરમી સૂરજની કિરણ હંમેશા ઘરની અંદર પ્રવેશ કરતી રહે. સવાર સવારે સૂરજની કિરણથી શરીરમાં સ્ફૂર્તિ અને ઉર્જા આવે છે.